SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 1/5/3/166 49 રપ૦ આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ યુક્ત બને. - X - શંકા-‘જીવથી શરીર જુદું છે' આવી ભાવના ભાવનાર પોતાનું બળવીર્ય ગોપવ્યા વિના પરાક્રમથી 18,ooo શીલાંગધર અને આજ્ઞાનુસાર વર્તવા છતાં મારા કર્મો દૂર થયા નથી. તેનું અસાધારણ કારણ કહો; જેથી હું કર્મમલ હિત થાઉં. આપ કહો તો હું સિંહ સાથે પણ લડું - x * મારે કશું અશક્ય નથી. સમાધાન :- શરીર-મનયુક્ત દારિક શરીર વડે તું યુદ્ધ કર. વિષય સુખ તૃણા સામે લડ. સન્માર્ગે ચાલી તેને વશ કર. બાહ્ય યુદ્ધની જરૂર શું છે ? તરંગ શકુ કે કમોંના જયથી બધું કાર્ય સિદ્ધ થશે. પણ આ સંયમ સામણી કરોડો ભવે પણ મળવી મુશ્કેલ છે. તે કહે છે * સૂત્ર-૧૬૭ - ભાવયુદ્ધ યોગ્ય ઔદારિક શરીર દુર્લભ જ છે. તીર્થકરોએ તેનો પરિ અને વિવેક બતાવેલ છે. ધર્મથી યુત અજ્ઞાની જીવ ગભદિમાં ફસાય છે. આ જિન-શસનમાં એવું કહ્યું છે . જે પાદિમાં આસકત થાય તે હિંસામાં પ્રવૃત્ત થાય છે. તે જ સાચા મુનિ છે, જે લોકોને વિપરીત માર્ગે જતા જોઈ તેનું ઉપેક્ષણ કરે. આ પ્રમાણે કમને સમ્યફ પ્રકારે જાણીને તે સર્વપકારે હિંસા ન કરે. સંયમનું પાલન કરે અને ધૃષ્ટતા ન કરે. પ્રત્યેક જીવનું સુખ પોત-પોતાનું છે, તેમ વિચારી પ્રશંસાનો અભિલા. થઈ સમસ્ત લોકમાં કોઈપણ આરંભ ન કરે, કેવલ મોક્ષ તરફ મુખ રાખી ચાલે, અહીં-તહીં ન ભટકે. રુરીમાં વૃદ્ધ ન થાય, આરંભોથી દૂર રહે. - વિવેચન : આ ઔદારિક શરીર ભાવયુદ્ધને યોગ્ય છે. [‘ઘનુ' નિશ્ચયાર્થે છે.) તે ખરેખર દુર્લભ કે દુપ્રાપ્ય છે. આ અતિ દુર્લભ મનુષ્યપણું અગાધ સમુદ્રમાં પડેલ ખરજવા જેવું કે વીજળીના ઝબકાર જેવું ક્ષણિક છે. અથવા ‘ગુરવે વ યુ' એવો પાઠ પણ છે. તેમાં સંગ્રામ-યુદ્ધ અનાર્ય છે, પરિષહાદિ સાથે લડવું તે આર્યયુદ્ધ છે, તેથી તે દુર્લભ છે. માટે તેની સાથે લડ. તેમ કહ્યું. તેથી સર્વ કર્મક્ષય રૂપને જલ્દી પામીશ. તેથી ભાવયુદ્ધ યોગ્ય ઔદારિક શરીર મેળવીને કોઈ મરૂદેવીમાતા માફક તે જ ભવે સર્વ કર્મનો ક્ષય કરે છે. કોઈ સાત કે આઠ ભવે ભરત રાજા માફક મોક્ષ મેળવે છે. કોઈ અર્ધ પુદ્ગલ પરાવતમાં મોહો જાય છે અને બીજા-અભવી મોક્ષે જતા નથી. એમ કેમ ? તે કહે છે– જેમ જે પ્રકારે આ સંસારમાં તીર્થકરોએ પરિજ્ઞા વિવેક [કહ્યો છે.] કોઈનો કંઈપણ અધ્યવસાય; સંસાર વૈવિધ્ય હેતુ બતાવ્યો છે, તે જ બુદ્ધિમાને સ્વીકારવો જોઈએ. તે જ પરિજ્ઞાનનું જુદા-જુદાપણું બતાવે છે દુર્લભ મનુષ્યત્વ પામીને તથા મોક્ષગમનના હેતુરૂપ ધર્મ પામીને પણ કર્મના ઉદયથી ધર્મભ્રષ્ટ થઈ અજ્ઞાાની જીવ કુમાર-ન્યૌવનાદિ અવસ્થારૂપ ગભદિમાં વૃદ્ધ થાય છે. આ અવસ્થા સાથે મારો વિયોગ ન થાઓ એવા વિચારવાળો બને છે. અથવા ધર્મભ્રષ્ટ થઈ એવા કામ કરે છે જેનાથી ગભદિ યાતના સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. - x * આ વાત જિનવચનમાં પ્રકથી કહેલ છે. હવે પછી પણ તે જ કહે છે તે દર્શાવે છે– ‘ચક્ષુ' આદિ ઇન્દ્રિય વિષયમાં રાગી બનેલ - x * હિંસા આદિમાં પ્રવર્તે છે. અહીં વિષયોમાં રૂપની પ્રધાનતા જાણી તેનું ગ્રહણ કરેલ છે. આસવ દ્વારોમાં હિંસા પ્રધાન અને પ્રથમ હોવાથી તેને લીધી છે. અજ્ઞાનીરૂપ આદિ નિમિતે ધર્મથી ભ્રષ્ટ થઈ ગુભદિના દુ:ખ ભોગવે છે. આ પ્રમાણે જિન-માર્ગમાં કહ્યું છે. જે વિષયસંગને ગભદિગમનનો હેતુ જાણીને ધર્મથી ભ્રષ્ટ ન થાય, હિંસાદિ આશ્રવહારથી નિવર્તે. તે કેવો થાય ? તે એકલો જ જીતેન્દ્રિય મુનિ - x * તેણે સમ્યક્ રીતે મોક્ષમાર્ગ જ્ઞાન, દર્શન, ચાસ્ટિા વડે સંમુખ કર્યો છે અથવા તે મુનિએ ભયને જામ્યો છે એટલે જે હિંસાદિ આસવદ્વારથી દૂર રહે તે મુનિ જ “ક્ષુણ મોક્ષમાર્ગ છે. વળી જે વિષયકષાયથી પરાભૂત છે, હિંસાદિમાં ક્ત છે, તેવો ગૃહસ્થ કે પાખંડી લોક રાંધવું-રંધાવવું આદિ ઔદ્દેશિક અને સયિત આહારાદિમાં ક્ત છે, તેની ઉપેક્ષા કરતો કે અશુભ વ્યાપાર છોડીને તે મોક્ષમાર્ગ જ્ઞાતા મુનિ બને છે. લોકને અન્યથા જોઈને શું કરે ? તે કહે છે પૂર્વે કહેલા હેતુથી જે કર્મ બાંધ્યું તેનાં ઉપાદાન કારણો જ્ઞપરિજ્ઞા વડે સમજીને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે સર્વયા છોડે. તે કર્મ છોડનાર કાયા, વચન અને મન વડે જીવોની હિંસા ન કરે, ન કરાવે, ન અનુમોદે. વળી પાપ ઉપાદાનમાં પ્રવૃત આત્માને સંયમીત કરે અથવા સત્તર પ્રકારના સંયમમાં આત્માને જોડે ઇત્યાદિ. વળી કદાચ અસંયમમાં પ્રવર્તે તો ધૃષ્ટતા ન કરે. કોઈ કાર્ય ગુપ્તપણે કરે તો પણ લજ્જા પામે. આ રીતે કહે છે કે મોક્ષમાર્ગ જાણેલો મુનિ ક્રોધ, માન, માયા, લોભ ન કરે. કઈ રીતે ? બધાં પ્રાણીને મનોનુકૂલ તે સાતા-સુખ છે, બીજાના સુખે પોતે સુખી નથી, બીજાના દુઃખે દુ:ખી નથી. તેવું જાણીને પોતે હિંસા ન કરે. દરેક પ્રાણીના સુખને વિચારતો મુનિ શું કરે ? તે કહે છે, પ્રશંસાનો અભિલાષી થઈ લોકમાં કોઈ જાતનો પાપારંભ ન કરે કે યશકીર્તિ માટે તપ પણ ન કરે. પણ પ્રવચન પ્રભાવનાર્થે કરે. આવા આઠ પ્રભાવકો કહ્યા છે - પ્રાવયની, ધર્મકથી, વાદી, નૈમિત્તિક, તપસ્વી, વિધાસિદ્ધ, મંત્રવિદ્, કવિ. અથવા રૂપનો અભિલાષી ન બને - ઉદ્વર્તનાદિ ન કરે. સદાચાર કઈ રીતે પાળે ? તે કહે છે - બઘાં મલકલંક દૂર થવાથી એક મોક્ષ કે રાગ-દ્વેષના સહિતપણાથી એક તે સંયમ, તેની અભિમુખ તથા મોક્ષ અને તેના ઉપાયમાં એક દૈષ્ટિ રાખી કોઈ પાપારંભ ન કરે. મોક્ષ-સંયમ સન્મુખની દિશા સિવાયની દિશામાં ન જુએ. એ રીતે આરંભરહિત બને. કુમાર્ગ ત્યાગથી તે પાપારંભનો અન્વેષી ન બને. નિર્વિણચારી બને. વારંવાર જન્મે તે પ્રજા, તેના આરંભથી નિવૃત હોય કે મમવરહિત હોય. શરીરાદિમાં પણ જે મમવરહિત હોય તે જ નિર્વિણચારી હોય છે અથવા સીમાં
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy