SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ તપ કરીએ સમતા રાખી ઘટમાં... રાજમહેલના ઝરુખામાં એક રાજકુમાર બેઠો છે. નામ છે નાગદત્ત. નગરની શોભા જોતો, આવન-જાવન કરતા લોકોને જોતો એ રાજકુમાર અતિ આનંદ અનુભવી રહ્યો છે... જાણે કોઇ પ્રેક્ષક નાટક જોઇ રહ્યો ના હોય ? નીચે અનેક લોકો આવ-જા કરી રહ્યા છે. કોઇ વાતો કરે છે, કોઇ મજાક-મશ્કરી કરે છે, કોઇ હાસ્ય કરે છે... પણ એક વિલક્ષણ પુરુષ, નથી તો વાતો કરતા... નથી મજાક કરતા... નથી તો ઠઠ્ઠા-મશ્કરી કરતા. એમનું મુખ પ્રસન્ન છે. એમના અંગ-અંગ પર પ્રશાંત વાહિતા જાણે સંતાકૂકડી રમી રહી છે. દૂબળો દેહ છે. માંહ્યલો આતમ દેવ ઊજળો છે. એમના હાથમાં દાંડો છે. માથે મુંડન છે. પગ ઊઘાડા છે. સફેદ વસ્ત્ર છે. કોણ છે આ ? રાજકુમારના મનમાં મંથન ચાલ્યું. નક્કી મેં ક્યાંક... ક્યાંક આવી આકૃતિ જોઇ તો છે જ, ચોક્કસ જોઇ છે. આમ મંથન કરતો કરતો કુમાર મનના કો અતળ ઊંડાણમાં ચાલ્યો ગયો. એક પછી એક ભૂતકાળના પડદા હટાવતો ગયો. એને પોતાના જ પૂર્વભવો યાદ આવવા લાગ્યા. ઓહ ! આવી આકૃતિ માત્ર મેં જોઇ જ નથી. મેં સ્વયં અનુભવી પણ છે. એ વિશાલાનગરી ! ત્યાં હું એક મુનિ તરીકે. ચાલતાં પગ તળે દેડકી ચંપાઇ. નાના મુનિએ ત્રણ-ત્રણ વાર પ્રાયશ્ચિત કરવાનું કહ્યું પણ મેં ન કર્યું. એટલું જ નહિ... પણ એ હિતભાષી મુનિને મારવા દોડ્યો. અંધારામાં થાંભલા સાથે અથડાયો. માથું ફૂટ્યું. વેદનાથી કણસતો મરીને જયોતિષમાં સામાન્ય દેવ થયો. ક્રોધાંધની ઉચ્ચ ગતિ ક્યાંથી હોય ? સમ્યક્ત્વની હાજરી માત્રથી પણ આત્મા વૈમાનિક દેવલોકથી નીચેનું આયુષ્ય ન બાંધે તો જે સાધુ હોય તેનું તો પૂછવું જ શું ? પણ હું ભૂલ્યો. ક્રોધથી સાધુપણાથી તો ગયો... પણ સમકિતથી પણ ગયો, જયોતિષ દેવલોકમાં પણ મેં એ જ ક્રોધના સંસ્કારો પોપ્યા. કોઇ કોઇ વાર માનવોને પણ ત્રાસ આપ્યો. ક્રોધના આવેશમાં કેટલાય માણસોને ભસ્મીભૂત કર્યો. મારો પ્રભાવ જમાવવા મેં કેટલાયને બીવરાવ્યા. અરે ! ક્યારેક ક્યારેક તો કેટલીયે નગરીઓ પણ બાળી નાખી. આવા જ ક્રોધના પરિણામથી દેવલોકથી પણ ચ્યવીને હું દૃષ્ટિવિષ સર્પ થયો. એક જ નાનકડી ભૂલે કેટલું અધઃપતન ! ક્યાં એક વખતનો સાધુ શું ? ને ક્યાં જેની નજર માત્રથી પ્રાણીઓ બળી જાય તેવો દષ્ટિવિષ કાળોતરો નાગ હું...? પણ છતાંય ભાગ્ય મારી, સાથે હતું. ભવિતવ્યતા સારી હતી. મને તે ભવમાં જાતિ સ્મરણ જ્ઞાન થયું. મેં મારો અહિંસક મુનિ-ભવ જોયો. ક્રોધના કડવા વિપાકો અનુભવ્યા. હવે ક્રોધ પર ક્રોધ જાગ્યો... પણ મને વિચાર આવ્યો કે હવે આમાંથી બચવું શી રીતે ? મારી નજર માત્રથી જીવો મરી જાય છે. મારે અહિંસક વૃત્તિથી જીવવું કેમ ? એવા સંયોગો-એવી પરિસ્થિતિ-એવું વાતાવરણ મને મળ્યું હતું કે ક્રોધ કર્યા વિના ચાલે જ નહિ. હિંસા કર્યા વિના જીવાય જ નહિ. પણ... મેં અહિંસક ઉપાય શોધી કાઢ્યો. જયાં ચાહ હોય છે ત્યાં રાહ મળી જ જાય છે. ગમે તેવા પ્રતિકૂળ સંયોગોને હટાવી શકાય છે. જો સંકલ્પ છે બજે મધુર બંસરી * ૨૯૯ બજે મધુર બંસરી * ૨૯૮
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy