SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ બચવા તૈયાર છે. બંને પોત-પોતાના દાવ ગોઠવી રહ્યા છે. એક વખતે રાજમાર્ગ પરથી ભોજરાજા પસાર થઇ રહેલા હતા. ધનપાલ પણ સાથે હતો. ત્યાં રાજાએ એક દશ્ય જોયું : એક ડોસી એક નાનકડી બાળાની સામે વારંવાર માથું ધુણાવી રહી હતી. મહારાજાએ ગણતરી કરી કે ડોસીમાએ નવ વાર માથું ધુણાવ્યું. રાજાએ કવિને પૂછ્યું : આ ડોસી પેલી છોકરીને શાની મનાઇ કરે છે ? આશુવિ ધનપાલે શીવ્રતાથી કાવ્ય દ્વારા જણાવ્યું : હે મહારાજા ! આ નાની મુગ્ધ બાળા આપને જોઇને નવાઇ પામી છે. એ ડોસીમાને પૂછે છે : માજી ! આ કોણ છે ? શું મહાદેવ છે ? ‘ના... એ મહાદેવ નથી.' માથું હલાવતાં ડોસીએ કહ્યું : ‘તો શું એ વિષ્ણુ છે ?’ ‘નહિ. વિષ્ણુ પણ નથી...' ‘તો... શું એ ઇન્દ્ર છે ?' નહિ... નહિ... ઇન્દ્ર પણ નહિ.' ‘તો નળ છે ?’ ‘ના... ભોળી ! નળને થયે કેટલાયે વર્ષો થઇ ગયા. અત્યારે નળ ક્યાંથી હોય...?’ ‘તો શું એ કુબેર છે ?’ ‘ના... રે... ના... ઉત્તર દિશાનો સ્વામી કુબેર અહીં ક્યાંથી આવે ?’ ‘તો શું વિદ્યાધર છે ?’ ‘નહિજી... વિદ્યાધર પણ નથી.' બજે મધુર બંસરી * ૩૫૪ ‘તો શું કામદેવ છે ?' ના... છોકરી... ના.. કામદેવને તો શરીર જ નથી. એ ક્યાંથી હોય...?' ‘તો ચંદ્ર છે ?’ ના... ના... ચન્દ્ર તો આકાશમાં છે. વળી તે કલંકી છે. આ ચંદ્ર પણ નથી.’ ‘તો શું બ્રહ્મા છે ?’ ના... અલી... ના... બ્રહ્મા તો ઘરડો છે. જ્યારે આ તો યુવાન છે.’ તેં કહેલા નવમાંથી આ એકેય નથી... પણ આ તો ક્રીડા કરવા પ્રવૃત્ત થયેલા સ્વયં શ્રી ભોજદેવ છે. સમજી ?’ આ પ્રમાણે બાળાના નવ પ્રશ્નોના જવાબમાં નવ વાર ડોસીએ માથું હલાવ્યું. ધનપાલે બનાવેલો શ્લોક આ પ્રમાણે છે : किं नन्दी किं मुरारिः किमुत सुरपतिः किं नलः किं कुबेरः किं वा विद्याधरोऽसौ किमु रतिरमणः, किं विधुः किं विधाता ? । नायं नायं न चायं न खलु नहि नवा नापि नासौ न चैषः, क्रीडां कर्तुं प्रवृत्तः स्वयमिह हि हले ! भूपतिर्भोजदेवः ॥” ધનપાલના આવા શીઘ્રકવિત્વથી એકદમ પ્રસન્ન થઇ ગયેલો ભોજ બોલી ઊઠ્યો : ‘કવિરાજ ! શું જોઇએ છે તમારે ? જે જોઇએ તે માંગી લો. હું તમારા પર અત્યંત પ્રસન્ન છું.’ ‘મારે બીજું કશું જોઇતું નથી, પણ આપના તરફથી માત્ર અભયદાન જોઇએ છે.' ધનપાલની આ માંગણી સાંભળી ભોજરાજા તો છક્ક જ થઇ ગયો : અરે ! મારા મનના ભાવો એ શી રીતે જાણી ગયો ? આ બજે મધુર બંસરી * ૩૫૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy