SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ ગાથા-શબ્દાર્થ પજત્તસંખગભય, તિરિયનરા નિરયસત્તગે જંતિ નિરય વિદ્યા એએસ, ઉવવજંતિ ન સેસેસુ I ૩૫ II પર્યાપ્તા સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો સાતે નરકમાં ઉત્પન્ન થાય છે. (નરકમાં આગતિ) નારકમાંથી નીકળેલા જીવો પણ તેમાં (ગર્ભજ તિર્યંચ અને મનુષ્યમાં) જ ઉત્પન થાય છે, બીજામાં નહીં. (નારકીની ગતિ) (૩૫) પુટવી-આઉ-વણસ્સઇ-મઝે નારયવિવજ્જિયા જીવા સર્વે ઉવવર્ષાતિ, નિય નિચ કમ્માણમાણેણં I ૩૬ I નારકી સિવાયના બધા જીવો પૃથ્વી., અપૂ, વનસ્પતિકાયમાં પોતપોતાના કર્મને અનુસારે ઉત્પન્ન થાય છે. (પૃથ્વી આદિમાં આગતિ) (૩૬) પુટવાઇ-દસ પએસુ, પુટવી આ વણસ્સઈ અંતિ પુટવાઇરસપએહિ ય, તેઊનવાઊસુ ઉવવાઓ ૩૦ ૧પૃથ્વી આદિ દશમાં પૃથ્વીકાય, અકાય અને વનસ્પતિ જાય છે. (પૃથ્વી આદિ ૩ની ગતિ) પૃથ્વી આદિ દશની જ તેઉ-વાઉમાં ઉત્પત્તિ થાય છે. (તેલ-વાઉમાં આગતિ). (૩૭) તેઊડાઊ-ગમણ, પુઢવી-પમુહંમિ હોઇ પયનવગે ! પુટવાઇઠાણદસગા, વિગલાઇતિચં તહિં જંતિ II ૩૮ II તેઉ., વાઉ., પૃથ્વી. આદિ નવમાં ઉત્પન્ન થાય છે. (તેલ-વાઉની ગતિ). પૃથ્વી આદિ દશ-વિકલેન્દ્રિયમાં તથા વિકસેન્દ્રિય ત્રણ-પૃથ્વી આદિમાં જાય છે. (વિકલેન્દ્રિયની આગતિ-ગતિ). (૩૮) ગમણા-ગમણે ગભય-તિરિયાણં સચલજીવઠાણેસT સવ્વત્થ જતિ મછુઆ, તેઉવાઉહિં નો જંતિ / ૩૯ II ગર્ભજ તિર્યંચોનું સઘળા જીવસ્થાનકોમાં (દંડકોમાં) ગમનાગમન ૧૭. પૃથ્વી આદિ ૫ સ્થાવર, ૩ વિકલે, ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્ય.
SR No.008982
Book TitlePadartha Prakasha Part 02
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages96
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy