SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ 5/3/506,503 221 (111) નથી તેમ કેવળજ્ઞાન પણ વિપર્યય યુક્ત ન હોય. ઉત્તમપણાથી, યતિરૂપ સ્વામિત્વથી અને અંતે લાભ થવાથી અંતે કેવળજ્ઞાનનો ઉપન્યાસ છે. મતિ શ્રત પરોક્ષ છે, શેષ પ્રત્યક્ષ છે. ઉક્ત જ્ઞાનને આવક જ્ઞાનાવરણ કર્મ છે, તેથી તેનું સ્વરૂપ [50] સુખ સગમ છે. જ્ઞાનાવરણ કર્મ કહ્યું. તેનો નાશ કરવા માટે ઉપાયવિશેષ સ્વાધ્યાયના ભેદો કહે છે– * સૂત્ર-૫૦૮ થી પ૧૦ - [58] સ્વાધ્યાય પાંચ ભેદ કહ્યા છે, તે આ - વાસના, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા, ધર્મકથા... [59] પચ્ચકખાણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - શ્રદ્ધાનું શુદ્ધ, વિનય શુદ્ધ, અનુભાષણમાં શુદ્ધ, અનુભાવની શુદ્ધ, ભાવ શુદ્ધ [51] પ્રતિકમણ પાંચ ભેદે કહ્યું છે, તે આ - આશ્રયદ્વાર, મિયાત્વ, કષાય, યોગ, ભાવ-પ્રતિક્રમણ. * વિવેચન-૫૦૮ થી 510 : [58] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - મુ - શોભન, મ - મર્યાદા વડે, અધ્યયન : શ્રતને અધિક અનુસરવું, તે સ્વાધ્યાય... જે શિષ્યને કહે છે, શિષ્ય પ્રતિ ગુરનો પ્રયોજક ભાવ તે વાચના... વાચના લીધેલ શિષ્યને સંશયાદિ ઉત્પતિમાં પુનઃ પૂછવું - પૂર્વે ભણેલ સૂાદિની શંકાદિમાં પ્રશ્ન કરવો તે પૃચ્છના... પૂછવાથી વિશેષ શુદ્ધ થયેલું સૂત્રનું વિસ્મરણ ન થાય તે માટે પરિવર્તના કરવી અર્થાત્ સૂગનું ગુણન કરવું... સૂગ માફક અર્થમાં પણ વિસ્મૃતિ સંભવે છે, તેથી અર્થ વારંવાર વિચારવા યોગ્ય છે, માટે અનપેક્ષવું તે અનુપેક્ષા અથવું વિચાર્યું. એમ અભ્યસ્ત શ્રતથી ધર્મકથા કરવા યોગ્ય છે. ધૃતરૂપ ધર્મની જે કથા તે ધર્મકથા. [59] ધર્મકથારૂપ મંચન વડે સારી રીતે મંથન કરેલ છે જેણે એવા ભવ્ય જીવો શુદ્ધ પ્રત્યાખ્યાન સ્વીકારે છે, માટે પ્રત્યાખ્યાન કહે છે. પ્રતિ - નિષેધથી, - મર્યાદા વડે, ધ્યાન - કવન તે પ્રત્યાખ્યાન. તેમાં શ્રદ્ધાન વડે - એવા પ્રત્યય લક્ષણ વડે નિસ્વધે તે શ્રદ્ધાન શુદ્ધ. શ્રદ્ધાનના અભાવે પ્રત્યાખ્યાન અશુદ્ધ થાય છે. એ રીતે સર્વત્ર જાણવું અહીં નિર્યુક્તિની ગાથાઓ કહે છે– (1) સર્વજ્ઞ પ્રત્યાખ્યાન કહ્યું છે, જે મનુષ્ય સદ્હે છે તેને તું શુદ્ધ શ્રદ્ધાનું જાણ. (2) જે જીવ મન-વચન-કાય ગુપ્ત થઈને કૃતિકર્મની અન્યૂનાધિક વિશુદ્ધિને પ્રયોજે છે, તે વિનયશુદ્ધ જાણ. (3) અનુભાષણ શુદ્ધ આ પ્રમાણે - વંદન કરીને પ્રત્યાખ્યાન કરતો, ગુરુ સમુખ અંજલિ જોડેલ શિષ્ય અક્ષર, પદ, વ્યંજન વડે પરિશુદ્ધ ગુના વચનને અનુસરીને બોલે તે અનુભાષણા શુદ્ધ જાણ. વિશેષ એ કે ગુર વોસિર બોલે, શિષ્ય affમ બોલે. (4) અનુપાલના શુદ્ધ આ પ્રમાણે - મહા અરણ્યમાં, દુર્મિક્ષમાં, આતંકમાં, Adhayan-6\Book-6C Saheib| રરર સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ મહારોગ ઉત્પન્ન થવા છતાં જે પાલન કર્યું પણ ભાંગ્યું નહીં તેને તું અનુપાલના શુદ્ધ જાણ... (5) ભાવશુદ્ધ આ પ્રમાણે - રાગ વડે, હેપ વડે ઇહલોકાદિ આશંસારૂપ પરિણામ વડે જે દૂષિત ન હોય તે ચોક્કસ પ્રત્યાખ્યાન ભાવવિશુદ્ધ જાણવું. નિયુક્તિમાં છઠું જ્ઞાનશુદ્ધ પણ કહેલું છે. કહ્યું છે કે - જે કાળમાં જે કલાને વિશે મૂલગુણ-ઉત્તરગુણોના શુદ્ધ જાણ. - - - અહીં પાંચ સ્થાનકના અનુરોધથી છઠું પ્રત્યાખ્યાન કહ્યું નથી અથવા શ્રદ્ધાન શુદ્ધ પદ વડે સંગ્રહ કરેલ છે, કારણ કે શ્રદ્ધાનનું જ્ઞાન વિશેષપણું હોય છે. | [51] પ્રત્યાખ્યાન કસ્વા છતાં કદાયિતુ અતિચાર સંભવે છે તેથી પ્રતિક્રમણ કરવું જોઈએ, માટે પ્રતિક્રમણનું નિરૂપણ કરે છે પ્રતિકૂળ મUT - ગમન કરવું તે પ્રતિક્રમણ. કહેવા માંગે છે કે - શુભ યોગોથી અશુભ યોગો પ્રત્યે ગયેલનું શુભ યોગોને વિશે પાછું આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે - પ્રમાદના વશી પોતાના સ્થાનથી પરસ્થાનમાં ગયેલ જીવનું જે ફરીથી સ્વસ્થાનમાં જ જવું તે પ્રતિક્રમણ કહેવાય... અથવા ક્ષાયોપથમિક ભાવથી ઔદયિક ભાવને વશ થયેલ જીવનું ફરીને ક્ષાયોપથમિક ભાવમાં આવવું તે પ્રતિક્રમણ. વિષયના ભેદથી પ્રતિક્રમણ પાંચ પ્રકારે છે, તેમાં પ્રાણાતિપાત આદિ આશ્રવના દ્વારોથી પ્રતિક્રમણ - તિવર્તવું અત્ ફરી ન કરવું તે આશ્રયદ્વાર પ્રતિક્રમણ - અર્થાતુ અસંયમનું પ્રતિક્રમણ. આભોગ, અનાભોગ, સહસાકાર વડે મિથ્યાત્વમાં જવાની નિવૃત્તિ કરવી તે મિથ્યાત્વ પ્રતિક્રમણ... એ રીતે કષાયથી નિવર્તવું તે કષાય પ્રતિક્રમણ... યોગનું પ્રતિકમણ તે અશુભ મન-વચન-કાયાના વ્યાપારોનું વિવર્તન કર્યું, તે વિશેષરૂપે અવિવક્ષિત આશ્રવ આદિનું પ્રતિક્રમણ જ ભાવ-પ્રતિક્રમણ છે. કહ્યું છે - સ્વયં જે મન, વચન, કાયાથી મિથ્યાત્વાદિને પામતો નથી, અન્યને પમાડતો નથી અને અનુમોદનતો નથી તેને ભાવ પ્રતિક્રમણ કહેલ છે. વિશેષ વિવક્ષામાં તો ઉકત ચાર ભેદો છે. કહ્યું છે - (1) મિથ્યાત્વનું પ્રતિકમણ, (2) અસંયમનું પ્રતિકમણ, (3) કષાયોનું પ્રતિક્રમણ, (4) અપશસ્ત યોગોનું પ્રતિકમણ, ભાવ પ્રતિક્રમણ તો મૃત વડે ભાવિતા મતિવાળાને હોય છે માટે વાચના યોગ્ય, શીખવવા યોગ્ય શ્રત છે, તેથી તેને કહે છે– સૂત્ર-૫૧૧ - પાંચ કારણે મૃતની વાચના આપવી. તે * સંગ્રહાણે, ઉપગ્રહ અર્થે, નિર્જાયેં મરું શ્રત પાકું થશે તે માટે શ્રુત અવિચ્છિન્નતાર્થે પાંચ કારણે યુતને શીખવવું. તે * જ્ઞાનાર્થે, દર્શનાર્થે, ચાસ્ટિાર્ગે, વ્યગ્રહને છોડાવવા માટે, યથાર્થ પદાર્થના જ્ઞાન માટે. * વિવેચન-પ૧૧ - સૂગ સુગમ છે. વિશેષ એ કે - મુ - શ્રુત કે સૂત્ર માગને ભણાવો. તેમાં શિણોને શ્રુતનું ગ્રહણ, તે જ પ્રયોજન માટે - સંગ્રહરૂપ પ્રયોજનને માટે કે સંગ્રહ E:\Maha
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy