SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૨/૨/૪૧૯ લુહારશાળા આદિમાં રહે કે અચાન્ય પ્રદત્ત સ્થાને રહે તે દ્વિપક્ષ કમતિ સેવે છે. હે આયુષ્યમાન ! તે મહાસાવધક્રિયા વસતિ છે. • વિવેચન : અહીં કોઈ ગૃહસ્થાદિ એક સાધુને ઉદ્દેશીને પૃથ્વીકાયાદિના સંરંભ, સમારંભ, આરંભમાંથી કંઈ કરીને તથા વિવિધ પાપકર્મ કૃત્યોથી જેવા કે છાદન, લેપન, સંથારા માટે બારણું ઢાંકવા માટે ઇત્યાદિ હેતુથી પહેલાં કાચું પાણી નાંખે, પ્રથમ અગ્નિ બાળે ઇત્યાદિ. આવી વસતિમાં સ્થાનાદિ કરતાં તે સાધુ બે પક્ષનું કમસેવન કરે. તે આ પ્રમાણે - દ્રિવ્યથી] સાધુપણું અને ભાવથી આધાકર્મિક વસતિના સેવનથી ગૃહસ્થd. રાગ-દ્વેષ, ઇયપિચ-સાંપરાચિક, ઇત્યાદિ દોષોથી તે મા સાવધ ક્રિયા નામની વસતિ થાય. હવે અપક્રિયા વસતિ • સૂટ-૪૨૦ - આ જગતમાં યુવદિ દિશામાં ચાવત રુચિથી પોતાના માટે ગૃહસ્થો પૃથવીકાયાદિનો સમારંભ કરી મકાન બનાવે છે. જે મુનિ તેવા પ્રકારના લુહારશાળાદિ સ્થાનમાં રહે છે કે અન્યોન્ય પદd સ્વીકારે છે, તેઓ એક પક્ષી કમનું સેવન કરે છે. હે આયુષ્યમાન ! આ અવસાવધ ક્રિયા વસતિ છે. આ તે સાધુનો સમગ્ર ભિક્ષુભાવ છે. • વિવેચન : સુગમ છે. અહીં અા શબ્દ અભાવવાચી છે. આ જ ભિક્ષનો સંપૂર્ણ ભિભાવ છે. ૧-કાલાતિકાંત, ર-ઉપસ્થાન, 3-અભિક્રાંત, ૪અનભિકાંત, ૫-વર્ચ, ૬-મહાવર્ય, -સાવધ, ૮-મહાસાવધ અને ૯-અપક્રિયા. એમ નવ વસતિ છે. તે નવ સૂત્રોમાં બતાવી. તેમાં અભિકાંત અને અપક્રિયા બે વસતિ યોગ્ય છે. બાકીની અયોગ્ય છે. ચૂલિકા-૨, અધ્યયન-૨ “શઐષણા” ઉદ્દેશા-રનો મુનિ દીપરતનસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ ૧૩૪ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૨ ગવેષણારત હોય છે. આ પ્રકારે મોક્ષપદ સ્વીકારેલ કેટલાંક સરળ અને નિષ્કપટ સાધુ માયા ન કરતા ઉપાશ્રયના યથાવસ્થિત ગુણ-દોષ ગૃહસ્થોને બતાવી દે છે કેટલાંક ગૃહસ્થો ઉંક્ષિપ્તપૂ, નિક્ષિપ્તપૂવા, પભિાળયપૂર્વ, પરિભૂતપૂર્વ કે પરિવ્રુવિયપૂર્ણ હોય છે. સાધુ આવા છળ-કપટને જાણીને તે દોષો ગૃહસ્થને સારી રીતે બતાવે. શું આમ કહેનાર મુનિ સમ્યફ વકતા છે ? હા તે મુનિ સમ્યફ વક છે. • વિવેચન :[અહીં વિરોષ અર્થ માટે ચૂર્ણિ પણ જેવી.. અહીં કોઈ વખત કોઈ સાધુ વસતિ શોધવા કે ભિક્ષાર્થે ગૃહસ્થના ઘેર જતાં કોઈ શ્રદ્ધાળુ એમ કહે, આ ગામ પ્રચુર અન્ન-પાનયુકત છે, તેથી આપ આ ગામમાં વસતિ યાસીને રહો. - x • ત્યારે સાધુ કહે કે, પ્રાસુક અ-પાણી દુર્લભ નથી, પણ તે જ્યાં ખવાય તેવો આધાકમદિસહિત ઉપાશ્રય દુર્લભ છે. 'છ' એટલે છાદનાદિ ઉત્તરગુણના દોષોથી રહિત-તે દશવિ છે ‘મણિકા' એટલે મૂળ-ઉત્તરગુણ દોષરહિતતાથી એષણીય વસતિ મળવી દુર્લભ છે. તે મૂળ-ઉત્તર ગુણો આ પ્રમાણે-પીઠનો વાંસ, બે ધારણ, ચાર મૂળ વેલી, આવું કોઈ સ્થાન ગૃહસ્થ પોતા માટે બનાવે તો મૂળ-ગુણ વિશુદ્ધિ જાણવી. વાંસને કપાવવા, ઠોકઠાક કરવી, દ્વાર ભૂમિને આચ્છાદન કે લેપન કરવું - આ પરિકર્મથી વિપ્રમુક્ત મૂળ-ઉત્તર ગુણોથી વિશુદ્ધ છે. ધોળેલ, ધૂપિત, વાસિત, ઉધોતિત, બલિકૃત, ખુલ્લી મૂકેલ, સિંચિત, સમૃષ્ટિ એ વિશોધિ કોટીમાં ગયેલ વસતિ છે. અહીં પ્રાયઃ સર્વત્ર સંભવિત ઉત્તગુણોને દશવિ છે, આ વસતિ આ કર્મના ઉપાદાન કર્મો વડે શુદ્ધ થતી નથી તે બતાવે છે - દર્ભ આદિથી છાદિત હોય, છાણ આદિથી લેપિત હોય, સંતારક તથા દ્વારને આશ્રીને મોટું-નાનું કર્યું હોય તથા કમાડને આશ્રીને દ્વાર બંધ કરવા તથા પિંડપાત એષણા આશ્રિત દોષો કહે છે, કોઈ સ્થાને રહેલ સાધુને ઘરનો માલિક આહાર લેવા નિમંત્રે, તેના ઘેર આહાર લેવાનો નિષેધ હોવાથી સાધુ ના પાડે તો ગૃહસ્થને દ્વેષ થાય. આવા કારણોથી ઉત્તરગુણોથી શુદ્ધ ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. સાધુએ શુદ્ધ ઉપાશ્રયમાં સ્થાનાદિ કરવા. કહ્યું છે કે, મૂળ-ઉત્તરગુણ શુદ્ધ, સ્ત્રી-પશુ-નપુંસકથી વર્જિત વસતિ સર્વ કાળ સેવે અને દોષોને દૂર કરે. મૂળ-ઉત્તગુણ શુદ્ધ વસતિ મળે તો પણ સ્વાધ્યાય પદિ ભૂમિયુક્ત ખાલી ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. તે દશવિ છે - તેમાં ભિક્ષા-ચયરત એટલે યોગ્ય વિહાર કરનારા, સ્થાનરત-કાયોત્સર્ગકરનાર, નિપીધિકારત તે સ્વાધ્યાયી, શસ્યા એટલે અઢી હાથ પ્રમાણ સંસ્કારક અથવા શયન તે શય્યા, તે માટે સંચારો તે શય્યા સંસ્કારક રસ્ત, તેમાં કોઈ ગ્લાનાદિ કારણે સૂતા હોય તથા ગૌચરી મળેથી ગ્રાસએષણાત છે. આ પ્રમાણે કેટલાક સાધુઓ યથાવસ્થિત વસતિના ગુણ-દોષ બતાવનારા છે. ચૂલિકા-૨, અધ્યયન-૨, ઉદ્દેશો-૩ o ઉદ્દેશો-૨ કહ્યો. હવે ત્રીજો કહે છે. તેનો સંબંધ આ પ્રમાણે • ઉદ્દેશા બીજામાં અપક્રિયાવાળી શુદ્ધ વસતિ બતાવી, અહીં પણ આદિ સૂગથી તેથી વિપરીત શચ્યા બતાવે છે– • સૂત્ર-૪૨૧ - તે પાક ઉછે, એvણીય ઉપાશ્રય સુલભ નથી અને આ સાવધકમના કારણે નિર્દોષ વસતિ દુર્લભ છે . જેમકે - આચ્છાદન, લેપન, સંથાર ભૂમિને દ્વાર લગાવવા, ‘પિડાત-એષણા' [કદાચ ઉકત દોષરહિત ઉપાશ્રય મળી પણ જય, તો પણ આવશ્યક ક્રિયા યોગ્ય ઉપાશ્રય મળવો મુશ્કેલ છે. કેમકે તે સાધુ ચચરિત, કાયોત્સરિત, શાસ્સા સંસ્કાર અને મંડપાત (મહારાણી)
SR No.008993
Book TitleAgam Satik Part 02 Acharanga Sutra Gujarati Anuwad 2
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages120
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy