SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ 1/10/-/493 થી 496 225 કહ્યું છે કે - જે પૂર્વે ભોગ ભોગવ્યા હોય, ગીતાર્થ અને ભાવિત હોય તો પણ સારા આહાર આદિમાં તે જલ્દી ક્ષોભ પામે છે. તથા સંયમમાં ધૈર્ય રાખે તે પૃતિમાનું તે અત્યંતર બાહ્ય પરિગ્રહથી મુક્ત હોય તથા વસ્ત્રપાનાદિ થકી પૂજનનો અર્થી ન હોય તથા સ્તુતિ, કીર્તિનો અભિલાષી ન થાય. કેમકે કીર્તિનો અર્થી ઉત્તમ ક્રિયા ન કરે. અધ્યયનનો ઉપસંહાર કરે છે [496] ઘરથી નીકળીને, દીક્ષા લઈને જીવિતપણાની ઇચ્છા ન રાખે, શરીરનો મોહ છોડી, નિપતિકમાં થઈ ચિકિત્સાદિ ન કરાવતો, નિદાન સહિત બને અને જીવન કે મરણને ન વાંછે. સાધુ સંસાર વલય અથવા કર્મબંધનથી મુક્ત થઈ સંયમાનુષ્ઠાન કરે. શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૦ “સમાધિ”નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ સૂત્રકૃતાંગસૂત્ર સટીકઅનુવાદ/૧ છે શ્રુતસ્કંધ-૧ અધ્યયન-૧૧ “માર્ગ” છે * ભૂમિકા : દશમું અધ્યયન કહ્યું, હવે અગિયારમું કહે છે - તેનો સંબંધ આ છે - અનંતર અધ્યયનમાં સમાધિ કહી, તે જ્ઞાન-દર્શન-તપ-ચા»િxરૂપે વર્તે છે. ભાવમાર્ગ પણ તે જ છે, તે માર્ગ આ અદયયન વડે બતાવે છે. એ સંબંધે આવેલા આ અધ્યયનના ઉપક્રમાદિ ચાર અનુયોગદ્વારો કહેવા. તેમાં ઉપક્રમ અંતર્ગત આ અધિકાર છે. પ્રશસ્ત જ્ઞાનાદિ ભાવમાર્ગ છે, તેનું આચરણ અહીં કરવું, નામ નિપજ્ઞ નિક્ષેપે “મા” એ આ અધ્યયનનું નામ છે, તેનો નિક્ષેપો [નિ.૧૦૭ થી 111- નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ એ છ ભેદે માર્ગ”નો નિફોપો થાય છે. તેમાં નામ, સ્થાપના છોડીને જ્ઞશરીર, ભથશરીરથી વ્યતિરિક્ત દ્રવ્યમાર્ગ બતાવે છે . પાટીયાનો માર્ગ, જ્યાં કાદવાદિ કારણે પાટિયાં વડે જવાય છે, વેલ પકડીને જવાય તે લતામાર્ગ, હિંચકા વડે દુર્ગને ઓળંગે તે અંદોલ માર્ગ, એ રીતે વેગમાર્ગ - જેમ ચાદત લતાના આધારે વેઝનદી ઉતરી સામે કિનારે ગયો. રજુમાર્ગ-દોરડા વડે પર્વત ઓળંગે, યાનમાર્ગ, બિલમાર્ગ - ગુફામાંથી જવું, પાશમાર્ગ - વાઘરી ગોઠવે છે, કીલકમાર્ગ - મરુ ભૂમિમાં જવાય છે. અજમાર્ગ, પક્ષીમાર્ગ, છત્રમાર્ગ, જલમાર્ગ, આકાશમાર્ગ - X - X - ઇત્યાદિ બધાં જ માર્ગો દ્રવ્ય વિષયમાં જાણવા. ક્ષેત્રમાર્ગ . જે ગામ, નગર, પ્રદેશ, શાલિ આદિ ક્ષેત્રમાં થઈને નીકળે તે અથવા જે માર્ગ કે ક્ષેત્રમાં વર્ણન કરાય તે ક્ષેત્રમાર્ગ. કાળમાર્ગ - ક્ષેત્રમાર્ગ અનુસાર જ સમજવું. ભાવમાર્ગ - બે પ્રકારે - પ્રશસ્ત, અપશસ્ત. તેના પેટા ભેદો કહે છે - અપશસ્તના ત્રણ ભેદ - મિથ્યાત્વ, અવિરતિ, અજ્ઞાન. પ્રશસ્તના ત્રણ ભેદ - સખ્યણું દર્શન-જ્ઞાન-ચાત્રિ. આ પ્રશત-અપશતરૂપ ભાવમાર્ગનું નિર્ણય-ફળ કહેવું, તે આ છે * પ્રશસ્તનું ફળ સુગતિ છે અને અપશસ્તનું ફળ દુર્ગતિ છે. અહીં સુગતિના કળરૂપ પ્રશસ્ત માનો જ અધિકાર છે તેમાં અપ્રશસ્ત દુર્ગતિ કુળ માર્ગ અને તેના કતનેિ બતાવવા કહે છે - જેનું ફળ દુર્ગતિ છે, તેને કહેનારા તે દુર્ગતિ ફલવાદી, તેને કહેનારા 363 ભેદે છે, તેઓનું દુર્ગતિ ફલ માર્ગ ઉપદેશકવ આ રીતેમિથ્યાત્વથી હણાયેલી દષ્ટિથી તેઓ વિપરીત જીવાદિ તત્વોને માને છે, તેમની સંખ્યા આ પ્રમાણે જાણવી - કિયાવાદીના-૧૮, અક્રિયાવાદીના-૮૪, અજ્ઞાનીના-૬૭, વૈનયિકના-3ર એમ કુલ-૩૬૩, તેમનું સ્વરૂપ સમવસરણ અધ્યયનમાં કહીશું. હવે “માર્ગ”ના ભાંગા કહે છે - તે આ રીતે-૧-ક્ષેમમાર્ગ-ચોર, સિંહ, વાઘ આદિના ઉપદ્રવરહિતપણાથી તથા ક્ષેમરૂપ, સમભૂમિ તથા માર્ગમાં છાયા પુષ્પ ફળવાળા વૃક્ષો યુક્ત તથા જળના આશ્રયવાળો માર્ગ. ૨-ક્ષેમ તે ચોરહિત પણ અક્ષેમરૂપ [3/15
SR No.008994
Book TitleAgam Satik Part 03 Suygadanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy