SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ એનો અર્થ એ થયો : કલિયુગમાં દાન શ્રેષ્ઠ છે. વેદો અને ઉપનિષદો પણ આ જ કહે છે. ઋગ્વેદ કહે છે : સો હાથે કમાવો, પણ હજાર હાથે આપો. તૈતરીય ઉપનિષદ્ કહે છે : શ્રદ્ધાથી કે અશ્રદ્ધાથી, અમીરીમાં કે ગરીબીમાં, પ્રેમથી કે ભયથી, લોકલાજથી કે ગમે તે રીતે આપો. માણસને આપવું તો પડે જ છે, પણ એ કઇ રીતે આપે છે ? તે મહત્ત્વનું છે. ઠાણંગ સૂત્રમાં દાનના દસ ભેદ કહ્યા છે : (૧) અનુકંપા દાન : દુઃખીને જોઇ દયાથી આપવું. (૨) સંગ્રહ દાન : વધુ સંગ્રહ માટે આપવું. દા.ત. ચૂંટણી ભંડોળમાં વેપારીનું દાન. (૩) ભયદાન : જમાદાર, પોલીસ, ડાકુ વગેરેને ભયથી આપવું. (૪) કારુણિક દાન: કરુણાથી પ્રેરાઇને આપવું. દા.ત. : મહાવીરપ્રભુનું વસ્ત્રદાન, (૫) લજ્જા દાન ઃ શરમાશરમીએ આપવું. સભા વચ્ચે શરમથી આપવું. (૬) ગૌરવ દાન : મોટાઇ મેળવવા આપવું. (૭) અધર્મ દાન : અધર્મ કાર્યોમાં આપવું. (૮) ધર્મ દાન : ધર્મ કાર્યો માટે આપવું. (૯) કાહી દાન : બદલાની ભાવનાથી આપવું. ‘જાદી' એટલે ‘રિતિ’। હું દાન કરીશ તો એ પણ કરશે, એવી ભાવનાથી આપવું. ઉપદેશધારા * ૧૧૬ (૧૦)કાંતિ દાન : પ્રત્યુપકાર રૂપે આપવું. ‘તં' એટલે ‘ભૂતમ્' । તેણે પહેલાં દાન કરેલું છે, માટે મારે પણ કરવું જોઇએ, એમ સમજીને આપવું. ગીતામાં બતાવેલા દાનના ત્રણ પ્રકાર સમજવા જેવા છે : (૧) સાત્ત્વિક દાન : દેશ, કાળ, પાત્ર જાણીને ‘દાન એ કર્તવ્ય છે' એમ માનીને અપાય તે. દા.ત. સંગમ (શાલિભદ્રનો જીવ) (૨) રાજસ દાન : ક્લેશપૂર્વક, પ્રત્યુપકારની આશાથી ફળના ઉદ્દેશ્યથી અપાય તે. દા.ત. વેપારી આદિ ઇન્કમટેક્ષ આદિના અધિકારીને આપે તે. (૩) તામસ દાન : અયોગ્ય દેશ-કાળમાં, અપાત્રમાં તિરસ્કારપૂર્વક નીચ કાર્ય માટે અપાય તે. દા.ત. : કોઇને પતાવવા ગુંડાને અપાતી ‘સુપારી’. - ગીતા, અધ્યાય-૧૭ દાન તો ઘણા કરે છે, પણ ફળે છે કેટલા ને ? બીજ જમીનમાં ગુપ્ત રહે તો જ અંકુર બનીને બહાર આવી શકે. દાન ગુપ્ત રહે તો જ ફળે. દાન આપીને વાહ-વાહ કરાવનારા, મોટી-મોટી તક્તીઓ લગાવનારા, અખબારોમાં જાહેરાત અપાવનારા જમીનમાં નાખેલું દાનનું બી ખુલ્લું કરી રહ્યા છે. ખુલ્લું બી ન ફળે તેમ પ્રશંસા માટે આપેલું દાન પણ ન ફળે. સંગમે એક થાળી જ ખીર વહોરાવેલી, પણ શાલિભદ્રના ભવમાં એને એ દાનના પ્રભાવે કેટલું મળ્યું તે આપણે જાણીએ છીએ. કારણ કે એ દાન ગુપ્ત હતું. સંગમે ખીર વહોરાવીને ઢોલ ન્હોતો પીટ્યો, બીજાને તો ઠીક, પોતાની માતાને પણ વાત નથી કરી. મનુ કહે છે : પ્રશંસાની ઇચ્છા રાખી તો દાનનું બી સડી ગયું સમજો. હવે એમાંથી વૃક્ષની આશા નહિ રાખતા. ઉપદેશધારા * ૧૧૭
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy