________________
ઉપદેશધારા
ક્ષમાં
ક્ષમા વિષે જૈન શાસ્ત્રો શું કહે છે ? એ આપણે ઘણી વાર સાંભળ્યું. આજે આપણે જૈનેતર શાસ્ત્રો અને વિચારકો ક્ષમા વિષે શું કહે છે તે જાણવા પ્રયત્ન કરીએ.
જગતના મોટા ભાગના માણસો ક્ષમાના પક્ષમાં નથી, અક્ષમાના પક્ષમાં છે. ક્ષમાં રાખીએ તો બધા માથે ચડી બેસે એવી માન્યતાવાળા ઘણા છે. આવા માણસો વેદવ્યાસના મહાભારતનો હવાલો પણ આપી શકે. (યાદ રહે કે જેને જેવું જોઇતું હોય તેવું કોઇને કોઇ ગ્રંથમાંથી મળી જ રહે.)
મહાભારતના રચયિતા વેદવ્યાસ લખે છે : यो नित्यं क्षमते तात बहून् दोषान् स विन्दति । भृत्याः परिभवन्त्येनमुदासीनास्तथारयः
- મહાભારત (વનપર્વ ૨૮/૭) જે માણસ હંમેશ ઘણું બધું સહન કર્યા જ કરે, કર્યા જ કરે તે ઘણા બધા દોષો પ્રાપ્ત કરે છે. શત્રુઓ તો તેના પરાભવ કરે જ છે પણ મધ્યસ્થ પણ કરે અને નોકરો પણ પરાભવ કરવાનો મોકો ન છોડે. (આ વાત ખાસ કરીને નેતૃત્વ સંભાળનાર રાજા વગેરે માટે લખાઇ છે, પણ ગમતી વાત તરત જ બધા અપનાવી લે છે. મોસંબીનું બી મીઠાશ મેળવી લે છે ને મરચાનું બી તીખાશ
ઉપદેશધારા # ૧