SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૩//ભૂમિકા બધાં કર્મનો દાહ તે સિવાય ઉત્પન્ન ન થાય માટે ઉષ્ણભાવ છે. બીજા ભાવો પણ બંને રૂપે છે. જીવના ભાવગુણનું શીત-ઉષ્ણરૂપ નિર્યુક્તિકાર કહે છે— [નિ.૨૦૨] ભાવશીત અહીં જીવ-પરિણામરૂપે ગ્રહણ કરે છે. તે આ પરિણામ છે - માર્ગમાંથી ન પડતા સાધુએ નિર્જરા માટે પરીષહો સહવા. કાર્ય શિથિલતાવિહારમાં પ્રમાદ ન કરે. મોહનીયનો ઉપશમ કરે - તે સમ્યક્ત્વ, દેશવિરતિ, સર્વવિરતિ લક્ષણ અથવા ઉપશમ શ્રેણિ આશ્રિત કે તેના ક્ષય રૂપ છે. પ્રાણાતિપાતાદિથી અટકવું તે વિરતિ છે. જે ૧૭ પ્રકારના સંયમરૂપ છે. સાતાવેદનીયનો વિષાક તે સુખ છે. આ પરીષહાદિ બધુ શીત-ઉષ્ણ છે. પરિષહ પૂર્વે કહ્યો. યથાશક્તિ બાર પ્રકારે તપ કરવો. ક્રોધાદિ કષાયો છે. ઇષ્ટ અપ્રાપ્તિ કે નાશ તે શોક છે. સ્ત્રી, પુરુષ, નપુંસક ત્રણ વેદ છે. મોહનીય વિપાકથી ચિત્તમાં મલિનતા તે અરતિ છે. અસાતા વેદનીય ૧૮૯ ઉદય આદિ દુઃખ છે. આ પરિષહ આદિ પીડાકારી હોવાથી ઉષ્ણ છે. તેમ ટૂંકમાં કહ્યું. વિસ્તારથી નિયુક્તિકાર પોતે કહે છે. તેમાં પરિષહ શીત-ઉણ બંને છે, જેનો મંદબુદ્ધિ માટે ખુલાસો કરે છે– [નિ.૨૦૩] સ્ત્રી અને સત્કાર પરીષહ શીત છે કેમકે ભાવમનને તે ગમે છે. બાકીના વીશ પરીષહો મનને પ્રતિકૂળ હોઈ ઉષ્ણ જાણવા - અથવા - [નિ.૨૦૪] જેમાં દુઃસહ પરિણામ છે તે પરીષહો ઉષ્ણ છે. મંદ પરિણામા તે શીત છે. કહે છે કે, શરીરમાં દુઃખ ઉત્પન્ન કરનારા અને સહેલાઈથી સહન ન થાય તેવા તીવ્ર પરિણામવાળા હોવાથી ઉષ્ણ છે. જે ફક્ત શારીરિક દુઃખ આપે પણ સત્ત્વશાળીને મનોદુઃખ ન આપે તે મંદ પરિણામા છે. અથવા ઘણાં જોરમાં આવે તે ઉષ્ણ, જે મંદ પરિણામા છે તે શીત જાણવા. પરિષહ પછી લીધેલ પ્રમાદપદ અને તપોધમની શીતોષ્ણતા કહે છે— [નિ.૨૦૫] શ્રમણધર્મમાં જે પ્રમાદ કરે અથવા ધન ધાન્ય હિરણ્યાદિ માટે જે ઉપાય કરે તે શીત કહેવાય છે. સંયમમાં ઉધમ તે ઉષ્ણ કહેવાય છે. હવે ઉપશમ પદની વ્યાખ્યા કરે છે– [નિ.૨૦૬] ક્રોધાદિ ઉદયનો અભાવ તે ઉપશમ. તેથી કપાય અગ્નિ ઠંડો પડે માટે શીત છે. ક્રોધાદિ જ્વાળા બુઝે ત્યારે તે પરિનિવૃત્ત થાય છે. રાગ, દ્વેષ, અગ્નિના ઉપશમથી ઉપશાંત છે. તથા ક્રોધાદિ પરિતાપ દૂર થતા આત્મા સુખી થાય છે. કેમકે જેના કષાયો શાંત છે તે જ સુખી છે. તેથી ઉપશાંત કષાય શીત છે - ૪ - ૪ - x - હવે વિરતિ પદ કહે છે. [નિ.૨૦૩] જીવોને અભય દેવું તે શીત-સુખ છે. સત્તર ભેદે સંયમ તે શીત છે. કેમકે તેમાં બધાં દુઃખના હેતુરૂપ દ્વન્દ્વ દૂર થાય છે. તેથી ઉલટો અસંયમ તે ઉષ્ણ છે. આ શીત-ઉષ્ણ લક્ષણ સંયમ-અસંયમનો અન્ય પર્યાય સુખ-દુઃખ વિવક્ષાથી થાય છે. હવે ‘સુખપદ' કહે છે. આચારાંગસૂત્ર-સટીક અનુવાદ/૧ [નિ.૨૦૮] સુખ શીત છે. તે રાગ-દ્વેષના દૂર થવાથી આત્યંતિક, એકાંત બાધારહિત લક્ષણવાળું, નિરૂપાધિક, પરમાર્થથી મોક્ષ સુખ જ છે, બીજું કોઈ સુખ નથી. તે સર્વે કર્મોના તાપના અભાવથી શીત છે. નિર્વાળ - બધાં કર્મોના ક્ષયથી પ્રાપ્ત સિદ્ધિ સ્થાન. ત્યાં જે સુખ તે નિર્વાણ સુખ. અહીં સાતા, શીતીભૂત, અનાબાધપદ એ ત્રણેનો અર્થ નિર્વાણ સુખ છે. આ સંસારમાં સાતા વેદનીય વિપાકથી ઉત્પન્ન સુખ મનને આનંદ આપવાથી શીત છે, તેનાથી ઉલટું તે દુઃખ તે ઉષ્ણ છે. હવે કષાય પદ કહે છે– ૧૯૦ [નિ.૨૦૯] ઘણાં પ્રમાણવાળા વિપાક અનુભવ રૂપ કષાયો જેને ઉદયમાં આવે તે બળે છે. કેવલ કપાય અગ્નિવાળો જીવ જ નથી બળતો પણ ઇષ્ટવિયોગ જનિત શોકથી મૂઢ બની શુભ વ્યાપારને ભૂલનાર પણ બળે છે. તથા વેદના ઉદયવાળો સ્ત્રીને ઇચ્છે છે, સ્ત્રી પુરુષને અને નપુંસક બંનેને ઇચ્છે છે, તે પ્રાપ્ત ન થતા અરતિના દાહથી બળે છે અને શબ્દાદિ ઇચ્છાકામ પ્રાપ્ત ન થતાં અરતિના દાહથી બળે છે. આ પ્રમાણે કષાયો, શોક અને વેદોદય બાળનાર હોવાથી ઉષ્ણ છે. સર્વે મોહનીય કે આઠે પ્રકારનું કર્મ ઉષ્ણ છે. તેથી પણ વધુ દાહકતાથી તપ ઉષ્ણતર કહ્યું, કેમકે તપ ઉષ્ણકષાયને પણ તપાવે છે. કષાયની જેમ શોક અને વેદને પણ તપ બાળે છે. હવે પરિષહ, પ્રમાદ, ઉધમના શીતોષ્ણપણાનો અભિપ્રાય કહે છે. [નિ.૨૧૦] શીત અને ઉષ્ણ બંને સ્પર્શને સહે. શીત-ઉષ્ણ સ્પર્શજનિત વેદના અનુભવતો આર્તધ્યાન ન કરે. શરીર-મનને અનુકૂળ તે સુખ તેથી ઉલટું તે દુઃખ તથા પરીષહ, શોક, કષાય, વેદ જે શીત-ઉષ્ણ રૂપ છે તેને સહે. સાધુ આ રીતે શીત ઉષ્ણને સહેવામાં તથા તપ-સંયમ ઉપશમમાં ઉધમ કરે. હવે ઉપરસંહાર કરતા “શીત-ઉષ્ણને ઘણાં સહેવા” તે બતાવે છે. [નિ.૨૧૧] પરીષહ, પ્રમાદ, ઉપશમ, વિરતિ સુખરૂપ પદો શીત કહ્યા તથા પરીષહ, તપ, ઉધમ, કષાય, શોક, વેદ, અરતિ ઉષ્ણ કહ્યા. તે બધાંને મુમુક્ષુએ સહેવા જોઈએ. સુખમાં હર્ષ કે દુઃખમાં શોક ન કરવો. કામ પરિત્યાગી સભ્યષ્ટિ જીવ તેને સહન કરી શકે છે. માટે કામોનું સેવન ન કરવું. 铜 અધ્યયન-૩ ‘શીતોષ્ણીય' ઉદ્દેશો-૧ “ભાવસુપ્ત' અધ્યયન-3નો નામ નિષ્પન્ન નિક્ષેપો કહ્યો. હવે સૂત્ર અનુગમમાં અસ્ખલિતાદિ ગુણવાળું નિર્દોષ વચન કહેવું. તે આ પ્રમાણે— - સૂત્ર-૧૦૯ : અમુનિ [આજ્ઞાની] સદા સુતેલા છે. મુનિ [જ્ઞાની] સદા જાગે છે. • વિવેચન : પૂર્વસૂત્ર સાથે આનો સંબંધ આ પ્રમાણે-દુઃખોના ચકરાવામાં જે ભમે તે દુઃખી છે. એટલે આ લોકમાં ભાવસુપ્ત, અજ્ઞાની જીવો દુઃખોના ચકરાવામાં ભમતા હોઈ દુઃખી છે. કહ્યું છે કે, “આ જગતમાં અજ્ઞાનરૂપી મહારોગ સર્વે જીવોને દુઃખે કરીને
SR No.008992
Book TitleAgam Satik Part 01 Acharanga Sutra Gujarati Anuwad 1
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year
Total Pages128
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy