SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 244 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ દર્શનીય, સુરૂપ હતી. * સૂત્ર-પ૨૧ થી 524 - [વિવેચન સૂપરૂપને પછી જોવું.) જરા મરણથી મુકત જિનવર માટે જલ અને સ્થળમાં ઉત્પન્ન દિવ્ય ફૂલોની માળાઓથી શણગારેલી શિબિકા લાવવામાં આવી..તે શિબિકાની મદયમાં જિનવર માટે પાદપીઠ સહિત એક મહામૂલ્ય સિંહાસન હતું. તે સમયે ભગવંત મહાવીરે શ્રેષ્ઠ આભૂષણ ધારણ કરેલા. યથાસ્થાને દિવ્યમાળા અને મુગટ પહેરેલા હતા, લાખ સુવર્ણમુદ્રાવાળું વસ્ત્ર મુગલ પહેરેલા હતું. જેનાથી પ્રભુ દેદીપ્યમાન શરીરવાળા લાગતા હતા. તે ભગવંત છ ભક્તની તપસ્યાથી યુક્ત, સુંદર અથવસાયવાળા, વિશુદ્ધ વેશ્યાવાળા હતા. તેઓ ઉક્ત શિબિકામાં આરૂઢ થયા. સૂગ-પરપ થી પ૩૧ - [વિવેયન સુ-૩૫ને અંતે જોવું.) ભગવંત સિંહાસને બિરાજીત થયા પછી કેન્દ્ર અને ઈશાનેન્દ્ર બન્ને બાજુ ઉભા રહી મણિ અને રનોથી યુકત વિચિત્ર દંડવાળા ચામર ઢોળવા લાગ્યા.. જેમના રોમકૂપ હથિી વિકસિત થતા હતા તેવા મનુષ્યોએ ઉલ્લાસવશ થઈ પહેલા શિબિકા ઉપડી. ત્યારપછી સુર, અસુર, ગરુડ અને નાગેન્દ્ર આદિ દેવોએ શિબિકા વહન કરી. તે શિબિકાને પૂર્વ તરફ વૈમાનિક દવે, દક્ષિણ તરફ અસુર દેવો, પશ્ચિમે ગરૂડ દેવો અને ઉત્તરે નાગેન્દ્ર દેવોએ ઉપાડીને વહન કર્યું... પુષ્પોથી વનખંડ અને શરદઋતુમાં કમળોથી સરોવર શોભે તેમ દેવગણોથી ગગનતલ શોભતું હતું. જેમ સરસવ, કણેર કે ચંપક વન ફૂલોના સમૂહથી શોભે તેમ દેવગણથી આકાશ શોભતું હતું...ઉત્તમ ઢોલ, ભેરી, ઝલ્લરી, શંખાદિ લાખો વાધોથી આકાશ અને પૃથ્વીમાં અતિરમણીય ધ્વનિ થવા લાગ્યો. દેવો તd, વિતd, ધન, સુષિર એ ચાર પ્રકારના વાજિંત્રો વગાડવા લાગ્યા અને સેંકડો પ્રકારની નૃત્ય કરવા લાગ્યા. * સૂત્ર-પ૩ર - [વિવેચન સુત્ર-પ૩૫ને પછી જોવું.) તે કાળે સમયે હેમંતઋતુનો પહેલો માસ પહેલો પક્ષ-માગસર વદની દશમી તિથિએ સુવત નામના દિવસે, વિજય મુહૂર્વે ઉત્તરા ફાગુની નક્ષત્રના સોને યામિની છાયા થતા, બીજી પોરિસી વીતતા, નિલ છ8 ભક્ત સહિત, એક વસ્ત્ર ધારણ કરી, સહરાપુરુષવાહિની ચંદ્રપ્રભા શિબિકામાં દેવ-મનુષ્યઅસુરની પdદા દ્વારા લઈ જવાતા ઉત્તર ક્ષત્રિય ફુડપુર સંનિવેશની ઠીક મધ્યમાંથી થઈને જ્યાં જ્ઞાતખંડ ઉધાન હતું ત્યાં આવ્યા. આવીને ભૂમિથી હાથ પ્રમાણ ઉંચે ધીમે ધીમે સહમ્રવાહિની ચંદ્રપ્રભા શિબિકા સ્થિર કરી. ભગવંત તેમાંથી ધીમે ધીમે નીચે ઉતર્યા. ઉતરીને ધીમે-ધીમે પૂર્વ દિશામાં મણ કરી સિંહાસને બેઠા, આભરણ-અલંકાર ઉતાય. ત્યારે વૈશ્રમણ દેવ ઘુંટણીયે ઝુકી ભગવંત મહાવીરના આભરણાદિને હંસલક્ષણ વસ્ત્રમાં આભૂષણ-અલંકાર ગ્રહણ કરે છે. ત્યારપછી શ્રમણ ભગવત મહાવીર ડાબા હાથે ડાબી તરફના, જમણા હાથે જમણી તરફના વાળનો પંચમુષ્ટિક લોચ કરે છે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક ભગવંત મહાવીર સમક્ષ ગોહિક આસને બેસીને હીમય થાળમાં થાળમાં કેશ ગ્રહણ કરે છે, કરીને ‘ભગવદ્ ! આપની આ હોજ' એમ કહીને તે કેશને ક્ષીર સમુદ્રમાં પધરાવે છે. ત્યારે શ્રમણ ભગવંતે યાવત લોચ કરીને સિદ્ધોને નમસ્કાર કયાં કરીને આજથી માટે સર્વ પાપકર્મ અકરણીય છે” એમ પ્રતિજ્ઞા કરી સામાયિક ચા»િ અંગીકાર કર્યું. તે સમયે દેશે અને મનુષ્યોની હર્ષદ ત્રિવત્ બની ગઈ. * સૂત્ર-પ૩૩,૫૩૪ - [વિવેયન સૂઝ-પ૩પને પછી એવું]. જે સમયે ભગવંત મહાવીરે ચાસ્ત્રિ ગ્રહણ કર્યું. તે સમયે શકેન્દ્રની આજ્ઞાથી દેવ, મનુષ્ય, વાધોના અવાજ બંધ થઈ ગયા.. ભગવંત ચાસ્ત્રિ અંગીકાર કરીને અહર્નિશ સમસ્ત પાણિ અને ભૂતોના હિતમાં સંલગ્ન થઈ ગયા. બધાં દેવો એ સાંભળીને રોમાંચયુક્ત થઈ ગયા. * સૂત્ર-પ૩૫ : ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને ક્ષારોપશમિક સામાયિક ચાસ્ત્રિ સ્વીકારતા મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. જેનાથી અઢીદ્વીપ અને બે સમુદ્રમાં રહેલા પતિ સંજ્ઞી પંચેન્દ્રિય વ્યક્ત મનવાળા જીવોના મનોગત ભાવ જાણવા લાગ્યા. ત્યારપછી દીક્ષિત થયેલા શ્રમણ ભગવત મહાવીરે મિમી, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધી આદિન વિસર્જિત કર્યા. કરીને આવા પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો. * બાર વર્ષ સુધી શરીરની મમતા ત્યાગી, દેહાસક્તિ છોડી, દેવ-મનુષ્યતિચિ સંબંધી જે કોઈ ઉપસર્ગો આવશે તે સર્વેને હું સમ્યફ રીતે સહન કરીશ, ખમીશ, અધ્યાસિત કરીશ. આ પ્રતિજ્ઞા અંગીકાર કરીને શ્રમણ ભગવંત મહાવીર દેહનું મમત્વ ત્યાગી, એક મુહd દિવસ રોષ રહેતા કુમારગ્રામ પહોંચ્યા, ત્યારપછી શરીર મમતાના ત્યાગી ભગવંત અનુત્તર આલય અને વિહાર વડે ઉત્કૃષ્ટ સંયમ-તપબ્રહ્મચર્ય-ક્ષમા-મુકિત-ગુપ્તિ-ન્સમિતિ-સ્થિતિ-સ્થાન-ક્રિયાથી સુચરિત ફલ નિવણિ અને મુક્તિ માર્ગ વડે પોતાના આત્માને ભાવિત કરતા વિચારવા લાગ્યા. એ રીતે વિચરતા દેવ-મનુષ્ય-તિયચ સંબંધી જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થયા તે સર્વે ઉપસોંને અનાકુળ, અવ્યથિત, આદીન મનથી, મન-વચ-કાય ગુપ્ત થઈ રાખ્યફ સહન કર્યા, અભ્યા, શાંતિ અને દયથી છેલ્યા. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીરને રીતે વિચરણ કરતા બાર વર્ષ વીત્યા. તેરમું વર્ષ ચાલી રહ્યું હતું. તેમાં ગ્રીષ્મઋતુનો બીજો માસ, ચોથો પક્ષ..વૈશાખ સુદની દશમીને દિને સતત નામના દિવસે, વિજય મુહૂર્તમાં ઉત્તરા
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy