SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્યશ્રીની આ ઘોષણા સાંભળતાં સહુની આંખો રડી ઊઠી. કનકપ્રભસૂરિજીએ ઘૂસકે-ધ્રુસકે રડતા આચાર્યશ્રીની માફી માંગી અને સંઘે પણ રડતી આંખે ક્ષમા માંગી. ખરેખર આચાર્યશ્રીએ બગડતી બાજી સંભાળી લીધી હતી. સંઘમાં થતા ટુકડાને પોતાની વિચક્ષણતાથી અટકાવી દીધા હતા. પછી વિશેષ સ્નેહની વૃદ્ધિ માટે આચાર્યશ્રી રત્નપ્રભસૂરિજીએ કોરટામાં જ ચોમાસું કર્યું અને કનકપ્રભ સૂરિજીએ ઓસીઆમાં ચોમાસું કર્યું. આમ સંઘની એકતા જળવાઇ રહી. આવા હોય છે જૈન મહાન આચાર્ય ભગવંતો...! જઇશ ? મારા ખાતર સંઘમાં ટૂકડા પડશે ? અને ન જાણે એ ટૂકડા કેટલાય વરસો સુધી લડ્યા કરશે ? આવી અનિષ્ટ પરંપરાના પ્રણેતા મારાથી કેમ બનાય ? ગમે તે રીતે મારે સંઘ-ભેદ થતો અટકાવવો જો ઇએ. તીર્થના નામથી કે ગચ્છના નામથી લોકોમાં ભેદ બુદ્ધિ પેદા કરાવવી એ તો મોહનીય કર્મના ૩૦ સ્થાનોમાંનું એક સ્થાન છે. શું હું મોહનીય કર્મ બાંધીશ ? નહિ... નહિ... આવું હરગીજ નહિ બની શકે. ગમે તે પ્રકારે હું સંઘ-ભેદ અટકાવીશ જ. અત્યારે કલિકાલમાં તો અધર્મ સામે લડવા માટે સંઘની સંગઠન-શક્તિ તો જોઇશ જ. આમ રત્નપ્રભસૂરિજી મ.ની વિચારધારા આગળ ચાલી અને ભાવિ અનિષ્ટ દૂર કરવા એમણે મનોમન કોઇક નિર્ણય લઈ લીધો. ચોમાસા પછી તરત જ વિહાર કર્યો અને આચાર્યશ્રી વિનંતી વિના જ કોરટાના પાદરે આવી ચડ્યા. ગામ લોકોને ખબર પડતાં સામૈયું કર્યું. ગમે તેમ તો પણ મહાન આચાર્ય છે. તીર્થંકર તુલ્ય પૂજનીય છે. એમનું સામૈયું કરવામાં કોરટા સંઘ ચૂકી જાય એટલી હદ સુધીનો અવિનીત ન્હોતો. ઠાઠમાઠથી સ્વાગત થયું. આચાર્યશ્રીનું માંગલિક પ્રવચન સાંભળવા સૌ ઉપાશ્રયમાં આવ્યા. આચાર્યશ્રીએ વ્યાખ્યાનના અંતે કહ્યું : કોરટાના સંઘને મારે કેટલા ધન્યવાદ અને અભિનંદન આપવા ? જેટલા ધન્યવાદ આપું તેટલા ઓછા છે. આમેય હવે મારે મારા માટે કોઇકને આચાર્ય-પદવી આપીને સ્થાપિત કરવા જ હતા, પણ કોરટા સંઘે શ્રી કનકપ્રભ મુનિને આચાર્ય-પદવી આપીને મારો બોજો હળવો કરી નાખ્યો છે. આમ કહી શ્રી કનકપ્રભસૂરિજીના મસ્તક પર વાસક્ષેપ નાખતાં જાહેર કર્યું કે- “હું આજથી મારા પટ્ટધર તરીકે આચાર્યશ્રી કનકપ્રભસૂરિજીને સ્થાપિત કરું છું.' ઘણા શ્રાવકો કહે છે : આપનો ઉપકાર. અમે તો આપને જ જોયા છે. હું કહું છું : નહિ ભાઇ ! આ ભગવાનનો ઉપકાર છે. આ પણ બોલવા ખાતર નહિ. હૃદયથી કહેવું જોઈએ. જો જરા જેટલો ‘હું” આવી જાય, તો મોહની ચાલમાં ફસાઈ જઈએ. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૭), તા. ૧૮-૦૭, ૨000 જે આત્મા પૂજા થી રંગાય તે આગળ જતાં વિરતિથી રંગાય જ. મારા માટે તો આ વાત એકદમ સાચી છે. મને તો આ ચરિત્ર ભગવાનની પૂd-ભક્તિના પ્રભાવથી જ મળ્યું છે એમ હું માનું છું. નાનપણથી જ હું દેરાસરમાંથી બપોરે એક-દોઢ વાગે આવતો. મોડા આવવાની આદત આજની નથી. ત્યારે પણ મા-બાપ વાટ જેતા હતા. જો કે તેમને કાંઈ તકલીફ નહોતી પડતી. રોજની મારી આ આદતથી તેઓ ટેવાયેલા હતા. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં ૨૩૪), તા. ૨૨-૧૧-૨૦00, કા.વ. ૧૨ બજે મધુર બંસરી * ૩૨૦ બજે મધુર બંસરી * ૩૨ ૧
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy