SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૨/૨/૩/૪૨૬ ૧es ૧૮ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ • વિવેચન : જે ઉપાશ્રયમાં ગૃહસ્થના ગૃહ મધ્યે માર્ગ હોય ત્યાં બહુ અપાયનો સંભવ હોવાથી ત્યાં નિવાસ ન કરવો. • સૂત્ર-૪૨૩ થી ૪૩૧ - સાધુ-સાદની જે ઉપાશ્રય વિશે જાણે કે અહીં ગૃહસ્થ યાવત નોકરાણીમાં નીચે કહ્યા મુજબ છે તો પ્રજ્ઞાવાન સાધુ ચાવતું ત્યાં નિવાસ ન કરે. ૪િ૨] તેઓ પરસ્પર ઝઘડાં ચાવતું મારપીટ કરે છે. [૪ર૮-3 પરસાર તેલ, માખણ, ઘી કે ચરબીથી શરીરનું માલીશ-મન કર છે. | [૨૯પરસ્પર સ્નાન કરાવે છે કર્ક-લોદ-ચૂર્ણ-પદ્ધ આદિથી મસળે - ગળ - મેલ ઉતારે . પીઠી ચોળે છે. [30] પરસ્પર શીતળ કે ઉષ્ણ જળથી સાફ કરે છે, ધુવે છે, સીચે છે, સ્નાન કરાવે છે. [૪૩૧-] નગ્ન થઈને સ્થિત છે, નગ્ન છૂપાયેલ છે, એકાંતમાં મૈથુન સેવન કરે છે. કે કોઈ ગુપ્ત વિચાર કરે છે.. • વિવેચન-૪૨૩ થી ૪૩૧ - સુગમ છે. વિશેષ એ કે ત્યાં વસનારા રોજ ઝઘડે છે, તૈલાદિ અભંગન કરે છે, કકાથી ઉદ્વર્તન કરે છે, સ્નાન કરાવે છે ઇત્યાદિ. ત્યાં સાધુને સ્વાધ્યાયાદિમાં વિપ્ન આવે માટે ત્યાં નિવાસ ન કરવો. જ્યાં તે ગૃહમાં વસનારી સ્ત્રીઓ વો કાઢીને રહે છે, ખાનગી હોવા મૈથુનધર્મ વિષયે કંઈક રહસ્ય તથા સગિના સંભોગની પરસ્પર વાત કરે છે, બીજા પણ અકાર્ય સંબંધી રહસ્ય ચિંતવે છે, તેવા પ્રકારના ઉપાશ્રયમાં સ્થાન આદિ ન કરવા કેમકે તેથી સ્વાધ્યાયમાં ક્ષતિ, ચિત્તમાં કુવાસના આદિ દોષો ઉત્પન્ન થાય છે. વળી • સૂત્ર-૪૩૨ : સાધુ-સાધ્વી જે ઉપાશ્રયને ગૃિહસ્થ સ્ત્રી-પુરષ આદિના) બ્રિો વાળો જાણે ત્યાં પ્રાજ્ઞ સાધુ યાવત્ નિવાસ ન કરે. • વિવેચન :[દશવૈકાલિક અધ્યયન-૮માં આવા પ્રકારનો જ પઠ જોવા મળે છે.] સરળ છે. વિશેષ, તેમાં આ દોષ છે - ભિંત ચિત્રોના દર્શનથી સ્વાધ્યાયમાં વિત થાય, તેવા ચિત્રમાં રહેલી સ્ત્રી આદિના દર્શનથી પૂર્વે કીડા કરેલનું સ્મરણ થાય, ક્રીડા ન કરી હોય તેનું કૌતુક થાય. હવે ફલહક આદિ સંસ્તારકને આશ્રીને કહે છે– • સૂત્ર-૪૩૩ : કોઈ સાધુ-સાધ્વી સંથારાની ગવેષણા જવા ઇછે અને જે સંસ્તારકને 2િ/12] ઉંડા યાવ4 કરોળીયાના જાળાથી યુકત જાણે, તેવા પ્રકારનો સંસ્કારક મળવા છતાં ગ્રહણ ન કરે. [૧] જે સાધુ-સાળી તે સસ્તારકને ઇંધ આદિથી રહિત જાણે પણ તે ભારે હોય તો પણ ગ્રહણ ન કરે [૨]. સાધુ-સાદની સંથારાને ઉડાદિથી રહિત અને હલકો જાણે તો પણ આપાવિહારિક હોય તો ગ્રહણ ન કરે [3]. સાધુસાળી સંથારાને ઠંડાદિથી રહિત, હલકો, પ્રાતિહાકિ જાણે તો પણ યોગ્ય રીતે બાંધેલ ન હોય તો ન ગ્રહણ કરે [૪]. પરંતુ જે સાધુસાળી જાણે કે ઉકત ચારે દોષ નથી તો મળે ત્યારે ગ્રહણ કરે [૫]. વિવેચન : તે સાધુને જો સુવા માટે પાટિયું જોઈએ, તો તે સંબંધી પાંચ સૂત્ર છે. જેમકે પહેલા સૂત્ર મુજબ ઇંડાદિના કારણે સંયમ વિરાધના દોષ લાગે બીજામાં ભારે હોવાથી લેતા મુક્તા આત્મવિરાધના થાય. બીજામાં - અપ્રતિહારત્વને લીધે તેને પાઠવવાનો દોષ, ચોથામાં - સાંધા બરાબર ન જોડ્યા હોવાથી પડી જવાનો દોષ. પાંચમાં મુજબ • X - X - સર્વ દોષરહિત હોવાથી તે સંથારો કરે તે બતાવ્યું. હવે સંયારાને ઉદ્દેશીને અભિગ્રહ વિશેષ કહે છે • સૂત્ર-૪૩૪ - ઉકત વસતિગત અને સંતારકગત દોષોને ત્યાગીને સાધુ આ ચાર પ્રતિજ્ઞા વડે સંતાકની એષણા કરવાનું જાણે - જેમાં પહેલી પ્રતિજ્ઞા આ છે– સાધુ કે સાદdી જે સંથારાનો નામ ઉલ્લેખ કરી યાચના કરે જેમકે - કક્કડ, કઢિણ, જંતુક, પ, મોરગ, તૃણક, સો, કુશ, કુર્જક, પિપ્પલક કે પલાલગ; સાધુ આમાંનો જે સંથારો લેવો હોય તે પહેલા વિચારી લે અને કહે કે, હે આયુષ્યમાન ! મને આમાંનો કોઈ એક સંથારો આપો. આવા સંથારાની સ્વયં યાચના કરે અથવા ગૃહસ્થ આપે તો પાસુક-એષણીય જાણી લે. વિવેચન : પૂર્વે બતાવેલા વસતિના અને સંચારાના દોષોને તજીને તથા હવે કહેવાનારા દોષોનો ત્યાગ કરી સંથારો લેવો તે કહે છે - તે ભાવભિક્ષ એમ જાણે કે આ ચાર અભિગ્રહની પ્રતિજ્ઞા વડે સંથારો શોધે. તે આ રીતે | ઉદ્દિષ્ટ, પ્રેક્ષ્ય, તેના ઘરનો, યથા સંસ્કૃત. તેમાં ૧-ઉદ્દિષ્ટમાં ફલહક આદિમાંથી કોઈ એક લઈશ, બીજો નહીં તે પ્રથમા. ૨-જેવો મનમાં પૂર્વે ધારેલ છે, તેવો આંખે દેખીશ તો જ લઈશ, અન્ય નહીં, 3-પણ તે શય્યાતરના ઘરમાં હશે તો જ લઈશ, બીજેથી લાવીને સુઈશ નહીં. ૪-તે પણ સંતાક લહક આદિ જેવો હશે તેવો જ વાપરીશ. આ ચારમાંની પ્રથમ બે પ્રતિજ્ઞા ગચ્છ નિર્ગત સાધુને ક૫તી નથી, પાછલી બેમાંથી કોઈ કશે. ગચ્છવાસી સાધુને તો ચારે કશે. તે સૂગ વડે કહે છે. તેમાં આ પહેલી પ્રતિજ્ઞા છે. જેમકે - ઉદ્દેશી ઉદ્દેશીને ઇક્કડ આદિમાંથી
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy