SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચક્ની વિવેચના (પ્રથમ આવૃત્તિનું) પ્રસ્તુત વિવેચનમાં તત્ત્વાર્થ ભાષ્યના ઘણા ખરા પદાર્થોનું સ્પષ્ટીકરણ કર્યું છે. મારી દૃષ્ટિએ ભાષ્યના જે પદાર્થો તત્ત્વાર્થના પ્રાથમિક કે મધ્યમ અભ્યાસીઓને વધારે કઠીન પડે તેવા લાગ્યા અને એ પદાર્થોને વિવેચનમાં ન લેવાથી સૂત્રના વિષયને સમજવામાં વાંધો પણ ન જણાયો તે પદાર્થો આમાં લીધા નથી. આ સિવાયના ભાષ્યના લગભગ બધા પદાર્થોનું મારી શક્તિ મુજબ સ્પષ્ટીકરણ કર્યું છે. તથા તે તે સૂત્રના વિષયની વિશેષ સમજૂતી આપવા ભાગમાં ન હોય તે વિષયો પણ કર્મગ્રંથ, વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથોના આધારે અહીં લીધા છે. ગ્રંથ છપાયા પહેલાં અને પછી પણ મહેસાણા પાઠશાળાના પ્રધાન પ્રાધ્યાપક પંડિતવર્ય શ્રી પુખરાજજી અમીચંદજીએ સંપૂર્ણ ગ્રંથનું કાળજીથી સંશોધન કર્યું છે. આમ છતાં ક્ષતિઓ જણાય તો તે તરફ મારું લક્ષ્ય દોરવા વાચકોને નમ્ર વિનંતી કરું છું. વાચકો આ વિનંતીનો સ્વીકાર કરી મને પ્રોત્સાહન આપશે એવી આશા રાખું છું. સહુ કોઇ આ ગ્રંથના પઠન-પાઠન આદિથી સ્વ-પરનું શ્રેય સાધે એ જ પરમ શુભેચ્છા. - - મુનિ રાજશેખરવિજયજી (વર્તમાનમાં આચાર્ય વિજય રાજશેખરસૂરિ) પ્રથમ આવૃત્તિ : વિ.સં. ૨૦૩૨, ૫૦૦ નકલ બીજી આવૃત્તિ : વિ.સં. ૨૦૩૬ , ૨૦૦૦ નકલ ત્રીજી આવૃત્તિ : વિ.સં. ૨૦૪૮, ૩000 નકલ ચોથી આવૃત્તિ : વિ.સં. ૨૦૫૫, ૩૦૦૦ નકલ પાંચમી આવૃત્તિ : વિ.સં. ૨૦૬૫, ૨૦૦૦ નકલ આ મુદ્રક : દિdha Podite F/5, Parijat Complex, Swaminarayan Mandir Road, Kalupur, A'BAD-380 001/2 Ph. (079). (O) 22172271 (R) 29297929 (M) 98253 47620
SR No.008990
Book TitleTattvarthadhigama Sutra
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy