SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પ/૩/૪૮૮ થી 42 213 શ્રમણો પાંચ પ્રકારે - નિર્મન્થો, શાક્ય, તાપસ, ઐરિક, આજીવિક, શાક્ય વનપકો આ પ્રમાણે - ચિત્રકાર્યમાં સ્થિર રહેલાની જેમ કરણાવાળા અને દાનરચિવાળા શાક્યાદિકો ભોજન કરે છે, તેથી તેમને અવશ્ય ભોજન આપવું. વિષયમૃદ્ધ બ્રાહ્મણોને અપાયેલ દાન પણ જો નાશ પામતું નથી તો પછી યતિઓને આપેલ દાન કેમ નાશ પામે ? એ રીતે તાપસ વનપક આદિ પણ જાણવા. વનપક કહ્યો. તે સાધુ વિશેષ છે અને સાધુ અચેલક હોય, તેથી અચેલકત્વ પ્રશંસા સ્થાનો * સૂગ-૪૯૩ થી 45 : [49] પાંચ કારણે અન્યલક સાધુ પ્રશસ્ત થાય છે - (1) અલ્ય પ્રત્યુપેક્ષા, (ર) પ્રશસ્ત લાદવપણું, (3) વૈશ્ચાસિકરૂપ, (4) અનુજ્ઞાતિ તપ અને (5) મહાન ઇન્દ્રિય નિગ્રહ.. [49] ઉત્કટ પુરુષ પાંચ કહ્યા. (1) દંડ ઉcકટ, (2) રાજ્ય ઉcકટ, (3) સ્તન ઉત્કટ, (4) દેશ ઉકટ, (5) સવ ઉcકટ.. * વિવેચન-૪૯૩ થી 45 : [43] સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - જેને વસ્ત્ર વિધમાન નથી તે અચેલક, તે જિનકભી વિશેષ છે, વસ્ત્રના અભાવથી જ હોય છે. - x * તેમાં વિકલ્પી મુનિ લા, લા મૂરાવાળા, પ્રમાણોપેત, જીર્ણ, મલિન વાયુક્ત હોવાથી ચેલક કહેવાય છે.... તીર્થકર અને ગણધરાદિ વડે પ્રશરત છે. અચલકને અા પ્રત્યુપેક્ષા જાણવી કેમકે પડિલેહણીય તથાવિધ ઉપધિનો અભાવ હોય છે, તેથી સ્વાધ્યાયાદિની હાનિ થતી નથી. લઘુનો ભાવ તે લાઘવ, તે જ લાઘવિક દ્રવ્યથી અને ભાવથી પણ રામના વિષયના અભાવથી પ્રશસ્ત-અનિંધ હોય છે. તેવા સાધુનો વેશ નિર્લોભતા સૂચક હોવાથી વિશ્વાસ પ્રયોજનભૂત છે. ઉપકરણ સંલીનતારૂપ તપ જિનેશ્વરોને અનુજ્ઞાત-સંમત છે. તથા મહાન ઇન્દ્રિયનિગ્રહ થાય... ઉપકરણ વિના સ્પર્શ પ્રતિકૂળ શીત, વાત, તાપાદિ સહન થતા નથી તેથી ઉપકરણ ધર્મ સહાયક છે. | [494] ઇન્દ્રિય નિગ્રહ સત્વથી ઉત્કટ પુરષો વડે જ શક્ય છે, માટે ઉકટના ભેદો કહે છે. તેમાં વિશેષ એ કે - આકરા કે વૃદ્ધિવાળા, તેમાં દંડ-આજ્ઞા કે અપરાધને વિશે દંડવું કે જેને પ્રકટ સૈન્ય છે તેના વડે * આજ્ઞા આદિ વડે જ આકરો છે તે દંડ ઉત્કટ અથવા દંડ વડે વૃદ્ધિને પામે તે દંડોકટ. આવી રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે - જ - પ્રભુતા, સૈન - ચોર લોકો, રેઝ - મંડલ અને સર્વ - બધાનો સમુદાય. [495] અસંયત, દંડાદિ વડે આકરો હોય છે, સંયત તો સમિતિઓ વડે કિટ હોય છે, માટે સમિતિઓને કહે છે. - સૂત્ર સુગમ છે. વિશેષ એ કે - સન્ - એકીભાવ વડે. ત - પ્રવૃત્તિ, તે સમિતિ. અર્થાત સારા એકાગ્ર પરિણામની ચેષ્ટા. જવું તે ઈય, તેમાં સમિતિ તે ઈર્ષા સમિતિ. કહ્યું છે કે 214 સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ - રથ અને ગાડું વગેરે વાન કે અશ્વાદિ વાહનો વડે ગમન કરાયેલ, સૂર્યના કિરણો વડે તપેલ, અચિત અને વિવિક્ત, યુગમગ દૈષ્ટિ વડે જોઇને ગમનાગમન તે ઇચસમિતિ. બોલવું તે ભાષા, તેમાં સમિતિ તે ભાષા સમિતિ. કહ્યું છે કે - હિત- મિત - સંદેહરહિત અર્ચનું કહેવું તે ભાષા સમિતિ. ગવવું તે એષણા, ગવેષણ - ગ્રહણ - ગ્રાસની એષણાના ભેદો અથવા શંકાદિ લક્ષણવાળા ભેદોમાં સમિતિ તે એષણા સમિતિ. કહ્યું છે કે - ગૌરી ગયેલ સાધુએ સમ્યક્ ઉપયોગ વડે નવ કોટિથી સર્વથા શુદ્ધ આહારાદિ ગ્રહણ કરવા યોગ્ય છે. તમામ ઉપધિને લેવા-મૂકવાના વિષયમાં સુંદર ચેટા તે આદાત ભાંડ મામ નિફોપણા સમિતિ. અહીં પૂર્વોક્ત અપમાર્જિત આદિ સાત ભાંગા છે... ઉચ્ચાર, પ્રસવણ, ખેલ, સિંઘાણ, જલની પરિઠાપનિકા, તેમાં સમિતિ તે પારિષ્ઠાપનિકા સમિતિ. તેમાં વ્વર - વિષ્ટા, પ્રવળ - મૃગ, હેત - ગ્લેમ, નટ્સ - મેલ, સિથાન - નાકના લેખ. - X - સમિતિ પ્રરૂપણા જીવ રક્ષાર્થે છે. તેથી જીવ સ્વરૂપ પ્રતિપાદન કરે છે– * સૂત્ર-૪૯૬ થી પ૦૩ :[496] - (1) સંસારી જીવો પાંચ ભેદે કહ્યું - એકેન્દ્રિયથી પંચેન્દ્રિય. (2) એકેન્દ્રિયો પાંચ ગતિ અને પાંચ આગતિવાળા છે. તે આ રીતે - એકેન્દ્રિય એકેન્દ્રિયમાં ઉપજતો એકેન્દ્રિય યાવત પંચેન્દ્રિયમાંથી આવીને ઉપજે તે જ કેન્દ્રિય જાવ. તે એકેન્દ્રિયને છોડતો એકેન્દ્રિયથી પંચેન્દ્રિયપણામાં જય... (3) બેન્દ્રિય જીવો પાંચ ગતિ - પાંચ ગતિવાળા પૂર્વવત જાણવા... (4 થી 6) એ રીતે ચાવતુ પંચેન્દ્રિયો પાંચ ગતિ - પાંચ આગતિવાળા કહ્યા છે. ચાવતુ પંચેન્દ્રિયમાં ઉપજે. () સર્વે જીવો પાંચ ભેદે કહ્યા - ક્રોધકથાયી યાવતું લોભકષાયી અને કપાયી. અથવા સર્વે જીવો પાંચ ભેદે કહ્યા છે. તે આ પ્રમાણે * નૈરયિક યાવતું દેવ અને સિદ્ધો. [49] હે ભગવન વટાણા, મસૂર, તલ, મગ, અડદ, વાલ, કળથી, ચોળા, તુવેર અને કાળા ચણા - આ ધાન્યોને કોઠામાં નાંખ્યા હોય. તો જેમ [ત્રીજા સ્થાનમાં] શાલિમાં કહ્યું, તેમ ચાવ4 કેટલો કાળ તેની યોનિ સચિવ રહે ? હે ગૌતમાં જન્મથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી. ત્યારપછી ચોન પ્લાન થાય યાવત્ નાશ પામે. [498) : (1) પાંચ સંવત્સરો કહ્યા. તે આ - નક્ષત્ર, યુગ, પ્રમાણ, લક્ષણ અને શનૈશ્વર સંવત્સર.. - () યુગ સંવત્સર પાંચ ભેદે છે, તે આ - ચંદ્ર, ચંદ્ર, અભિવર્ધિત, ચંદ્ર, અભિવર્ધિતા.. -
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy