SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પશ્ચાત્તાપથી ભરપૂર આ શબ્દો સાંભળતાં જ પાલખીમાં રહેલા આચાર્યશ્રીનું મન પ્રસન્ન બન્યું. પોતાની યોજના પાર પડેલી જોઇ તેમણે પોતાનું શરીર હલાવ્યું. સમયજ્ઞ શ્રાવકોએ પાલખી નીચે ઊતરાવી અને સૂરિજી બહાર નીકળ્યા. આ જોઇ સૌ નવાઇ પામ્યા. સૂરિજીની અદ્ભુત ચતુરાઇ અને સચ્ચાઇ પર સૌના મસ્તક ઝૂકી પડ્યા. સૂરિજીનો આ જીવન-પ્રસંગ કહે છે : ઓ માનવો ! કદી કોઇની ઇર્ષ્યા કે નિંદા કરશો નહિ. ઇર્ષ્યા અને નિંદા એ બે સામા માણસને જીવતા રાખીને સતત મારતી રહે છે અને એમાંથી જ હિંસા અને ક્રોધના દાવાનળો ભડકે બળે છે. આ તો સારું થયું કે પેલો ઇર્ષ્યાળુ પંડિત સમજી ગયો, નહિ તો શું થાત ? કદાચ આચાર્યશ્રીને પ્રાણોનું બલિદાન પણ આપવું પડત ! અહંકારમાંથી જ ઇર્ષ્યા, ક્રોધ, હિંસા, આળ વગેરે બધા દોષો પેદા થાય છે. ચાલો આપણે સંકલ્પ કરીએ કે મોટા-મોટા મહારથીઓને પણ ખેદાન-મેદાન કરી નાખતા આ અહંકારને તો હું ખતમ કરીને જ રહીશ. કારણ કે અહંના અને ઇર્ષ્યાના અંધકારમાં જ બધા દોષો ઊભા રહે છે. અહંનો વિલય થતાં જ બધા દોષો પણ વિલય પામે છે. છોટા ટ મિથ્યાત્વી પ્રાણી દેહને જ આત્મા સમજે છે. તેના નાશમાં પોતાનો નાશ સમજે છે, એટલે જ તે સદા મૃત્યુથી ગભરાતો રહે છે. - પૂ.આ.શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. બજે મધુર બંસરી * ૩૪૨ (૧૨ મહાકવિ શ્રી ધનપાલ મધ્ય ભારતના સાંકાશ્ય નગરનો મહાનવિદ્વાન દેવર્ષિ તે જમાનામાં પ્રખ્યાત ધારાનગરીનો મહિમા સાંભળી ત્યાં રહેવા ચાલ્યો ગયો. સાંકાશ્ય નગરમાં તો તે પોતાની પાસે વિદ્વત્તા હોવા છતાં ધનવાન બન્યો ન હતો પણ ધારાનગરીમાં પગ મૂકતાં જ તેનું ભાગ્ય ખૂલ્યું. વિદ્વત્તાના બળથી તે અઢળક ધનનો સ્વામી થયો. શ્રી અને સરસ્વતી સાથે રહેતા નથી એ વાતને તેણે ખોટી ઠરાવી. દેવર્ષિએ બધું ધન જમીનમાં દાટ્યું પણ એ વાત પોતાના પુત્રને પણ કરી નહિ. એક દિવસ દેવર્ષિ મૃત્યુ પામ્યો. આથી તેનો પુત્ર સર્વદેવ ખૂબ જ દુ:ખી થયો. સર્વદેવને એ વાતનો ખ્યાલ હતો કે પિતાએ જમીનમાં ક્યાંક ધન દાટ્યું છે, પણ ક્યા ચોક્કસ સ્થાને દાટ્યું છે તે ખ્યાલ ન હતો. જમીનમાં રહેલા ધનની જાણકારી કઇ રીતે મળે ? તે માટે તે અનેક ઉપાયો અજમાવવા લાગ્યો. એક વખત ધારાનગરીમાં ચંદ્રગચ્છના આચાર્યશ્રી મહેન્દ્રસૂરિ પધાર્યા. અંગવિજા ચૂડામણિ શાસ્ત્રના જાણકાર તે વિદ્વાન સૂરિદેવ પોતાની અજોડ વતૃત્વશક્તિથી ઠીક ઠીક જાણીતા હતા. બજે મધુર બંસરી * ૩૪૩
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy