SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ૧૦ યતિધર્મ (૨૦) પ્રજ્ઞા :- બહુ બુદ્ધિશાળી કે જ્ઞાની હોય તેથી લોકો પ્રશંસા બહુ કરે તે સાંભળી ગર્વ કે અભિમાન ન કરે. પણ એમ વિચારે કે પૂર્વે મારાથી અનેકગણા બુદ્ધિશાળી અને જ્ઞાની થયેલા છે તો હું કોણ? (૨૧) અજ્ઞાન - અલ્પબુદ્ધિ અને અજ્ઞાન હોવાથી ઉગ ન કરે, કંટાળો ન લાવે. પણ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય વિચારી સંયમ ભાવમાં લીન બને. (૨૨) સમ્યક્ત્વ પરિષહ - કષ્ટ કે ઉપસર્ગ આવે અથવા શાસ્ત્રના સૂક્ષ્મ અર્થ ન સમજાય કે પરદર્શનમાં ચમત્કાર દેખાય તો પણ સર્વજ્ઞભાષિત જિનધર્મથી ચલાયમાન ન થવું. યતિ ધર્મ - ૧૦ (૧) ક્ષમા - ક્રોધનો અભાવ. (૨) મૃદુતા :- નમ્રતા, અભિમાનનો અભાવ. (૩) આર્જવ - સરળતા, કપટનો અભાવ. (૪) મુક્તિ -નિર્લોભીપણું, લોભનો અભાવ. (૫) તપ :- ઈચ્છાનો નિરોધ કરવો તે તપ. (૬) સંયમ:- પ-મહાવ્રત, પ-ઈન્દ્રિયનો નિગ્રહ, ૪-કષાયનો જય, ૩-દંડની નિવૃત્તિ. (૭) સત્ય - પ્રિય, પથ્ય (હિતકારી), તથ્ય (સત્ય) વચન બોલવું. (૮) શૌચ - મન, વચન, કાયાની પવિત્રતા. (૯) અકિંચનતા :- કોઈપણ વસ્તુ ઉપર મમત્વ ન રાખવું. (૧૦) બ્રહ્મચર્ય : મૈથુનનો મન-વચન અને કાયાથી ત્યાગ. િભાવના - ૧૨ ) (૧) અનિત્ય ભાવના - લક્ષ્મી, કુટુંબ, શરીર વગેરે જગતના તમામ પદાર્થો અનિત્ય છે, નાશ પામનાર છે, એમ ભાવવું તે.
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy