SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ રાજાએ અંગરક્ષકો પાસેથી પેલો દાબડો ખોલાવ્યો. અંદર ચિઠ્ઠીમાં લખેલું વાંચી તે તાજુબ જ થઇ ગયો. ચિઠ્ઠીમાં લખ્યું હતું : ‘તોડેલી છતમાંથી’ કવિની અદૂભુત શક્તિ પર રાજાનું મસ્તક ઝૂકી પડ્યું ! ધનપાલની પૂજા ભોજરાજાને ધનપાલનું બીજું બધું ગમતું, પરંતુ તે જૈન બની ગયો... આ વાત ગમતી નહિ. એક વખતે રાજાએ કવિને પૂજાનો થાળ આપીને કહ્યું : કવિરાજ ! જાઓ... અને દેવોની પૂજા કરી આવો. રાજાના મનમાં એમ હતું કે જોઉં તો ખરો... આજે તે કોની પૂજા કરે છે ? તે જિનની જ પૂજા કરે છે એ બીજાની પૂજા નથી કરતો - તેનું કારણ પણ પૂછીશ. ધનપાલ તો શુદ્ધ વસ્ત્રો પહેરી, પૂજાનો થાળ લઇ ઉપડ્યો, પૂજા કરવા... કાલિકા, વિષ્ણુ, શંકર, જિનેશ્વરદેવ વગેરેના મંદિરોમાં તે ગયો... પણ બીજે ક્યાંય પૂજા ન કરતાં માત્ર જિનેશ્વરદેવની જ પૂજા કરી. આ સમાચાર જાસૂસો મારફત ભોજરાજાને મળી ગયા હતા... જયારે ધનપાલ પૂજા કરીને પાછો ફર્યો ત્યારે રાજાએ પૂછ્યું : બોલો... કોની કોની પૂજા કરી ? ધનપાલે કહ્યું : સૌ પ્રથમ હું કાલિકાના મંદિરે ગયો. મહિષાસુરને મારવા તૈયાર થયેલી હાથમાં ખોપડીને ધારણ કરતી કાલિકાને જોઇને મને થયું : અત્યારે દેવી ક્રોધમાં છે. અત્યારે પૂજા શી રીતે કરાય...? પછી વિષ્ણુના મંદિરમાં ગયો. ત્યાં તો રાસલીલા ચાલતી હતી. આથી મને થયું : અત્યારે મારાથી તો ઠીક, પણ બીજાથી બજે મધુર બંસરી * ૩૫૮ પણ અહીં ન અવાય, માટે ત્યાં પડદો લગાવીને હું ચાલતો થયો. શંકરના મંદિરમાં ગયો પણ ત્યાં પૂજા ક્યાં કરવી ? કંઠ જ ન હોય તો ફૂલની માળા ક્યાં પહેરાવું ? નાકે જ ન હોય તો ધૂપ ક્યાં કરૂં ? પગ ન હોય તો પ્રણામ ક્યાં કરું? પછી શ્રી જિનેશ્વરદેવના મંદિરે ગયો : આહ ! શું સૌમ્ય આકૃતિ ! આંખમાં અમી ! મુખ પર પ્રસન્નતા ! સ્ત્રી, શસ્ત્ર રહિત પ્રતિમા ! મને જોતાં જ એમ થઇ ગયું : ખરેખર દુનિયાની સમગ્ર શાંતિ અહીં રેલાઈ છે. વિશ્વનું સકલ સત્ય અહીં ઠલવાયું છે. મેં ત્યાં ભાવવિભોર બની વીતરાગદેવની પૂજા કરી અને આમાં મેં ખોટું શું કર્યું છે ? આપની જ આજ્ઞાનું મેં પાલન કર્યું છે. આપે દેવપૂજા માટે આજ્ઞા કરી અને મેં જયાં દેવત્વ જોયું ત્યાં પૂજા કરી. ધનપાલની આવી સત્ય અને સ્પષ્ટવાણી સાંભળી ભોજરાજા શું બોલે ? પછી... ધનપાલે રાજાને સુદેવ, સુગુરૂ અને સુધર્મનું સ્વરૂપ સમજાવ્યું, જે સાંભળીને રાજા ખુશ થયો. તિલકમંજરી કવિ શ્રી ધનપાલ ભગવાનશ્રી આદિનાથનો પરમ ભક્ત હતો. તેણે ધારા નગરીમાં આદિનાથ પ્રભુનું મંદિર બનાવી મહેન્દ્રસૂરિજીના હાથે પ્રતિષ્ઠા કરાવી હતી. તે મંદિરમાં તે દરરોજ પૂજા કરતો. તે ભગવાન સમક્ષ ‘ઋષભ પંચાશિકા' નામની અદ્ભુત સ્તુતિ પણ તેણે બનાવી હતી. એક વખતે ધનપાલે અનેક અલંકારો અને નવેય રસોથી તરબોળ ભગવાન શ્રી આદિનાથની સંસ્કૃત ગદ્ય કથા રચી. બાર. હજાર શ્લોક પ્રમાણ આ રસ-લાલિત્ય પૂર્ણ-આ કથાનું સંશોધન ગુજરાતમાંથી ધનપાલની આગ્રહભરી વિનંતીને માન આપીને ધારામાં આવેલાં શ્રી શાંતિસૂરિજી મહારાજાએ કર્યું. આ આચાર્ય બજે મધુર બંસરી + ૩૫૯
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy