SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ મૈત્રીભાવ વ્યાપક થઇ સહુના તાપ દૂર કરનારો બન્યો તે આ લેખોથી પ્રત્યક્ષ થાય છે. શ્રદ્ધાળુ જીવોને આજે પણ પૂજ્યશ્રીની કૃપાનું અનુસંધાન મળે છે. પૂજયશ્રીના વચનોનું શ્રવણ હજી ગૂંજે છે. બંને ગ્રંથો અધ્યયન માટે પર્યાપ્ત છે. કથંચિત પૂજયશ્રીનો આંશિક પરિચય હતો. તેનો ઘણો ભેદ આમાં ખૂલ્યો છે. છતાં હજી ઘણું તો અપ્રગટ જ રહ્યું છે. તો પણ... જેટલું આપ્યું તેટલું સાધના માટે પૂરતું છે. - સુનંદાબેન વોરા (અમદાવાદ) આપશ્રી બંનેએ ‘કલાપૂર્ણમ્' અને “કહે કલાપૂર્ણસૂરિ' ગ્રંથોનું અવતરણ – સંપાદન કરી મુમુક્ષુઓ ઉપર પરમ ઉપકાર કર્યો છે અને પ.પૂ.શ્રી ગુરુ ભગવંતના અનંત ગુણોને પ્રકાશમાં લાવી પ્રકૃષ્ટ ગુરુભક્તિ દ્વારા આપના કર્મોની વિપુલ નિર્જરા કરી છે. આ દ્વારા એમના પરમ ગુણવૈભવને જાણી એમના પ્રત્યે હૃદયનો સાચો અહોભાવ, બહુમાન - ભક્તિ - અનુરાગ પ્રગટાવવાની તથા નિર્જરા કરવાની મુમુક્ષુઓને એક અમૂલ્ય તક આપી છે. આ બદલ આપશ્રીનો આભાર માનીએ તેટલો ઓછો છે. ધન્ય છે આપની ગુરુભક્તિને ! આપના સમર્પણભાવને ! ગુરુગરિમાને પ્રકાશમાં લાવવી તે શિષ્યની ફરજ આપે સુંદર બજાવી છે. ‘કલાપૂર્ણમ્' નો પ્રથમ ભાગ તથા “કહે કલાપૂર્ણસૂરિ'ના પહેલા બે ભાગનો સ્વાધ્યાય કર્યો. બહુ જ આનંદ આવ્યો. ‘કલાપૂર્ણમ્' વાંચ્યા પછી લાગ્યું કે અત્યાર સુધી ગુરુભગવંતને હું બરાબર ઓળખી શક્યો ન હતો અને લગભગ બધાને એમ લાગ્યું હશે. એમને સર્વાગીણપણે ઓળખવાની પણ પાત્રતા અને પુણ્ય જોઇએ. દરેકને તેમના કોઇને કોઇ બે-ચાર પાસાની ઓળખાણ થઇ હોય, પણ આવી સર્વાગી ઓળખાણ બધાને કરાવવાનું ભગીરથ કામ તો તમે કર્યું ! ધન્ય છે તમને ! એમાંય પ.પૂ.પં.શ્રી કલ્પતરુ સાહેબે જે ઓળખાણ કરાવી છે તે તો ખરેખર ! અદ્ભુત છે. ખરે જ તેઓ તેમના સાચા અંતેવાસી હતા. એમની ધ્યાનની પરાકાષ્ઠાનો ખ્યાલ પ.પૂ.શ્રી યશોવિજયજી મ. જે જે નાદનો પ્રત્યક્ષ પરિચય કરાવ્યો તે વાંચતા તો હૃદય નાચી ઊડ્યું. અહોભાવથી નમી પડ્યું ! પૂ.શ્રી ચિદાનંદ મુનિનું એક પદ છે “અવધૂ ! નિરપક્ષ વિરલા કોઇ, દેખ્યા જગ સહુ જોઇ.” “કલાપૂર્ણમ્' વાંચ્યા પછી લાગ્યું કે જાણે આ પદમાં એમના જ ગુણોનું વર્ણન છે. ખરે જ ! આવા નિરપક્ષ વિરલા” ગુરુજી પામીને આપણે બધા ધન્ય થયા છીએ. પ્રભુની પરમ કૃપા સિવાય આવા ગુરુ ત્રણ કાળમાં ય ન મળે. આપણી શી પાત્રતા ? તેમણે આપણા પર અધ્યાત્મ કૃપા વરસાવવામાં બાકી રાખી નથી. બસ... પ્રભુ પાસે એક જ પ્રાર્થના કે ભવોભવ એમનું શરણ મળે અને શીધ્ર મુક્તિ પામીએ. ‘કહે કલાપૂર્ણસૂરિ'ના સંપાદન દ્વારા આપશ્રીએ મુમુક્ષુ જગત પર પરમ ઉપકાર કર્યો છે. જેનો કોઇ જ બદલો કોઇ જ ન વાળી શકે. જાણે ગંગાના પવિત્ર નીર તમે ઘરે બેઠા પાવાની કૃપા કરી ! અમારા જેવા કમભાગીને આવી વાચનાનો લાભ આપશ્રીએ આ કૃપા કરી ન હોત તો ક્યાંથી મળત ? પ.પૂ. ગુરુ ભગવંતે જાણે તેમનું બધું સમ્યજ્ઞાન અને પ્રભુભક્તિનો ખજાનો છૂટા હાથે લૂંટાવી દીધો છે. અને સાથે સાથે મીઠી મીઠી ‘ટપલી’ મારી, સાધનામાં પ્રમાદ ન થાય બજે મધુર બંસરી + ૪૫૦ બજે મધુર બંસરી + ૪૫૧
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy