SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ અજીવના ભેદ ૪૫ ધમસ્તિકાય - ચૌદ રાજલોક વ્યાપી દ્રવ્ય છે. જીવ અને પુગલને ગતિમાં સહાયક છે. અધમસ્તિકાય :- ચૌદ રાજલોક વ્યાપી દ્રવ્ય છે. જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં સહાયક છે. આકાશાસ્તિકાય :- જીવ અને પુદ્ગલને અવકાશ આપે છે. કાળ - જુનાને નવું કરે, નવાને જુનું કરે. પુદ્ગલાસ્તિકાય - જેનામાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ હોય તે પુગલ કહેવાય. સ્કંધ :- આખું દ્રવ્ય. દેશ - સ્કંધનો અમુક ભાગ. પ્રદેશ :- સ્કંધનો ઝીણામાં ઝીણો અંશ, જેના એકથી બે વિભાગ ન થાય તે. પરમાણુ -પુદ્ગલના સ્કંધમાંથી છુટો પડેલો પ્રદેશ તે. ધર્માસ્તિકાય આદિમાંથી પ્રદેશ છૂટો પડી શકતો નથી, તેથી તેનો પરમાણુ નામનો ચોથો ભેદ નથી; પુદ્ગલાસ્તિકાયમાંથી પ્રદેશ છૂટો પડી શકે છે. તેથી તેનો પરમાણુ નામનો ભેદ છે. શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, તડકો વગેરે બધા પુગલના પરિણામો છે. અસ્તિ = પ્રદેશ; કાય = સમૂહ; કાળમાં પ્રદેશોનો સમૂહ નથી, તેથી કાળાસ્તિકાય કહેવાય નહિ. કાળ વર્તમાન સમય રૂપ છે, ભૂતકાળ નાશ પામ્યો છે, ભવિષ્યકાળ હજુ ઉત્પન્ન થયો નથી. માટે કાળ વર્તમાન સમય રૂપ છે.
SR No.008981
Book TitlePadartha Prakasha Part 01
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2009
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy