SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૨/૨/૪૦૬ ૧૬૯ તે ગૃહસ્થ સાધુ નિમિતે ભોજન અને સ્વાધ્યાય ભૂમિમાં સ્નાન આદિ પૂર્વે કરવાનું પછી કે પછી કરવાનું પહેલાં કરે છે. એમ આગળ પાછળ કિયા થવાથી સાધઓને અધિકરણ દોષ લાગે અથવા તે ગૃહસ્યો સાધુને કારણે પ્રાપ્ત કાળે પણ ભોજનાદિ ન કરે. તેથી અંતરાય અને મનોપીડાદિ દોષ સંભવે છે અથવા તે સાધુઓ ગૃહસ્થને કારણે પડિલેહણાદિ પછી, વિપરીત કે કાળ વીત્યા પછી કરે કે ન કરે. માટે સાધુની પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે કે - x • ત્યાં સ્થાનાદિ ન કરે. • સૂત્ર-૪૦૭,૪૦૮ - ગૃહસ્થ સાથે રહેનાર સાધુને કર્મબંધ થાય છે. ગૃહરણ પોતા માટે વિવિધ પ્રકારનું ભોજન બનાવેલ હશે. તે સાધુ નિમિત્તે પોતાની સાથે સાધુ માટે પણ આશનાદિ બનાવશે કે લાવશે. સાધુ તે ખાવા કે પીવાની ઇચ્છા કરશે. આથવા આહાર લોલુપ બની ત્યાં જ રહેશે. તેથી સાધુની આ પૂર્વાદિષ્ટ પ્રતિજ્ઞા છે કે સાધુ આવા સ્થાનમાં વાસ ન કરે. - ગૃહસ્થ સાથે રહેનાર મુનિને કર્મબંધ થાય છે. ગૃહરથ પોતા માટે વિવિધ પ્રકારના કાષ્ઠ પહેલાથી કાપી રાખે છે. પછી તે સાધુ નિમિત્તે વિવિધ પ્રકારે કાષ્ઠ કાપે, ખરીદે કે ઉધાર લે. લાકડા સાથે લાકડું ઘસીને આગ સળગાવે કે પ્રજવલિત કરે. આ જોઈ સાધુને અનિનો આતાપ-પ્રતાપ લેવાની ઇચ્છા થાય, ત્યાં રહેવાની કામના કરે. તેથી સાધુની આ પૂર્વોપદિષ્ટ પ્રતિજ્ઞા છે કે સાધુ અાવા સ્થાનમાં વાસ ન કરે.. • વિવેચન : ગૃહસ્થ સાથે વસતા સાધુને આવાં કર્મબંધ થાય. ગૃહસ્થ પોતા માટે વિવિધ આહાર સંઘે, પછી સાધુના નિમિતે અશનાદિ સંધે અથવા ભોજનના વાસણો આગળ મૂકે, તે જોઈને ભિક્ષુ તેને ખાવા-પીવા ઇચ્છે અથવા ત્યાં સાધુ રહેવા ઇચ્છે. શેષ પૂર્વવતું. કાષ્ઠાગ્નિ સૂત્ર [૪૮] પણ આ સૂત્ર [૪૦] મુજબ જાણવું. • સૂત્ર-૪૦૯ : ગૃિહસ્થ સાથે એક વસતિમાં રહેનારો સાધુ કે સાદની મળમૂત્રની બાધા થતાં છે કે વિકાલે ગૃહરણના ઘરનું દ્વારભાગ ખોલશે, ત્યારે કોઈ ચોર ઘરમાં પ્રવેશી જાયત્યારે તે સાધુને એમ કહેવું ન કહ્યું કે ચોર પ્રવેશી રહ્યો છે કે, નહીં, છુપાઈ રહ્યો છે કે નહીં આવે છે કે નહીં બોલે છે કે નથી બોલતો. તેણે ચોરી કરી કે બીજાએ કરી, આ ચોર છે કે તેનો સાથી છે, ઘાતક છે, આપણે આ કાર્ય કર્યું છે; તે તપસ્વી સાધુ પર ગૃહસ્થને ચોર હોવાની શંકા થાય છે. તેથી સાધુનો એ પૂર્વોપદિષ્ટ આચાર છે કે ગૃહસ્થા યુકત સ્થાનમાં નિવાસ ન કરે. • વિવેચન :તે ભિક્ષુ ત્યાં ગૃહસ્થ સંરક્ત વસતિમાં વસતા મળ આદિને કારણે વિકાલાદિમાં ૧૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/ર વસતિનું દ્વાર ઉઘાડે. ત્યાં • x + ચોર પ્રવેશે, તેને જોઈને તે ભિક્ષુને એમ બોલવું ન કલો • આ ચોર ઘરમાં પેસે છે. ઇત્યાદિ (સૂત્રાર્થ મુજબ જાણવું કેમકે તેથી તે ચોરને પીડા થાય, તે ચોરને સાધ ઉપર દ્વેષ થતાં મારવા લાગે વગેરે દોષ છે. જો તે સાધુ ચોરને ન બતાવે તો ગૃહસ્થ તે ભિક્ષને જ ચોર માનશે. - ફરી વસતિ-દોષ કહે છે. • સૂગ-૪૧૦ : તે સાધુ-સાદdી યાવતું જાણે કે ઘાસ કે પલાલના ટેટ, ઇંડા યાવતું જાળા છે, તો તેના ઉપાશ્રયમાં સ્થાન, શય્યા કે સ્વાધ્યાય ન કરે પણ જે સાધુ-સાદની જાણે કે ઘાસ આદિ નથી તો તે સ્થાને નિવાસ કરે. • વિવેચન - સુગમ છે. • x • હવે વસતિ પરિત્યાગનો અધિકાર કહે છે. • સૂત્ર-૪૧૧ : સાધુ-સાદની ધર્મશાળા, ઉધાનગૃહ, ગૃહસ્થના ઘર કે તાપસના મઠમાં જ્યાં વારંવાર બીજા-સાધુઓ આવતા હોય ત્યાં રહેવું નહીં. • વિવેચન : ગામ બહાર જ્યાં મુસાફરો આવતા-જતાં રહે તે ધર્મશાળા. ઉધાન મધ્યનું ગૃહ, મઠ આદિ સ્થાનમાં વારંવાર બીજા સાધુ આવતા હોય તેવા સ્થાનમાં માસ કાદિ ન કરવો. હવે કાલાતિકાંત વસતિ દોષ • સૂત્ર-૪૧૨ - જે ધર્મશાળાદિમાં જે સાધુ ઋતુબદ્ધ કાળ કે વષવિાસ રહ્યા હોય ત્યાં જ ફરી નિવાસ કરે તો કાલાતિકમ દોષ લાગે છે. • વિવેચન : જે સાધુ ભગવંતો ધર્મશાળા આદિમાં શિયાળા-ઉનાળામાં માસકપ કરીને કે ચોમાસું કરીને ત્યાંજ કારણ વિના ફરી રહે તો હે આયુષ્યમાનું ! કાલાતિકમ દોષ સંભવે છે, તેમજ શ્રી વગેરેની આસક્તિ કે સ્નેહથી ઉદ્ગમાદિ દોષનો સંભવ રહે, માટે આવું સ્થાન સાધુને ન કહ્યું. હવે ઉપસ્થાન દોષને બતાવે છે • સૂટ-૪૧૩ - હે આયુષ્યમાન ! જે સાધુ ધર્મશાળાદિમાં ઋતુબદ્ધ કે વષવાસકા વીતાવે તેના કરતા વામણો-ત્રણગણો કાળ વ્યતીત કર્યા વિના ત્યાં ચોમાસું કે માસકલ્પ કરે તો તેને ઉપસ્થાન ક્રિયા દોષ લાગે. • વિવેચન : (સૂણાર્થમાં કહ્યા મુજબ જ વૃત્તિ છે.] તેથી આવા સ્થાનમાં રહેવું ન કહ્યું. હવે અભિદાંત વસતિ બતાવવા કહે છે– • સૂત્ર-૪૧૪ - આ જગતમાં પૂવદિ દિશાઓમાં ગૃહપતિ રાવત નોકરાણી જેવા કેટલાંક
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy