SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ 262 આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ ૧/૫/પ/૧૭૪ 261 ત્રણે ભેદ શ્રોતાને આશ્રીને છે તેમાં સુખાધિગમ - જેમકે ચક્ષુવાળો હોય, કિમી નિપુણ હોય તેને રૂપસિદ્ધિ સુલભ છે. દુરધિગમ - અનિપુણને રૂપ સિદ્ધિ દુર્લભ છે. અનધિગમ-અંઘને અશક્ય છે. તેમાં સુખાધિગમને વિચિકિત્સા ન થાય. દેશકાળ સ્વભાવથી વિપકટને વિચિકિત્સા થાય. તેમાં ધર્મ-અધર્મ-આકાશ આદિમાં વિચિકિત્સા થાય છે. અથવા વિનિત એટલે વિદ્વાનની જુગુપ્સા. વિદ્વાન એટલે સાધુ જેમણે સંસારનો સ્વભાવ જામ્યો છે અને સમસ્ત સંગનો ત્યાગ કર્યો છે. તેઓની ગુપ્તા કરે છે. કેમકે તેઓ જ્ઞાન નથી કરતા તેથી પરસેવા વડે ગંધાતા શરીરવાળાને નિંદે છે, તે કહે છે, અચિત પાણીથી સ્નાન કરે તો શું દોષ છે ? આ ગુપ્સા છે. આ વિચિકિત્સા કે જુગુપ્સાને પ્રાપ્ત આત્મા ચિત્ત સ્વાથ્ય કે જ્ઞાનદર્શન ચાસ્મિરૂપ સમાધિ પામતો નથી. વિચિકિત્સાથી મલિન ચિતવાળાને આચાર્ય કહે તો પણ સમ્યકત્વબોધિ ન પામે. જે બોધિ મેળવે છે તે ગૃહસ્થ કે સાધુ હોય તે બતાવે છે - પુત્ર, સ્ત્રી વગેરેમાં રાગી હોય અથવા લઘકમવાળા સમ્યકત્વને પમાડનાર આયાયને અનુસરે છે. તે પ્રમાણે ગૃહવાસ છોડેલા સાધુ વિચિકિત્સાથી રહિત બની આચાર્યના માર્ગને અનુસરે છે. તેમના મધ્યે કોઈ કોરડુ જેવા હોય તે પણ ઉત્તમ માગનિસારીને જોઈને કર્મ ઓછા થતા સમ્યકત્વ પામે તે કહે છે આચાર્યે કહેલ સમ્યકત્વ માનનારા શ્રાવકોથી પરિચયમાં આવતો કે પ્રેરણા કરાતા ન માને તો નિર્વેદ કેમ ન પામે ? અર્થાતુ ખરાબ કૃત્યની મિથ્યાવાદિ રૂપ વિચિકિત્સા છોડીને તે પણ સમ્યકત્વ પામે અથવા સાધુશ્રાવક આચાર્યનું કહેલું સમજે પણ કોઈ અજ્ઞાનના ઉદયથી મંદબુદ્ધિ સાધુ ઘણા વર્ષનો દીક્ષિત હોય છતાં ન સમજે તો કેમ ખેદ ન પામે ? - X - X * તે આવી ભાવના ભાવે કે, હું ભવ્ય નથી, મને સંયતભાવ પણ નથી. જેથી પ્રગટ સ્વરૂપે કહેલ પણ હું સમજતો નથી. આ પ્રમાણે ખેદ પામતાને આચાર્ય સમાધિ વચન કહે કે, હે સાધુ ! ખેદ ન કર. તું ભવ્ય છે. તને સમ્યકત્વ મળેલ છે. તે ગ્રંથિ ભેદ વિના ન હોય, તે ભવ્યત્વ વિના ન હોય કેમકે અભયને ભવ્ય-અભવ્યની શંકા ન હોય. વળી અવિરતિ પરિણામ બાર કષાયના ક્ષય-ઉપશમ થતાં જ હોય છે. તે વિરતિ તું પામ્યો છે. એ રીતે દર્શનચા»િ મોહનીયનો તારે ક્ષયોપશમ થયો છે. નહીં તો દર્શન-ચાત્રિની પ્રાપ્તિ ન હોય. કહેવા છતાં તને બધાં પદાર્થો ન સમજાય, તો જ્ઞાનાવરણીય-ઉદય લક્ષણ જાણવું. તેમાં તારે શ્રદ્ધાનરૂપ સમ્યકત્વ આલંબન લેવું. તે કહે છે– * સૂગ-૧૩૫ - તે નિઃશંક સત્ય છે, જે જિનેશ્વરે કહેલ છે. * વિવેચન :જ્યાં સ્વસમય-પરસમયના જ્ઞાત આચાર્ય ન હોય, સૂક્ષમ ગૂઢ બાબતોમાં અને અતીન્દ્રિય પદાર્થોમાં ઉભય સિદ્ધ દષ્ટાંત તથા સમ્યમ્ હેતુના અભાવથી જ્ઞાનાવરણીય ઉદયે સમ્યગુજ્ઞાન ન હોય ત્યાં પણ શંકા વિચિકિત્સાદિ રહિત થઈ આમ વિચારવું * તે જ એક સત્ય છે, તે જ નિ:શંક છે કે, જિન કથિત અત્યંત સૂક્ષ્મ અતીન્દ્રિય પદાર્થો કેવલ આગમથી જ ગ્રાહ્ય છે. - x - જેને માનવામાં શંકા ન હોય તે નિઃશંકિત છે. રાગદ્વેષને જિતેલા એવા જિન-તીર્થકરે ધર્મ, ધર્મ, આકાશ, પુદ્ગલ આદિ કહેલા છે, માટે તેમનું કહેલું સત્ય જ છે. આવી શ્રદ્ધા કરાવી. સમ્યક્રરીતે પદાર્થ ન સમજાય તો પણ વિચિકિત્સા ન કરે. શું સાધુને પણ શંકા થાય ? સંસારમાં રહેલ જીવને મોહના ઉદયથી શું ન થાય ? આગમમાં પણ કહ્યું છે - હે ભગવનું ! નિગ્રંથ સાધુ કાંક્ષા મોહનીય વેદે ? હા. તેવા તેવા જ્ઞાનના કે ચારિત્રના વિષયમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સાવાળા બનીને ભેદોને પામેલા કલેશયુકત બની હે ગૌતમ શ્રમણ નિન્યિો કાંક્ષા મોહનીય કર્મ વેદે. તે સમયે સાધુ ચિંતવે કે, “તે જ નિઃશંક સત્ય છે જે જિનેશ્વરે કહેલું છે" તો તે આરાધક થાય. વળી સાધુ વિચારે કે, વીતરાગ જ સર્વજ્ઞ છે. તેઓ કદી જુઠું ન બોલે તેથી તેમનું વચન જીવોનું સ્વરૂપ બતાવનારું છે, ઇત્યાદિ. વળી આ વિચિકિત્સા દીક્ષા લેનારને આગમમાં મતિ સ્થિર થયેલી ન હોવાથી થાય છે. તેઓ પણ ઉકત રહસ્ય ચિંતવે. તે કહે છે– * સૂત્ર-૧૬ : કોઈ શ્રદ્ધાવાન તીર્થકર ભગવંતના વચનોને સત્ય માની સ્વચા છે અને અંત સુધી સત્ય માને. કેટલાંક દીક્ષા ગ્રહણ કરતા સત્ય માને પણ પછી અસત્ય માનવા લાગે. કેટલાંક પૂર્વે શ્રદ્ધાળુ ન હોય પણ પછી શુદ્ધ શ્રદ્ધાવાનું બને. કેટલાક પહેલા અદ્ધાળુ હોય અને પછી પણ શ્રદ્ધાળુ રહે છે. જે સાધક કોઈ વસ્તુને સમ્યફ માને છે, તે સમ્યફ હોય કે અસમ્યફ તેની સમ્યફ ઉપેક્ષાને કારણે તે સમ્યફ જ રહે છે. જે કોઈ વસ્તુને સમ્યફ માને છે તે સમ્યફ હોય કે અસમ્યફ તેને માટે અસમ્યફ ઉપેક્ષાને કારણે તે અસફ જ રહે છે. ઉપેક્ષા કરનારો ઉપેક્ષા નહીં કરનારને કહે છે કે સમ્યફ રીતે ઉપેક્ષા કરો. આ પ્રમાણે સંયમમાં પ્રવૃત્તિ કરવાથી જ કમનો નાશ થાય છે. તમે શ્રદ્ધાળુની તથા શિથિલની ગતિને સારી રીતે જુઓ અને આ અસંયમમાં પોતાના આત્માને સ્થાપિત ન કરો. * વિવેચન : જેને ધર્મની ઇચ્છા છે તે શ્રદ્ધાવાનું છે. તેને સંવિનવિહારી કે સંવિપ્ન આદિ ગુણોથી દિક્ષા યોગ્ય હોય અને દિક્ષા લેતા શંકા થાય અને જીવાદિ પદાર્થમાં બોધ પામવા અશક્ત હોય તો સમજાવવું કે, જિનેશ્વરે કહેલ છે તે શંકારહિત અને સત્ય છે. આ પ્રમાણે દીક્ષા લેતા બોધ આપવાથી -x- પછીના કાળમાં પણ નિર્મળ ભાવના
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy