________________
૧/૧/૫/૪૦
જાણીને મતિમાત્ સાધુ મોક્ષ પામે છે. કેમકે સમ્યગજ્ઞાન પૂર્વક કરેલી ક્રિયા જ મોક્ષને આપનારી છે વળી–
ЕЧ
જ્યાં ભય નથી એવા સત્તર પ્રકારના સંયમરૂપ અભયથી જ સર્વે જીવોની રક્ષા થાય છે. સંસાર સમુદ્રથી પાર પમાય છે. એમ જાણીને વનસ્પતિકાયના આરંભથી નિવૃત્ત થવું જોઈએ. જે પરમાર્થ તત્વને જાણે છે, તેણે વનસ્પતિના આરંભને કટુ ફળ આપનાર જાણીને ન કરવો. કારણ કે જે આરંભ ન કરે, તેને જ પ્રતિવિશિષ્ટ ઇષ્ટ ફળ - મોક્ષની પ્રાપ્તિ છે. અંધ અને મૂઢની જેમ વર્તનારને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. કેમકે ઇચ્છેલા સર્વોત્તમ સ્થાને પહોંચવામાં પ્રવૃત્ત અંધની ક્રિયા વ્યાઘાતવાળી માનવી, તેવી રીતે માત્ર જ્ઞાન પણ ક્રિયા વિના મોક્ષ ન આપે. જેમ એક ઘરમાં આગ લાગી ત્યારે કોઈ પંગુ તે જાણે છે પણ પાંગળાપણાને લીધે નીકળી શકતો નથી. આ પ્રમાણે જાણીને મુનિ આરંભનો ત્યાગ કરે.
આ પ્રમાણે સમ્યગ્ જ્ઞાનપૂર્વક જે નિવૃત્તિ કરે તે જ સમસ્ત આરંભથી નિવૃત્ત થયેલ છે. “તે જ સર્વ વનસ્પતિ આરંભથી નિવૃત્ત છે, જે બરાબર જાણીને આરંભ ન કરે.” હવે આવા નિવૃત્તિવાળા શાક્યાદિ છે કે નહીં તે જણાવે છે- આ જિનમતમાં જ પરમાર્થથી છે, બીજે જીવદયાનું આવું સ્વરૂપ બતાવેલ નથી. કેમકે પ્રતિજ્ઞાનુસાર નિર્વધ અનુષ્ઠાન કરવાથી નિવૃત્તિ માર્ગ સાધનવાળા ગણાય પણ આવુ બોલે છતાં ન પાળે તે શાક્યાદિ સાધુ ન કહેવાય.
આ પ્રમાણે પૂર્વોક્ત સૂત્રાર્થ મુજબ ચાલનાર તથા ઘર વિનાનો જ ઉત્કૃષ્ટથી અણગાર કહેવાય. ઉત્કૃષ્ટ એટલે જે ‘અણગાર' નામને યોગ્ય ગુણોના સમૂહને આદરે તે તે જ અણગાર કહેવાય, બીજા નહીં. જેઓ આ પરમાર્થ સાધક અણગાર ગુણોને છોડીને શબ્દાદિ વિષયોમાં પ્રવર્તે છે અને વનસ્પતિ જીવોની રક્ષાને ભૂલે છે, તે સાધુ નથી. શબ્દાદિ વિષયના સાધનો વનસ્પતિથી બને છે, તેથી તેમાં જ રાચનારા રાગદ્વેષરૂપ વિષયવિશ્વના નશાથી ઘેરાયેલા રસિક જીવોને નકાદિ ચાર ગતિમાં ભ્રમણ કરનારા જાણવા. જેને તે નકાદિમાં ભ્રમણ કરવું હોય તે જ શબ્દ આદિમાં રસીક બને. આ જ વાતને સમજવા સૂત્રકારશ્રી કહે છે–
• સૂત્ર-૪૧ :
ชุ
જે શબ્દાદિ ગુણ છે તે જ આવર્ત છે, આવર્ત છે તે જ ગુણ છે. • વિવેચન :
જે શબ્દ આદિ ગુણ છે તે જ જીવો જેમાં પરિભ્રમણ કરે છે તે આવર્ત અર્થાત્ સંસાર છે. અહીં કારણમાં કાર્યનો ઉપચાર કર્યો છે. જેમકે ગંદુ પાણી એ જ પગનો રોગ છે. એ જ પ્રમાણે શબ્દ આદિ ગુણો આવર્ત છે. કેમકે તે સંસારનું કારણ છે. અહીં એકવચન પ્રયોગથી એવું સૂચવે છે કે, જે પુરુષ શબ્દાદિ ગુણોમાં પ્રવર્તે છે તે
આવર્તમાં પડે છે અને જે આવર્તમાં પડે છે તે જ શબ્દાદિમાં પ્રવર્તે છે. અહીં ‘વાચાલ’
પૂછે છે
જે શબ્દાદિ ગુણોમાં પ્રવર્તે છે તે આવર્ત-સંસારમાં પડે છે પણ આવર્તમાં વર્તે
Εξ
આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧
તે શબ્દાદિમાં વર્ષે જ એવો કોઈ નિયમ નથી કેમકે સાધુ આવર્તમાં છે પણ શબ્દાદિ ગુણોમાં તે પ્રવર્તતા નથી. તેનું શું ? - આચાર્ય તેનો ઉત્તર આપતા કહે છે–
તમારી વાત સત્ય છે. સાધુ સંસાર-આવર્તમાં રહે છે પણ શબ્દાદિમાં વર્તતા નથી. પરંતુ અહીં રાગ-દ્વેષાદિ સાથે શબ્દાદિગુણોમાં પ્રવર્તવાનો અધિકાર છે. પણ સાધુઓને આ પ્રવૃત્તિ હોતી નથી. રાગદ્વેષના અભાવે તેમને સંસારરૂપ આવર્ત દુઃખ ન હોય. પણ સામાન્યથી સંસારમાં પડવું અને સામાન્ય શબ્દાદિ ગુણો પ્રાપ્ત થવા સંભવે છે. તેથી ઉપલબ્ધિનો નિષેધ નથી પણ રાગદ્વેષરૂપ પરિણામનો નિષેધ છે.
કહ્યું છે કે - કાનને સુખ આપનાર શબ્દોમાં સાધુ રાગ ન કરે. ચક્ષુ આગળ આવેલું રૂપ ન જોવાય તે શક્ય નથી. પણ પ્રાજ્ઞ પુરુષ તેમાં રાગ-દ્વેષ ન કરે.
વનસ્પતિમાં શબ્દાદિ ગુણો ઘણાં હોય છે તે બતાવે છે - વેણુ, વીણા, પટહ, મુકુંદ આદિ વાજિંત્રો વનસ્પતિથી ઉત્પન્ન થાય છે. તેમાં મનોહર શબ્દો ઉત્પન્ન થાય છે. તેમાં વનસ્પતિની મુખ્યતા છે કેમકે તેમાં તંત્રી, ચર્મ, પાણીના સંયોગથી જ શબ્દ ઉત્પન્ન થાય છે. રૂપમાં લાકડાની પૂતળી, તોરણ, વેદિકા, સ્તંભ આદિ આંખને રમણીય લાગે છે. ગંધમાં કપુર, પાટલા, લવલી, લવીંગ, કેતકી, સરસ, ચંદન, અગરુ, એલચી, જાયફળ, તેજંતુરી, કેશર, ઇત્યાદિની સુગંધ નાકને આનંદ આપે છે. બિસ, મૃણાલ, મૂળ, કંદ, પુષ્પ, ફળ, પત્ર, કંટક, મંજરી, છાલ, અંકુર, કુંપળ, કમળ વગેરેનો રસ જીતીને બહુ આનંદ આપે છે. પદ્મિનીપત્ર, કમળદળ, મૃણાલ, વલ્કલ, કુલ, શાટક વગેરે કોમળ હોય તે શરીરને સ્પર્શમાં સુખ આપે છે. આ રીતે વનસ્પતિથી બનેલ વસ્તુના શબ્દાદિ ગુણોમાં જે વર્તે તે સંસારમાં ભમે અને જે આવર્તમાં વર્તે તે રાગદ્વેષપણે વર્તતા શબ્દાદિ ગુણોમાં વર્તે છે એમ જાણવું.
આ આવર્ત નામ, સ્થાપનાદિ ચાર ભેદે છે. નામ, સ્થાપના સુગમ છે - દ્રવ્ય આવર્ત સ્વામિત્વ, કરણ અને અધિકરણના વિભાગથી ત્રણ પ્રકારે છે.
(૧) સ્વામિત્વ - નદી આદિમાં કોઈ સ્થાને જળનું પરિભ્રમણ તે દ્રવ્યાવર્ત કે હંસ, કાદંડ, ચક્રવાક આદિ આકાશમાં ક્રીડા કરતા ચક્રાકાર ફરે તે દ્રવ્યાવર્ત્ત.
(૨) કરણ - ચક્રાકાર ભમતા જળથી જે તૃણ, કલિંચ વગેરે ભમે તે દ્રવ્યાવર્ત્ત. કે તાંબુ, સીસુ, ચાંદી, સોનુ આદિ ગાળતા તે વાસણમાં ગોળાકાર ભમે તે.
(૩) અધિકરણ - એક જળદ્રવ્યમાં આવર્ત કે અનેક ચાંદી, સોના, પીતળ, કાંસા, કલાઈ, સીસા આદિ એકત્ર કરેલા ઘણાં દ્રવ્યોમાં જે આવર્ત થાય તે.
ભાવ આવર્ત - પરસ્પર ભાવોનું સંક્રમણ અથવા ઔદયિક ભાવના ઉદયથી નકાદિ ચારે ગતિમાં જીવ ભમે છે તે. આ સૂત્રમાં ભાવાવર્તનો જ અધિકાર છે. સંસારમાં પરિભ્રમણના કારણરૂપ વનસ્પતિથી ઉત્પન્ન થયેલ શબ્દાદિ ગુણ શું કોઈ
એક નિયત દિશામાં રહેલ છે કે બધી દિશાઓમાં ? - તે જણાવે છે–
• સૂત્ર-૪૨ :
ઉર્ધ્વ, અધો, તિજી, સામે જોનાર રૂપોને જુએ છે, સાંભળનારો શબ્દોને