SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ સુરતની સતી સુભદ્રા કેટલાક વર્ષો પહેલાંની સત્ય ઘટના છે. સુરત શહેરમાં પ્રમોદ શેઠ અને સુભદ્રા શેઠાણી રહે. એમને ત્યાં બાહ્ય અને આંતર વૈભવની છાકમછોળ ઊછળતી હતી. બાહ્ય વૈભવ તે ધન, આંતર વૈભવ તે ધર્મ. બંને વૈભવો ટકી રહે તેવી સલાહ તેના પિતાએ તેને આપેલી. માત્ર આપી જ નહિ, પણ ચોપડાના પહેલા પાને લખાવી પણ હતી ? કઈ શિખામણ આપી હતી પિતાએ ? તમારે જાણવી છે ? જાણી લો : (૧) નીતિ કદાપિ છોડીશ નહિ. (૨) સાધુઓનો સંગ મૂકીશ નહિ. (૩) પરસ્ત્રીગમન કરીશ નહિ. જીભની મીઠાશ મૂકીશ નહિ. (૫) માલમતા ૨૦ લાખની છે, માટે વેપારમાં વધુ જોખમ ખેડીશ નહિ. આ પિતાની શિખામણો માત્ર ચોપડાના પહેલે પાને લખાયેલી ન્હોતી, પણ પ્રમોદના જીવનમાં વણાઇ ગયેલી હતી. એક વખતની વાત છે. પ્રમોદ શેઠ બહારગામ ગયેલા. વેપારનું કામકાજ મણિલાલ મુનીમ સંભાળતા હતા. એક સાંજે વહાણના માલિકે આવીને કહ્યું : ૩૦ લાખના માલવાળો વહાણ છે. વીમો ઊતારશો તો આપને ઘણો નફો થશે. મુનીમે માલની ગણતરી કરી. વીમો ઊતારી વહાણના માલિકને જમાડી વિદાય આપી. - ત્રીજે દિવસે પ્રમોદ શેઠ આવ્યા. ૩૦ લાખના વહાણના વીમાની વાત મુનીમ પાસેથી સાંભળતાં જ હૃદયને આઘાત લાગ્યો. મૂચ્છિત થઇને ધરતી પર ઢળી પડ્યા. માંડ-માંડ જાગૃતિમાં આવ્યા અને બોલી ઊઠ્યા : “અરે મણિલાલ ! આ તે શું કર્યું ? આપણી પાસે કુલ મૂડી જ ૨૦ લાખ છે અને તે ૩૦ લાખનો વીમો ઊતરાવ્યો તે ઠીક નથી કર્યું. મારા પિતાએ ખાસ શિખામણ આપી છે કે મૂડીથી વધારે કદી સાહસ ખેડવું નહિ. હવે દુર્ભાગ્યે કદાચ વહાણો દરિયામાં ડૂબી જાય તો ૩૦ લાખ લાવવા ક્યાંથી ?” મણિલાલ મુનીમ મૌન થઇ ગયો. એને લાગ્યું કે આ બરાબર થયું નથી. પણ હવે શું થાય ? શેઠાણી સુભદ્રાને પણ આ સાંભળીને દુ:ખ થયું. રાત્રે બધા સૂઇ ગયા ત્યારે અચાનક જ જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. વાદળોના ગડગડાટોથી આખું આકાશ ધમધમી ઊઠ્યું. વીજળીના ચમકારા, પવનના સૂસવાટા અને વાદળની ગર્જનાથી વાતાવરણ ભયંકર બની ગયું. એ તોફાનમાં કેટલાય ઝાડો તૂટ્યા-થાંભલા ભાંગ્યા અને મકાનો પણ પડી ગયા. સવારે વાતાવરણ શાંત થયું. બપોરે સમાચાર આવ્યા કે વહાણનો પત્તો નથી. ૩૦ લાખ તૈયાર રાખો. અમે સવારે આવીએ છીએ. આ સાંભળીને શેઠ તો ગાંડા જેવા થઇ ગયા. હવે શું કરવું ? ૩૦ લાખ લાવવા ક્યાંથી ? અને આપી ન શકાય તો આબરૂભેર જીવવું શી રીતે ? શેઠે પત્ની સુભદ્રાને વાત કરી અને અફીણ ઘોળીને આપઘાત કરવાનો પોતાનો નિર્ણય જણાવી દીધો. બજે મધુર બંસરી + ૪૨૪ બજે મધુર બંસરી + ૪૨૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy