SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ In 5 ચાણક્ય એટલો બધો બુદ્ધિશાળી હતો કે કોઇ પણ માણસ કેવો છે તે ચહેરો જોઇને સમજી જતો હતો. આથી જ જેવા તેવા માત્ર સત્તા ભૂખ્યા માણસો એની પાસે આવતાં પણ ડરતા હતા. આજ સુધીમાં સુબંધુએ ચાણક્યને હટાવવા કેટલાય દાવો અજમાવ્યા હતા. પણ તેની કારી વાગી નહોતી. કારણ કે અત્યાર સુધી ચંદ્રગુપ્ત મહારાજા વિદ્યમાન હતા અને ચંદ્રગુપ્ત ચાણક્ય પ્રત્યે એટલા વિશ્વાસુ અને સમર્પિત હતા કે સુબંધુ માથું ફોડીને મરી જાય તોય ચંદ્રગુપ્તના દિલમાંથી ચાણક્યને હટાવી ન શકે. પણ હવે રાજયાસન પર ચંદ્રગુપ્ત નહોતા... બિંદુસાર હતા. આથી સુબંધુને અવસર મળી ગયો. એક દિવસ તક જો અને તે બિંદુસાર રાજા પાસે પહોંચી ગયો. દુર્ભાગ્યે ત્યારે ચાણક્યની હાજરી ન્હોતી. તેણે રાજાને કહ્યું : રાજનું ! આપની પાસે ખાસ એક અગત્યની વાત માટે આવ્યો છું. જો કે આપ મને શત્રુ નજરથી જુઓ છો. આથી મારી વાતમાં કદાચ વિશ્વાસ ના પણ બેસે. પણ અન્નદાતા ! એક વાત યાદ રાખજો કે આપને ગમે કે ન ગમે પણ હું હમેશાં રાષ્ટ્રના હિતમાં જ બોલીશ. રાજયદ્રોહીના કારસ્તાન હમેશાં ઉઘાડા પાડીશ. “પ્રિયમનોહારિ ચ દુર્લભ વચઃ' મારી વાત આપને નહિ ગમે... પણ મારે કહ્યા વિના છૂટકો નથી. રાજયને થઇ રહેલું નુકશાન મારાથી નથી જોઇ શકાતું. ઘણા વખતથી કહેવાનો વિચાર હતો... પણ હું માંડી વાળતો હતો. કદાચ મહારાજાને દુ:ખ લાગશે તો એ વિચારે હું અટકી જતો હતો. પણ આજે તો નક્કી જ કર્યું કે રાજાને ગમે કે ન ગમે, પણ મારે હિતકારી વાત તો કરવી જ જોઇએ. જેના વૈદ, મંત્રી અને શિક્ષક મીઠું બોલનારા હોય છે તે દર્દી. રાજાને વિદ્યાર્થીના અહિતને કોણ રોકી શકે ?' “એ બધી વાતો રહેવા દો... તમારે કહેવું શું છે ? એ માંડો ને ! રાજા બિંદુસારે વચ્ચે જ પૂછી નાખ્યું.' ‘જુઓ... વાત એમ છે કે- તમે જે ચાણક્યને અતિવિશ્વાસુ માની રહ્યા છો તે જરાય વ્યાજબી નથી. તે અત્યંત બુદ્ધિશાળી છે, એ વાતની જરાય ના નહિ, પણ તે વિશ્વસનીય તો જરાય છે નહિ.' સુબંધુએ મૂળ વાત ઉખાડી. ‘અવિશ્વસનીય કઇ રીતે ?' કઈ રીતે ? સાંભળો ત્યારે તેણે એવા એવા કાળા કામો કર્યા છે કે તમે સાંભળો તો અત્યારે ને અત્યારે અવળી ઘાણીએ પીલાવી નાખો... પણ આપના પિતાશ્રી ચંદ્રગુપ્ત મહારાજાને એવા હાથમાં લીધા હતા કે તેના અપકૃત્યની જાણ કોઇને થવા પામી નથી. તેના બીજા કાળા કાર્યોની વાત જવા દો... માત્ર એક જ વાત કરું. આપની માતાની હત્યા કરનાર આ પાપી ચાણક્ય જ છે. મારી વાતમાં વિશ્વાસ ન આવતો હોય તો આપ અન્ય કોઇને પણ પૂછી શકો છો. મહારાજા ! મને તો ભય છે કે આ દુષ્ટ ક્યારેક આપને પણ આફતમાં મૂકી ન દે. સ્વાર્થી માણસને કદી કોઇ પોતાના કે પરાયા હોતા નથી. આપ એમના અતિવિશ્વાસમાં રહો તે જરાય યોગ્ય નથી. એ ક્યારે ધોખો આપશે, કાંઇ કહી શકાય તેમ નથી. મેં તો આપના હિત માટે આ વાત કરી છે. માનવું-ન માનવું આપના હાથની વાત છે.' આમ કહીને સુબંધુ જતો રહ્યો, પણ મહારાજાના મનમાં શંકાનું વાવેતર કરતો ગયો. મહારાજા બિંદુસારના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠ્યો : શું આવું હોઇ શકે ? શું ચાણક્ય મારી માતાને મારી નાંખી હશે? લાવ... ધાવ માતાને પૂછી જોઉં... બિંદુસાર રાજા તરત જ ધાવ માતા પાસે પહોંચ્યો અને એકદમ પૂછી નાખ્યું : મારા માતાને ચાણક્ય મારી નાંખી હતી – આ વાત સાચી છે ?' બજે મધુર બંસરી * ૩૨૬ બજે મધુર બંસરી * ૩૨૭
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy