SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ દ્વાર ૧૦ - નદી ૧૪ મહાનદી થઈ. લઘુહિમવંત અને શિખરી પર્વત ઉપરના દ્રહોમાંથી (પદ્મદ્રહ અને પુંડરિકદ્રહમાંથી) ત્રણ ત્રણ નદીઓ નીકળે છે અને બાકીના ચાર પર્વત ઉપરથી બે બે નદીઓ વહે છે. ગંગા-સિંધુ :- લઘુહિમવંત પર્વતની મધ્યમાં આવેલ પદ્મસરોવરને ત્રણ દરવાજા છે. પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં. આમાંથી પૂર્વ દ્વારે ગંગા નીકળી પર્વત ઉપર જ ૫૦૦ યોજન વહે છે. પછી ગંગાવત્ત નામનો ફૂટ આવે છે. ત્યાંથી દક્ષિણ તરફ વળીને પર્વત પર જ ૫૨૩ યોજન ૩ કલા વહીને પર્વતના દક્ષિણ છેડે ૨૬જીહિકાથી ઉત્તર ભરતક્ષેત્રમાં ગંગાકુંડમાં પડે છે. ત્યાંથી નીકળી ભરતક્ષેત્રમાં પણ દક્ષિણ તરફ આગળ વધતા વૈતાઢ્યને ભેદી દક્ષિણ ભારતમાં આગળ વધી લવણસમુદ્રને મળે છે. આ જ રીતે સિંધુ નદી પણ પશ્ચિમ તરફ ૫૦૦ યોજન આગળ વધી સિંધુઆવર્ત કૂટથી દક્ષિણ તરફ વળી પર્વત ઉપર જ ૫૨૩ યોજન ૩ કલા વહીને પર્વતના દક્ષિણ છેડે જીáિકાથી ઉત્તર ભરતમાં સિંધુકુંડમાં પડે છે. ત્યાંથી નીકળી ભરતક્ષેત્રમાં દક્ષિણ તરફ આગળ વધતા વૈતાઢ્યને ભેદીને દક્ષિણ ભરતમાં વહી લવણ સમુદ્રને મળે છે. શિખરી પર્વતની મધ્યમાં આવેલા પુંડરીક સરોવરમાંથી પૂર્વ દ્વારે રક્તા નદી અને પશ્ચિમ દ્વારે રક્તવતી નદી નીકળી ઐરવત ક્ષેત્રમાં વહી લવણસમુદ્રને મળે છે. શેષ વિગત ગંગા-સિંધુ પ્રમાણે જાણવી. ભરત અને ઐરવત ક્ષેત્રમાં વહેતી બે બે નદીઓ લઘુહિમવંત અને શિખરી પર્વત ઉપરથી પડે છે. જ્યારે બાકીના ક્ષેત્રોમાં એક નદી પોતાના ક્ષેત્રથી ઉત્તર તરફના પર્વત ઉપરના દ્રહમાંથી તથા બીજી નદી દક્ષિણ તરફના પર્વત ઉપરના દ્રહમાંથી પડે છે. ઉત્તર તરફના પર્વત ઉપરથી પડતી નદી વૈતાઢ્યથી પૂર્વ તરફ વળી જાય છે, જ્યારે દક્ષિણ તરફના પર્વત ઉપરથી પડતી નદી વૈતાઢ્યથી પશ્ચિમ તરફ વળી જાય અને ૨૬. જીહિકા-તે મગરના પહોળા મુખ જેવી અને વજ્રની બનેલી હોય છે.
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy