SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૬/૧૨ થી ૧૦૬ ૨૨૩ સ્વયંવર મંડપમાં પ્રવેશી, હાથ જોડી તે વાસુદેવ આદિ ઘણાં હારો શ્રેષ્ઠ રાજાને પ્રણામ કર્યા, પછી રાજકન્યા દ્રૌપદીએ એક મોટું શ્રીદામકાંડ લીધું. તે કેવું હતું ? તે કેવું હતું ? પાટલ, મલ્લિકા, ચંપક યાવત્ સપ્તપણ આદિથી ગુંથેલ, ગંધ ફેલાવતું, પરમ સુખસ્પર્શ અને દાનીય હતું. - ત્યારપછી તે ક્રિડાપિકા યાવતુ સુરા ચાવતુ ડાબા હાથમાં ચિલ્લલક દર્પણ લઈને, તેમાં -જે રાજાનું પ્રતિબિંબ પડતું હતું. તે પ્રતિબિંબ દ્વારા દેખાતા શ્રેષ્ઠ સિંહ સમાન રાજાને પોતાના જમણા હાથે દેખાડતી હતી. તે ધાવમાતા ફૂટ, વિશદ, વિશુદ્ધ, રિભિત, ગંભીર, મધુર વચન બોલતી, તે બધાં રાજાઓના માતા-પિતાના વંશ, સર્વ સામર્ણ, ગોત્ર, પરાક્રમ, કાંતિ, બહુવિધ જ્ઞાન મહાભ્ય, રૂપ, યૌવન, ગુણ, લાવણેસ, કુલ, શીલ જાણતી હોય, તે કહેવા લાગી. તેમાં સર્વ પ્રથમ વૃષ્ણિપધાન દશ દસાર વીર પુરુષો મૈલોકય બળવાન લાખો શણુનું માનમર્દન કરનાર ભવસિદ્ધિાવર પંડરીક ચિલ્લલગ, બળવીર્ય-રૂપ-સૌવન-ગુણ-લાવણ્ય-કીર્તિ કે કિતન કરે છે. ત્યારપછી ઉગ્રસેન આદિ યાદવોનું કિર્તન કરે છે - સૌભાગ્ય-રૂપથી યુક્ત, શ્રેષ્ઠ પુરષોમાં ગંધહરતી સમાન છે, આમાંથી તારા હૃદય વલ્લભને વર, ત્યારપછી શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદી, અનેક હજાર શ્રેષ્ઠ રાજાઓ મોથી અતિક્રમતી, યુવકૃત નિદાનથી પ્રેરિત થતી-તી, પાંચ પાંડવો પાસે આવી. તે પાંચ પાંડવોને પંચરંગી કુસુમદામથી આવેષ્ટિત, પરિવેષ્ટિત કરે છે, કરીને કહ્યું - હું આ પાંચ પાંડવોને વરી છું. ત્યારે તે વાસુદેવ આદિ ઘણાં હજારો રાજાએ મોટા-મોટા શબ્દોથી ઉઘોષણા કરતા કહ્યું – અહો ! શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીએ સારું વરણ કર્યું. એમ કહીને સ્વયંવર મંડપથી નીકળીને પોતપોતાના વાસે આવ્યા. ત્યારે ઇષ્ટદ્યુમનકુમારે પાંચ પાંડવોને અને શ્રેષ્ઠ રાજકન્યા દ્રૌપદીને ચાતુટ આશ્ચરથમાં બેસાડી અને કાંપિલ્યપુરના મધ્ય થઈ ચાવતુ પોતાના ભવનમાં પ્રવેશ કર્યો. પછી દ્રુપદ રાજાએ પાંચ પાંડવો અને રાજકન્યા દ્રૌપદીને પાટ ઉપર બેસાડ્યા. ચાંદી-સોનાના કળશોથી નાન કરાવ્યું, અનિહોમ કરાવ્યો, પાંચ પાંડવો સાથે દ્રૌપદીનું પાણિગ્રહણ કરાવ્યું. ત્યારે તે કુપદ રાજાએ રાજકન્યા દ્રૌપદીને આ પ્રમાણેનું પતિદાન આપ્યું - આઠ કોડી હિરોય સાવ4 આઠ વેષણકારી દાસચેટી. બીજું પણ વિપુલ ધન, કનક ચાવતું આવ્યું. ત્યારે તે દ્રુપદ રાજાએ તે વાસુદેવ દિને વિપુલ આશનાદિ, વગંધ યાવત વિદાય આપી. [૧૩] ત્યારપછી પાંડુરાજ, તે વાસુદેવ આદિ ઘણાં રાજાને બે હાથ જોડીને કહ્યું - હે દેવાનુપિયો ! હસ્તિનાપુર નગરમાં પાંચ પાંડવો અને દ્રૌપદીના કલ્યાણકરણ મહોત્સવ થશે. તેથી દેવાનુપિય? તમે મને અનુગ્રહ ૨૨૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ કરતાં, વિલંબ કર્યા વિના પધારશે. ત્યારપછી વાસુદેવ આદિ અલગ અલગ ચાવતુ જવાને માટે પ્રવૃત્ત થયા./ ત્યારપછી તે પાંડુરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવીને કહ્યું - દેવાનુપિયો ! તમે જાઓ અને હસ્તિનાપુરમાં પાંચ પાંડવોને માટે પાંચ પ્રાસાદાવતસક કરાવો. તે ખૂબ ઉંચા હોય, સાત માળના હોય ઈત્યાદિ પૂર્વવત્ યાવતું તે પ્રતિરૂપ હોય. ત્યારે તે કૌટુંબિક પુરુષોએ, તે વાત સ્વીકારી યાવત્ કરાવે છે. ત્યારે પાંડુરાજ પાંચ પાંડવો અને દ્રૌપદીદેવી . સાથે આa-હાથી આદિથી પરીવરીને કાંપિલ્યપુરથી નીકળીને, હસ્તિનાપુર પહોંચ્યો. ત્યારપછી પાંડુરાજાએ તે વાસુદેવ આદિનું આગમન ગણીને. કૌટુંબિકપુરષોને બોલાવ્યા અને કહ્યું – દેવાનુપિયો ! તમે જાઓ, હસ્તિનાપુર નગરની બહાર વાસુદેવાદિ ઘણાં હજારો રાજાના આવાસ કરાવો, અનેકશd dભ ઈત્યાદિ પૂર્વવત યાવત આજ્ઞા પાછી સોંપે છે, ત્યારે વાસુદેવાદિ ઘણાં હજાર રાજ હસ્તિનાપુર આવ્યો. ત્યારે તે પાંડુરાજ તે વાસુદેવાદિનું આગમન ગણીને હષ્ટ-તુષ્ટ થઈ, નાન કરી, બલિકર્મ કરી ચાવતું યથાયોગ્ય આવાસ આપ્યા. ત્યારપછી તે વાસુદેવાદિ ઘણાં હજારો રાજા પોતપોતાને આવાસોમાં આવ્યા યાવતુ પૂર્વવત વિચરે છે. ત્યારપછી પાંડુરાજા હસ્તિનાપુર નગરમાં પ્રવેશે છે, કૌટુંબિક પુરુષોને બોલાવે છે, એમ કહ્યું કે – તમે વિપુલ આશનાદિ પૂર્વવત્ યાવત્ વિચરે છે. ત્યારપછી તે પાંડુરાજ, પાંચ પાંડવ અને દ્રૌપદીદેવીને પાટે બેસાડે છે. સોના-ચાંદીના કળશોથી નાન કરાવી, કચાર ઉત્સવ કરે છે. કરીને તે વાસુદેવાદિ ઘણાં હજાર રાજાને વિપુલ અનાદિ તથા પુષ્પ-વાથી સહકારી સમાની યાવત વિદાય આપે છે. પછી તે વાસુદેવાદિ ઘણાં રાજાઓ રાવતું પાછા ગયા. [૧૪] ત્યારપછી તે પાંચ પાંડવો, દ્રૌપદીદેવી સાથે અંતઃપુર પરિવાર સહિત એક-એક દિવસ વારા ફરતી ઉદાર ભોગો ભોગવતા યાવત વિવારે છે. • - ત્યારપછી તે પાંડુરાજ કોઈ દિવસે પાંચ પાંડવ, કુંતીદેવી, દ્રૌપદી સાથે અંત:પુર અંદર પરિવાર સાથે, ઉત્તમ સહારાને ચાવતું બેઠેલા હતા. એ સમયે કચ્છલ નારદ, જે જોવામાં અતિભદ્ર અને વિનીત પણ અંદરથી કલુહૃદયી, મધ્યસ્થતા પ્રાપ્ત, આલીન-સૌમ્ય-પ્રિયદર્શન, સુરૂપ, ઉજ્જવલ-સકલ પહેરેલ, કાળા મૃગચર્મ ઉત્તરાસંગ વક્ષસ્થળે ધારણ કરીને, હાથમાં દંડકમંડલ લઈ, જટારૂપી મુગટથી દીપ્ત મસ્તકે, યજ્ઞોપવિત-ગણેમિકમુંજ મેખલા-વકલધર, હાથમાં છુપી લઇ, પિયગંધર્વ, ધરણિ ગોચર પ્રધાન, સંચરણ-આવરણ-અવતરણ-ઉત્પતની-શ્લેષણીમાં અને સંકામણી-અભિયોગની
SR No.009005
Book TitleAgam Satik Part 14 GnatDharmKatha Sutra Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy