SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૫/૨/૪૬૫ થી ૪૬૯ ૧૯૧ [૪૬૯] તળવળક્ષફ ત્તિ તૃણવનસ્પતિ એટલે બાદર વનસ્પતિ, અગ્રબીજ આદિના ક્રમથી કોરંટક, ઉત્પલ કંદ, વાંશ, શલ્લકી તથા વડ વગેરે જાણવા. આની વ્યાખ્યા પૂર્વે કરેલ છે. - સૂત્ર-૪૭૦,૪૭૧ : [૪૭૦] આચારો પાંચ પ્રકારે કહેલા છે. તે આ પ્રમાણે - જ્ઞાનાચાર, દર્શનાચાર, ચામિાચાર, તપાચાર અને વીયચિાર. [૪૭૧] આચારપ્રકલ્પ પાંચ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે - (૧) માસિક ઉદ્ઘાતિત, (ર) માસિક અનુદ્ઘાતિક, (૩) ચાતુમિિસક ઉદ્ઘાતિત, (૪) ચાતુમસિક અનુદ્ઘાતિક, (૫) આરોપણા. આરોપણા પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે - પ્રસ્થાપિતા, સ્થાપિતા, કૃત્સના, અકૃતના અને હાડહડા. • વિવેચન-૪૭૦,૪૭૧ -- [૪૭૦] આચરવું તે આચાર અર્થાત્ જ્ઞાન આદિ વિષયમાં આસેવા. જ્ઞાનાચાર કાલ આદિ આઠ ભેદે છે. દર્શનાયાર - દર્શન એટલે સમ્યકત્વ અને તેનો આચાર નિઃશંકિતાદિ આઠ પ્રકારનો છે. ચાસ્ત્રિાચાર - સમિતિ અને ગુપ્તિના ભેદથી આઠ પ્રકારનો છે, તપાચાર - અનશન આદિ ભેદથી બાર પ્રકારનો છે. વીર્યનો આચાર આજ્ઞાદિમાં જે વીર્યનું ન ગોપવવું તે જ છે. [૪૭૧] આવાર - પહેલું અંગ સૂત્ર, તેના પદ વિભાગ સામાચારી લક્ષણપ્રકૃષ્ણકલ્પ - ઉત્કૃષ્ટ આચારનો કહેનાર હોવાથી પ્રકલ્પ તે આચારપ્રકલ્પ અર્થાત્ નિશીથ અધ્યયન. તે પાંચ ભેદે છે. કેમકે - તે પાંચ પ્રકારના પ્રાયશ્ચિત્તને કહેનાર છે. તે આ પ્રમાણે– નિશીથ સૂત્રના (૧) કોઈ ઉદ્દેશકમાં લઘુમાસ પ્રાયશ્ચિતની પ્રાપ્તિ કહેવાય છે. (૨) કોઈ ઉદ્દેશકમાં ગુરુમાસની પ્રાપ્તિ કહી છે. (૩) એ રીતે લઘુ ચાતુર્માસ, (૪) ગુરુ ચાતુર્માસ અને (૫) આરોપણ કહેલ છે. તેમાં માસ વડે થયેલું તે માસિક તપ, તે ઉદ્દાત - ભાગ પાડેલ છે જેમાં તે ઉદ્ઘાતિક અર્થાત્ લઘુ. કહ્યું છે કે - અનેળ છિન્નમમં આ ગાથાની ભાવના માસિક તપને આશ્રીને બતાવાય છે. અર્ધ માસ વડે છેદેલ માસના શેષ પંદર દિવસ, તે માસની અપેક્ષાઓ પૂર્વના અર્થાત્ પચીશ દિવસના અદ્ધ ભાગ વડે - સાડા બાર દિવસ વડે યુક્ત કરેલ સાડા સત્યાવીશ દિવસો થાય છે. આ લઘુ માસિક પ્રાયશ્ચિત આપવું અને ગુરુ માસિક પ્રાયશ્ચિત્ત તો તેટલું જ અર્થાત્ ત્રીશ દિવસનું આપવું. આરોપા તો વડાવળત્તિ મળયં ોફ અર્થાત્ પ્રાયશ્ચિત્તમાં ઉમેરો કરવો તે આરોપણ કહેવાય છે. જે સાધુ, જેમ અતિચારને સેવેલ છે તેમજ આલોચના કરે છે, તેને પ્રતિસેવા વડે થયેલ જ લઘુમાસ, ગુરુમાસ વગેરે પ્રાયશ્ચિત્ત અપાય છે અને જે સાધુ, જેમ અતિચાર સેવેલ છે તેમ આલોચના કરતો નથી તેને તેટલું જ પ્રાયશ્ચિત્ત અપાય છે, અને માયા વડે થયેલું અન્ય વધારાનું પ્રાયશ્ચિત અપાય છે તે આરો૫ણા. સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૨ આરોવળે ત્તિ, ઉક્ત સ્વરૂપ વાળી આરોપણા. પટ્ટવિત્તિ ઘણાં પ્રાયશ્ચિતના આરોપણને વિશે જે ગુરુમાસ આદિ પ્રાયશ્ચિતને પ્રસ્થાવે છે - વહન કરવાનું શરૂ કરે છે, તેની અપેક્ષાએ પ્રસ્થાપિત કહેવાય છે. ૧૯૨ રુવિય ત્તિ, જે પ્રાયશ્ચિત્ત મળ્યું તે પ્રાયશ્ચિતને સ્થાપન કર્યું પરંતુ વહન કરવું શરૂ કર્યુ નથી કેમકે આચાર્યાદિની વૈયાવચ્ચ કરવા માટે, તે પ્રાયશ્ચિત્તને વહન કરતો વૈયાવૃત્યને કરી શકતો નથી અને વૈયાવચ્ચની સમાપ્તિમાં તો કરશે જ તે માટે સ્થાપિતા કહેવાય છે. નૃત્સ્ના - જેમાં ઝોષ ઓછું કરાતું નથી. ઝોષ એટલે આ તીર્થમાં છ માસ પર્યન્ત જે તપ છે તે કારણથી છ માસની ઉપર જે માસોને પ્રાપ્ત થયેલ અપરાધી હોય તેઓને ક્ષપળ - તપનું અનારોપણ છે, જેમ પ્રસ્થમાં ચાર સેતિકાથી વધારે ધાન્યનું ઝાટન થાય છે તેમ. ઝોષના અભાવથી તે પરિપૂર્ણા છે, તેથી કૃના કહેવાય છે. અમૃતના એટલે જેમાં છ માસથી અધિક છે તે આરોપણાને જ ઝોષાય છે, કેમકે છ માસથી અધિક તપને દૂર કરવાથી પરિપૂર્ણ છે. ક ́તિ જે લઘુમાસ અને ગુરુમાસાદિ પ્રાયશ્ચિત્ત પ્રાપ્ત થયેલ હોય તે જે આરોપણના વિશે સધ જ અપાય છે હાડહડા કહેવાય છે. તેનું વિશેષ સ્વરૂપ નિશીથ સૂત્રના વીશમાં ઉદ્દેશકથી જાણવું. આ સંયત અને અસંયતગત વસ્તુ વિશેષોનો વ્યતિકર મનુષ્યક્ષેત્રને વિશે જ હોય છે માટે મનુષ્યક્ષેત્રમાં વર્તતી વસ્તુઓને બંધૂીવે - આદિથી આરંભીને સુવારા નસ્થિ ત્તિ. આ અંત્ય ગ્રંથ વડે કહે છે— • સૂત્ર-૪૭૨,૪૭૩ : [૪૨] - (૧) જંબૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા નામક મહાનદીની ઉત્તર દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - માલ્યતંત, ચિત્રકૂટ, પદ્મકૂટ, નલિનકૂટ, એકલ. (ર) જંબુદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પૂર્વ દિશામાં સીતા મહાનદીની દક્ષિણ દિશામાં પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - ત્રિકૂટ, વૈશ્રમણકૂટ, અંજન, માતંજન, સૌમનસ. (૩) જંબૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં સીતોદા મહાનદીની દક્ષિણ દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે. તે આ પ્રમાણે - વિધુત્વભ, અંકાવતી, પદ્માવતી, આશીવિષ, સુખાવહ. (૪) જંબુદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની પશ્ચિમ દિશામાં સીતોદા મહાનદીની ઉત્તર દિશાએ પાંચ વક્ષસ્કાર પર્વતો કહેલા છે તે આ પ્રમાણે - ચંદ્રપર્વત, સૂર્યપર્વત, નાગપર્વત, દેવપર્વત, ગંધમાદન. (૫) જંબૂદ્વીપ નામક દ્વીપના મેરુ પર્વતની દક્ષિણ દિશામાં દેવકુર નામના કુરુક્ષેત્રમાં પાંચ મહાદ્રહો કહેલા છે તે આ પ્રમાણે - નિષધદ્રહ, દેવકુરુદ્રહ, સૂર્યદ્રહ, સુલસદ્રહ, વિદ્યુતપભ.
SR No.008997
Book TitleAgam Satik Part 06 Sthananga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy