SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૪/૧/૨૪૯ « પર્યાય વડે સિદ્ધિ થાય છે, તે ચોથી અંતક્રિયા છે. અંતક્રિયાની એકરૂપતા હોવા છતાં સાધનાના ભેદથી ચતુર્વિધવ છે. આ સમુદાય અર્થ કહ્યો. અવયવાર્થ આ રીતે - ભગવંતે ચાર અંતક્રિયાઓ કહીં છે “તે ચારના મધ્યે” એવો અર્થ છે. * * - આ અનંતર કહેવાનાર હોવાથી સાક્ષાતુરૂપ તે પહેલી, બીજીની અપેક્ષાએ આધ અંતક્રિયા - અહીં કોઈ પુરુષ દેવલોકાદિમાં જઈને, ત્યાંથી ચાલા કર્મો વડે પ્રત્યાયીત - મનુષ્યત્વ પામ્યો તે અલાકર્મ પ્રત્યાખ્યાત એમ જણાય છે. અથવા એક સ્થળે ઉત્પન્ન થઈને ત્યાંથી અપકર્મી થઈને જ પાછો મનુષ્ય થાય તે અર્થાત લઘુકમપણાએ ઉત્પન્ન. આગળ કહેવાનાર મહાકર્મની અપેક્ષાએ જે ‘a' છે તે સમુચ્ચયાર્ચે છે, પિ - સંભાવનાર્થે છે. આ પક્ષની પણ સંભાવના છે, મવતિ - હોય, છે - આ. દ્રવ્યથી મસ્તક લુચન કરવા પડે અને ભાવથી સગાદિને દૂર કરવાથી, ITR - દ્રવ્યથી ઘર થકી, ભાવથી સંસારાભિનંદી જીવોના નિવાસભૂત અવિવેકરૂપ ઘરથી નીકળીને એમ જાણવું. ‘અનગારિતા' અમારી એટલે ગૃહસ્થ - અસંયત, તેનો નિષેધ કરવાથી અનગારી - સંયત, તેનો ભાવ તે સાધુતા. પ્રજિત એટલે પ્રાપ્ત. અથવા વિભક્તિ પરિણામથી નિર્ગુન્થપણે પ્રવજ્યાને પામેલ. તે કેવો છે ? પૃથ્વી આદિના સંરક્ષણરૂપ સંયમ વડે અધિક તે સંયમ બહુલ અથવા સંયમ જેને વિશેષ છે તે. એ રીતે સંવર બહુલ પણ જાણવું. વિશેષ એ કે આશ્રવ નિરોધ તે સંવર. અથવા ઇન્દ્રિય-કક્ષાયનો નિગ્રહ આદિ ભેદ. અહીં સંવરબલનું ગ્રહણ પ્રાણાતિપાતની વિરતિનું પ્રાધાન્ય જણાવે છે. કહ્યું છે કે - પ્રાણાતિપાતરૂપ એક જ વ્રત સમસ્ત જિનવરોએ કહ્યું છે, બાકીના તેની રક્ષા માટે છે. આ બીજું પણ રાગાદિના ઉપશમયુક્ત ચિત્તની વૃત્તિથી થાય છે, તેથી કહે છે - સમાધિ બહલ. Harfધ - પ્રથમવાહિતા અથવા જ્ઞાનાદિ, વળી સમાધિ સ્નેહરહિતને જ હોય છે, માટે કહ્યું - ‘રૂક્ષ’ . શરીર અને મનમાં દ્રવ્ય-ભાવરૂપ નેહરહિતપણાએ કઠોર, અથવા કર્મમળને દૂર કરે તે કૂવ. આ કઈ રીતે સંવૃત છે, તે કહે છે - તીર - ભવસમુદ્રના પારને પ્રાર્થે છે, ગોવા સ્વભાવવાળો તે તીરાર્થી અથવા તીરસ્થાયી અથવા તીસ્થિતિ. તેથી જ ઉપધાનવાળો - જેના વડે શ્રુત સ્થિર કરાય તે ઉપધાન અર્થાત્ શ્રુતવિષય તપના ઉપચારવાળો, આ કારણથી દુ:ખ થતુ સુખ કે તેના કારણપણાથી કર્મ, તેનો જે ક્ષય કરે તે દુ:ખ ક્ષય, તપના નિમિતે કર્મનું ખપવું થાય છે તેથી કહે છે - ‘તપસ્વી' તપ-અત્યંતર, કર્મરૂપ ધંધનને બાળનાર અગ્નિ જેવો, જેનું નિરંતર શુભ ધ્યાન લક્ષણ છે, તે તપસ્વી. જે આ પ્રકારનો છે તેને તથા પ્રકાર - વર્ધમાન સ્વામી જેવો અત્યંત ઘોર તપ ન હોય, વળી તથા પ્રકાર-અતિ ભયંકર ઉપસર્નાદિ વડે પ્રાપ્ત દુ:ખને વિશે રહેનારી વેદના ન હોય કેમકે તે અવાકર્મ વડે આવેલ છે, તેથી તવાવિધ અભકર્મ પ્રત્યાયાતાદિ વિશેષણસમૂહ યુક્ત પુરુષ બહુકાલીન પ્રવજયા પર્યાય વડે fષત્તિ - અણિમાદિ યોગથી કૃતાર્થ અથવા વિશેષથી મોક્ષગમન યોગ્ય સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ થાય છે. કેમકે સકલ કર્મનાયક મોહનીયનો નાશ કરે છે, તેથી ચાર ઘાતિકર્મના નાશથી યુવતે - કેવળજ્ઞાનભાવથી સર્વ વસ્તુને જાણે છે, તેથી પુતે - ભવોપગાહી કર્મો વડે મૂકાય છે, તેથી નિર્વાતિ - સર્વ કર્મો વડે વિકારના સમૂહનું નિરાકરણ થવાથી શીતળ થાય છે. - x - શારીરિક, માનસિક સર્વે દુઃખોનો અંત કરે છે. જેને તથાવિધ તપ-વેદના નથી તે દીર્ધકાલિન પર્યાય વડે - X - પ્રથમ જિનના પ્રથમ પુત્ર, એક સો પુગમાં મોટો, પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ સમુદ્ર અને હિમવંત પર્વતરૂપ ચાર અંત પૃથ્વીના સ્વામીપણે ચાતુરંત, એવો જે ભરત ચક્રવર્તી, તે પૂર્વભવે લઘુકમ, સવર્થિસિદ્ધ વિમાનથી ચ્યવીને ચકવર્તીપણે ઉત્પન્ન થઈ રાયાવસ્થામાં જ કેવલજ્ઞાન પામીને રોક લાખ પૂર્વની પ્રdયાવાળા, તથાવિધ તપ અને વેદનારહિત જ મોક્ષ પામ્યા. હવે બીજી અંતક્રિયા-પૂર્વની અપેક્ષાએ અન્ય - બીજા સ્થાને કહેવાથી બીજીમહાકર્મીપણે - ગુરકમતાથી પ્રત્યાયાત કે પ્રત્યાજાત, તે મહાકર્મ પ્રત્યાયાત, તેનો ક્ષય કરવાને તથા પ્રકારે ઘોર તપ કરે છે - કર્મોદયથી પ્રાપ્ત એવી વેદના સહે છે. અલપકાળમાં - જે કૃષ્ણના લઘુબંધુ ગજસુકુમાલ, તેને ભગવંત અરિષ્ટનેમિ પાસે પ્રવજ્યા સ્વીકારી, સ્મશાનમાં કાયોત્સર્ગરૂપ મહાતપ કર્યો, શિર પર મૂકેલ જાજવલ્યમાન અંગારાથી ઉત્પન્ન અત્યંત વેદનાવાળા અય એવા પર્યાય વડે સિદ્ધ થયા. શેષ સુગમ છે. હવે ત્રીજી - ચોથા ચક્રવર્તી સનકુમાર, તે મહાતપવાળા, રોગ હોવાથી મહાવેદનાવાળા હતા, તેમણે દીર્ધ પર્યાય વડે તે ભવમાં સિદ્ધિના અભાવે ભવાંતરમાં સિદ્ધિ પ્રાપ્તિરૂપ કરી તે બીજી અંતક્રિયા.. હવે ચોથી - જેમ મરુદેવી, પ્રથમ જિનના માતા સ્થાવરત્વમાં પણ ક્ષીણ પ્રાયઃકર્મવથી અપકમાં, વળી તપ અને વેદનારહિત સિદ્ધ થયા. ઉત્તમ હાથી પર આરૂઢ થયેલા અને આયુ સમાપ્ત થતાં સિદ્ધત્વ પામ્યા.. આ દાણાંન્તિક અર્થોનું સર્વથા સાધર્મ ન વિચારવું. દેશરૂપ દૃષ્ટાંત વિચારવું. કેમકે મરદેવીને ‘મુંડ’ થયા આદિ વિશેષણો ઘટતા નથી, પણ ફળથી સર્વથા સાધર્મ છે. પુરુષ વિશેષની અંતક્રિયા કહી, તેનું સ્વરૂપ નિરૂપણ કરતાં સૂત્રો કહે છે સૂત્ર-૨૫૦ :૧. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - દ્રવ્યથી ઉંચા-ભાવથી ઉંચા, દ્રવ્યથી ઉંચાભાવથી નીચા, દ્રવ્યથી નીઆ ભાવથી ઉંચા, દ્રવ્યથી નીચા ભાવથી નીu. ૨. એ રીતે ચાર પ્રકારે પુરુષો કહા - દ્રવ્યથી ઉંચા ભાવથી ઉંચા તે પ્રમાણે ચાવ4 દ્રવ્યથી નીચા-ભાવથી નીચા. ૩. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - દ્રવ્યથી ઉંચા-ભાવથી શુભ પરિણત દ્રવ્યથી ઉંચા-ભાવથી અશુભ પરિણત દ્રવ્યથી નીચા-ભાવથી શુભ પરિણત, દ્રવ્યથી નીચા-ભાવથી અશુભ પરિણત. ૪. એ રીતે પરપો ચાર પ્રકારે કહ્યા • દ્રવ્યથી ઉંચા અને ભાવથી ઉચ્ચ પરિણd. એ રીતે ચારે ભેદો કહેવા. ૫. ચાર પ્રકારે વૃક્ષો કહે છે - ઉત અને ઉacરૂપ, એ રીતે ચાર ભેછે. ૬. એ પ્રમાણે ચાર પ્રકારે પુરુષો કા - ઉid અને ઉicરૂપ . ચાર ભેદ
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy