SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ 248 સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૨ 22 -804 243 એવું કહે છે કે - અમે મુંડ થઈને ચાવત દીક્ષા લેવા સમર્થ નથી. તથા ચૌદશ, આઠમ, પૂનમ, અમાસમાં યાવતુ પૌષધ દ્રતાને પાળતા વિચરા પણ સમર્થ નથી. અમે અપશ્ચિમ મરણાંતિક લેખનાનું સેવન કરીને ભોજન-પાનનો ત્યાગ કરીને ચાવતું કાળની અપેક્ષા રાખ્યા વિના વિચારીશું. અમે ત્રણે કરણ અને ત્રણે યોગથી સવથિા પ્રાણાતિપાત યાવતું સવા પરિગ્રહનો ત્યાગ કરીશું. મારા માટે કંઈપણ કરવું-કરાવવું નહીં યાવત સંથારામાં રહીને તેઓ જે કાળ કરે તો તમે તેને સમ્યક કાળગત કહેશો? હા તેમ કહેવાય. તેઓ પાણી પણ કહેવાય - વાવ - શ્રાવકના વ્રતને નિર્વિષય બતાવવાનો તમારો મત ન્યાય સંગત નથી. ભગવત ગૌતમે ફરી કહ્યું - કેટલાંક એવા મનુષ્યો હોય છે . જેવા કે - મહાન ઇચ્છાવાળા મહારંભી, મહાપરિગ્રહી, અધાર્મિકા યાવતુ દુuત્યાનંદા યાવતુ નવજીવ સર્વથા પરિગ્રહથી આપતીવિરત. શ્રાવકના વ્રત ગ્રહણથી મૃત્યુપર્યા તેમની હિંસાનો ત્યાગ હોય છે. તે અધાર્મિક પુરુષ આયુષ્ય છોડીને, પોતાના પાપકર્મ સાથે દુગતિમાં જાય છે. તે પાણી પણ કહેવાય અને બસ પણ કહેવાય છે. તે મહાકાય, ચિરસ્થિતિક હોય છે, તેઓ સંખ્યામાં ઘણાં હોય છે, શ્રાવકને વ્રતગ્રહણથી મરણપર્યન્ત તેમને ન હણવાનો નિયમ છે, તેથી શ્રાવક મહાન પાણીદંડથી વિરત થયેલા છે. માટે તેના વ્રતને નિર્વિષય કહેવું ન્યાયી નથી. ભગવંત ગૌતમ કહે છે . કેટલાંક મનુષ્યો હોય છે. જેમકે - આરંભ અને પરિગ્રહથી રહિત, ધાર્મિક, ધમનુજ્ઞ યાવતુ જાવજીવ સવા પરિગ્રહથી પ્રતિવિરત હોય છે. જેમની હિંસાનો શ્રાવકોને બતાહણથી મરણપર્યન્ત ભાગ હોય છે તેવા ધાર્મિક પરય કાળ અવસરે કાળ કરીને પુણચકર્મ સહિત સ્વર્ગે જાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે. યાવત તમરું તેના પ્રતાના વિષયમાં કથન તૈયાચિક નથી. ભગવન ગૌતમ કહે છે કે એવા કેટલાંક મનુષ્યો હોય છે, જેમકે અલ્પ ઇચ્છાવાળા, અલારંભી, અRI પરિગ્રહી, ધાર્મિક, ધમનુજ્ઞ વાવતુ તેઓ પ્રાણાતિતથી પરિગ્રહપર્ચત દેશથી વિરત હોય છે. જેમને શ્રાવક વ્રતગ્રહણથી મરણપર્યન્ત દંડ દેવાનો ભાગ છે. તે ત્યાંનું આવું છોડીને વીમાન આયુ ભોગવીને, પુચકર્મ સાથે શુભગતિમાં જાય છે. તેઓ પાણી પણ કહેવાય છે * ચાવતુ - તમારો મત ન્યાયસંગત નથી. ભગવદ્ ગૌતમ કહે છે - કેટલાંક મનુષ્યો એવા હોય છે - વનવાસી, ગ્રામબાહવાસી, ગામનિકટવાસી, ગુપ્ત રાહચિક. શ્રાવકે તેમને દંડ દેવાનો ત્યાગ કરેલ છે. તેઓ બહુ સંયત નથી કે પ્રાણી, ભૂત, જીવ, સત્વોની હિંસાથી બહુ વિરતું નથી. પોતાની મેળે સાચું-જૂહું કહે છે. જેમકે મને ન હણો, બીજાને હણો : યાવત : કાળ માસે કાળ કરીને અન્યતર આસુરિક કિબિષિકપણે રાવત ઉત્પન્ન થાય છે. ત્યાંથી સતીને વારંવાર જન્મમૂક કે જન્માંધરૂપે ઉત્પન્ન થાય છે. તેઓ પ્રાણી પણ કહેવાય છે યાવતું તમારું કથન ન્યાયયુકત નથી. ભગવંત ગૌતમ કહે છે - કેટલાંક પ્રાણી દીધયુિક હોય છે. જેમના વિષયમાં શ્રાવકને વ્રતગ્રહણથી જીવનપર્યન્ત રાવત દંડ ન દેવાનું પચ્ચખાણ હોય છે. તેઓ પૂર્વે જ કાળ કરીને પરલોકમાં જાય છે. તેવા જીવો પાણી પણ કહેવાય છે, ત્રસ પણ કહેવાય છે તે મહાકાય, ચિરસ્થિતિક, દીધયુિષ્કા છે. આવા પ્રાણીની સંખ્યા ઘણી છે. તેમના વિષયમાં શ્રાવકનું પ્રત્યાખ્યાન શોભન હોય છે યાવતુ તમે ન્યાયી નથી. ભગવન ગૌતમ કહે છે . કેટલાંક પ્રાણી સમાયુક હોય છે. જેમના વિષયમાં શ્રાવકને જીવનપર્યન્ત ચાવ4 હિંસા ન કરવાનો નિયમ છે. તેઓ આપમેળે કાળ કરીને પરલોકે જાય છે. તેઓ પ્રાણી કહેવાય છે અને ત્રણ પણ કહેવાય છે. તે મહાકાયા, સમાયુકા ઘણી સંખ્યામાં છે, જેના વિષયમાં શ્રાવકને સુપ્રત્યાખ્યાન હોય છે. ચાવતું આપનું કથન ન્યાયસંગત નથી. ભગવાન ગૌતમે કહ્યું - કેટલાંક પ્રાણી ઘાયુ હોય છે. જેમને શ્રાવકો જીવનપર્યન્ત દંડ દેતા નથી. તે પૂર્વે જ કાળ કરીને પરલોકમાં જાય છે. તે પાણી પણ કહેવાય * કસ પણ કહેવાય છે. તે મહાકાય, અાય પ્રાણી ઘણી સંખ્યામાં છે, જેમના વિષયમાં શ્રાવકોનું સુપત્યાખ્યાન થાય છે ચાવ4 આપનું કથન નૈયાયિક નથી. ભગવન ગૌતમ કહે છે - એવા કેટલાંક શ્રાવકો હોય છે, તેઓએ પૂર્વે એવું કહ્યું છે કે - અમે મુંડ થઈને ચાવત દીક્ષા લેવા સમર્થ નથી. અમે ચૌદશઆઠમ-પૂનમ-અમાસમાં પતિપૂર્ણ પૌષધ પાળવાને પણ સમર્થ નથી. અમે અપશ્ચિમ મારણાંતિક સંલેખના કરવા પણ સમર્થ નથી. અમે તો સામાયિક, દેશાવકાસિક ગ્રહણ કરીને રોજ પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ દિશામાં જવા-આવવાની મર્યાદિત કરીને યાવતું સર્વ પ્રાણોથી સર્વ સવોના દંડનો ત્યાગ કરીશું. સર્વ પ્રાણ-ભૂતજીવ-ન્સવોને ક્ષેમંકર થઈશું. વ્રત ગ્રહણના સમયથી જે મસ પાણીને દંડ આપવાનું શ્રાવકે જીવનપર્યા છોડી દીધેલ છે. તેઓ આ પૂર્ણ કરીને મર્યાદિત ભૂમિની બહાર ત્રસરૂપે ઉત્પન્ન થાય છે. યાવતુ તેમના વિષયમાં પણ શ્રાવકનું પ્રત્યાખ્યાન સુપ્રત્યાખ્યાન હોય છે. તેઓ પાણી પણ કહેવાય છે. યાવતું શ્રાવકોના વતને નિર્વિષણ બતાવવું તે ન્યાયયુક્ત નથી. વિવેચન-૮૦૪ - ફરી ગૌતમ સ્વામી ઉદકને કહે છે - ઘણાં પ્રકારે બસજીવોનો સદ્ભાવ સંભવે છે. સંસાર તેના વિનાનો ખાલી નથી. તે ખાલી ન હોવાથી શ્રાવકને ગસ-વધ નિવૃત્તિરૂપ પ્રત્યાખ્યાન નિર્વિષય નથી. હવે ઘણાં પ્રકારે બસના સંભવ વડે સંસારની અશૂન્યતા દર્શાવે છે. ગૌતમસ્વામીએ કહ્યું - કેટલાંક શ્રાવકો શાંતિપ્રધાન હોય છે. તેઓ આવું કહે તે સંભવે છે - શ્રાવકોને આવા વચનનો સંભવ છે - અમે દીક્ષા લેવા સમર્થ નથી, પણ અમે ચૌદશઆઠમ-પૂનમ-અમાસમાં સંપૂર્ણ પૌષધ - આહારત્યાગ, શરીર સકાર ત્યાગ, હાચર્ય,
SR No.008995
Book TitleAgam Satik Part 04 Suygadanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy