________________
૨૨ નિયમો અંગેના ખાસ સુચનો
નિયમ
|
સવારે સાંજે | સાંજે | સવારે | સવારે | સાંજે ધારણા |ગણતરી| ધારણા |ગણતરી| ધારણા |ગણતરી
૧.
સચિન
નિયમો સવારે સાંજ સુધીના ધારવા અને સાંજે સવાર સુધીના ધારવા. ૨. સવારે ધારેલા નિયમોની ગણતરી સાંજે અને સાંજે ધારેલા નિયમોની
ગણતરી સવારે કરી લેવી. જો ધારેલ કરતાં ઓછી ચીજ-વસ્તુ વપરાયા હોય તો બાકીનું ‘લાભમાં’ તેમ મનમાં બોલી લેવું. જો ભૂલથી મર્યાદા તૂટી હોય તો તેની નોંધ એક જુદી આલોચના નોટ રાખી તેમાં કરી લેવી. અને તેનું પ્રાયશ્ચિત્ત મહિને-છ મહિને કે વર્ષે
કોઈ ગીતાર્થ સદ્ગુરુ પાસે કરી લેવું. ૩. નિયમોની ધારણામાં અ૫ક્ષયોપશમના કારણે કે વિસ્મરણાદિના
કારણે ભૂલ થાય તો તેની જયણા = છૂટ ધારી લેવી. ભૂલનો ખ્યાલ
આવે તો પ્રાયશ્ચિત્ત લઈ લેવું. ૪. ધારેલા નિયમોને સાંજે અને સવારે ગણતરી કર્યા બાદ ‘ભૂલચૂક
થઈ હોય તો મિચ્છામિ દુક્કડું' એ પ્રમાણે બોલવું. નિયમો ધાર્યા પછી તુરત નીચે પ્રમાણેનું દેસાવગાસિકનું પચ્ચકખાણ બે હાથ જોડીને લેવું. જો ગુરુ મહારાજ હોય તો તેમની પાસે
દેસાવગાસિક પચ્ચકખાણ લેવું. ન હોય તો જાતે લેવું. પરચકખાણ : દેસાવગાસિયં વિભોગ-પરિભોગ પચ્ચકખાઈ
(પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં સહસાગારેણં મહત્તરાગારેણં સવ-સમાહિ-વત્તિયા-ગારેણં વોસિરાઈ (વોસિરામિ). નિયમોની ધારણા કરવા માટે શરૂઆતમાં આ બુકના ખાનાઓનો ઉપયોગ કરવો. ધારણા મુજબ તેમાં નોંધી દેવું, જેથી ભૂલી જવાય તો ચિંતા નહિ. ૧૦-૨૦ દિવસની પ્રેક્ટીસ પછી તો કદાચ નોંધવાની પણ જરૂર નહીં પડે. નોંધ્યા વિના બધું યાદ રાખી શકશો.
૨. દ્રવ્ય ૩. વિગઈ ૪. ઉપાણહ ૫. તંબોલ ૬. વસ્ત્ર ૭. કુસુમ ૮. વાહણ ૯. શયન ૧૦. વિલેપન ૧૧. બ્રહ્મચર્ય ૧૨. દિક્પરિમાણ
૧૩. સ્નાન ૧૪. ભોજન ૧૫. અસિ ૧૬. મસિ ૧૭. કૃષિ ૧૮. પૃથ્વીકાય ૧૯. અપકાય ૨૦. તેઉકાય
|
૨૧. વાયુકાયા ૨૨. વનસ્પતિકાય |
દરિયા જેટલા પાપો ખાબોચિયામાં - ૮
દરિયા જેટલા પાપો ખાબોચિયામાં - ૯