SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-શબ્દાર્થ સોલસ વારેસુ, ચઉ ચઉ કૂડા ય હુંતિ પત્તેયં । સોમણસ ગંધમાયણ સત્તઃ ય રુપ્તિ-મહાહિમવે ॥ ૧૩ || ચઉતીસવિયડ્વેસુ, વિષ્ણુપ્પહ-નિસઢ-નીલવંતેસુ I તહ માલવંત સુરગિરિ, નવ નવ કૂડાઇં પત્તેયં ॥ ૧૪ ॥ હિમસિહરિસુ ઇફ્ફારસ, ઇય ઇગસટ્નીગિરીસુ કૂડાણ 1 એગત્તે સવધણં, સય ચઉરો સત્તસટ્ઠી ય | ૧૫ || સોળ વક્ષસ્કાર પર્વતમાં દરેકના ચાર ચાર ફૂટ છે. સોમનસ, ગંધમાદનના સાત સાત, રુક્મી મહાહિમવંતના આઠ આઠ, ચોત્રીશ વૈતાઢચ, વિદ્યુત્પ્રભ, નિષધ, નીલવંત, માલ્યવંત અને મેરુપર્વત વિષે દરેક પર નવ નવ ફૂટો છે. હિમવંત-શિખરી પર્વત ઉપર અગ્યાર અગ્યાર. આમ એકસઠ પર્વતને વિષે એકત્ર કરતા બધા મળીને ચારસો સડસઠ શિખરો થયા. (૧૩-૧૪-૧૫) ૬૧ ચઉ સત્ત અઃ-નવગે-ગારસ-ફૂડેહિં ગુણહ જહસંખં I સોલસ દુ દુ ગુણયાલં, વે ય સગસદ્ઘિ સય-ચઉરો II ૧૬ ॥ ચાર, સાત, આઠ, નવ, અગ્યાર કૂટોને ક્રમશઃ સોળ, બે, બે, ઓગણચાલીશ, બેથી ગુણતા (ગુણીને સરવાળો કરતા) ચારસો સડસઠ થાય છે. (૧૬) ચઉતીસં વિજએસું, ઉસહકૂડા અઃ મેરુજંબુમ્મિ । અટ્ટ ય દેવકુરાએ, હરિકૂડ હરિસહે સટ્ટી || ૧૦ || ચોત્રીશ વિજયોમાં ઋષભકૂટો, મેરુ અને જંબૂવૃક્ષ ઉપર આઠ આઠ, દેવકુરુમાં આઠ, તથા હિરકૂટ, હરિસ્સહ કૂટ એમ કુલ સાઠ (ભૂમિકૂટો) છે. (૧૭) માગહવરદામપભાસ, તિત્વ વિજયેસુ એરવય-ભરહે । ચઉતીસા તિહિં ગુણિયા, દુરુત્તર-સયં તુ તિત્થાણું || ૧૮ || માગધ, વરદામ, પ્રભાસ તીર્થો વિજયો તથા ભરત-ઐરાવતને વિષે છે. તેથી ચોત્રીસને ત્રણથી ગુણતા એકસો બે તીર્થો થાય છે. (૧૮)
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy