SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગણગણાટ કર્યો, પણ પછી તો એણે પણ મૌનમાં જ કલ્યાણ માન્યું. બંનેનું મૌન જોઇ ઝાંઝરને વધારે ઝનૂન ચડ્યું. એના મોઢામાંથી ગાળોનો વરસાદ વરસવા લાગ્યો. એજ વખતે રાજકુમારીએ પેટી ખોલી. ઝાંઝર મૌન થઇ ગયું. પણ ફાંકો કાયમ હતો. એ તો એમ જ માનતું હતું કે, હું જ મહાન ! મારો મહિમા જ જબરદસ્ત ! મારું જ ઊંચું સ્થાન ! પણ આ શું ? થોડી જ વારમાં એના મુખનું નૂર વિલાઇ ગયું ! રાજકુમારીએ પગે ઝાંઝર બાંધ્યાં, ગળે હાર પહેર્યો અને મસ્તકે મુગટ લગાવ્યો ! ઝાંઝરને તો કાપો તોય લોહી ન નીકળે એવું થઇ ગયું. ત્યાં જ ઘરેણાંની ખાલી પેટીમાંથી ગેબી અવાજ આવ્યો : મૌન રહે તેનો મહિમા વધે ! બોલ બોલ કરે તેનો મહિમા ઘટે ! ઝાંઝર ! તું બહુ બોલ-બોલ કરતાં ગાળાગાળી પર આવી ગયું, માટે તને પગમાં સ્થાન મળ્યું. હાર ! તેં થોડા ગણગણાટ સિવાય મૌન સેવ્યું, માટે તને ગળે સ્થાન મળ્યું, ને મુગટ ! તેં ઉત્કૃષ્ટ મૌન સેવ્યું, માટે તને ઉત્કૃષ્ટ સ્થાન, ઊંચું સ્થાન – મસ્તક મળ્યું. તરત જ જન્મેલા રાજકુમારને પૂર્વભવનું જ્ઞાન થયું : પૂર્વભવમાં હું યોગી હતો. મારી યોગ-સાધના અધૂરી હતી. બોલવાનું વર્જિત હતું, છતાં પુત્રચ્છ રાજાને મેં ‘પુત્રવાન ભવ'ના આશીર્વાદ આપ્યા. ફલતઃ હું સ્વયં મરીને રાજકુમાર બન્યો. ખરેખર બોલવાથી બગડ્યું, મારી આખી સાધના એળે ગઇ ! પણ હવે તો મારે નથી જ બોલવું ! રાજકુમાર મોટો થવા છતાં કાંઇ બોલતાં શીખ્યો નહિ, ત્યારે રાજાને ઘણી ચિંતા થઇ, રાજાએ માંત્રિક-તાંત્રિક આદિને બોલાવીને ઘણા ઉપાયો કર્યા, પણ બધું વ્યર્થ ! રાજકુમાર ન બોલ્યો તે ન જ બોલ્યો. પંદર-સોળ વર્ષનો થયેલો રાજકુમાર એક વખતે જંગલમાં શિકારી-રસાલા સાથે જઇ રહ્યો હતો. ત્યાં ઝાડીમાં રહેલ એક પંખીએ અવાજ કર્યો અને તરત જ શબ્દવેધી સૈનિકે એ પંખીનો શિકાર કર્યો ! દયાર્દુ રાજકુમાર પંખીને ઉદ્દેશીને બોલી ઊઠ્યો : बोला ही क्यों? રાજકુમારના મુખમાંથી શબ્દો સાંભળીને સૈનિકો સ્તબ્ધ થઇ ગયા : અરે ! આ કુમાર તો બોલી શકે છે ! એમણે રાજાને વાત કરી. રાજાએ રાજકુમારને બોલાવવા પ્રયત્ન કર્યો, પણ બોલે તે બીજા ! ફરી એ જ સન્નાટો ! એ જ મૌન ! રાજકુમાર ન જ બોલ્યો. એથી રાજાને સૈનિકો પર ગુસ્સો ચડ્યો. આ સૈનિકોએ ખોટી માહિતી આપીને મને હેરાન કર્યો છે, માટે આ બધા જૂઠાબોલાઓને ફાંસીના માંચડે ચડાવી દઉં, જેથી બીજી વાર કોઈ જૂઠું બોલવાનું નામ ન લે ! સૈનિકોએ ફાંસીએ ચડાવવા રાજાએ આજ્ઞા કરી. ત્યારે રાજકુમાર ફરી બોલી ઊઠ્યો : बोला ही क्यों ? (પક્ષી બોલ્ય માટે પક્ષીને મરવું પડ્યું. સૈનિકો ! તમે બોલ્યા માટે તમારા પર આ આપત્તિ આવી પડી અને હું બોલ્યો એટલે ગયા જન્મમાં સાધના ખોઇ અને આ જન્મમાં આવું રમખાણ થયું.) રાજકુમારને બોલતો જોઇ રાજા એકદમ તેને વળગી પડ્યા. ન બોલવાનું કારણ પૂછતાં રાજકુમારે એક શરત મૂકી કે, ‘જો મને યોગ-સાધના કરવા, યોગી થવા મંજૂરી આપો, તો જ બધું કહું !' રાજાએ મંજૂરી આપી. રાજકુમારે પૂર્વજન્મનું કારણ બતાવ્યું. રાજા કાંઇ જવાબ આપે, તે પહેલા જ કુમાર રાજમહેલનો ત્યાગ કરી જંગલના માર્ગે નીકળી પડ્યો. એ દૃષ્ટાંતનો એ રૂપકનો અર્થ એવો નથી કે, આપણે પણ રાજકુમારની જેમ મૌન રહેવું, કશું બોલવું જ નહિ ! જરૂર હોય છતાં પણ ન બોલવું એ ગુનો છે. સમજણ વગરનું મૌન એ કોઈ મૌન છે ? એવું મૌન તો અજ્ઞાનતાને છૂપાવવાનું ઢાંકણ માત્ર છે ! ઉપદેશધારા * ૧૪૯ ઉપદેશધારા * ૧૪૮
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy