SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ નાના બાળક સાથે મોંઘીબેન પણ પ્રવચનમાં આવતાં હતાં. એક દિવસે આચાર્યશ્રીની નજર એ નાનકડા બાળક પર પડી અને... જાણે તેનું ભાગ્ય પલટાઇ ગયું. આચાર્યશ્રીની આંખો આ તેજસ્વી બાળક પર જડાઇ ગઇ. ઘડીભર તેઓ જોઇ જ રહ્યાં. આચાર્યશ્રીની ક્રાન્તદર્શી આંખો જાણે એ બાળકના કપાળ પરનું ઉજ્જવળ ભવિષ્ય વાંચી રહી હતી. થોડીવાર પછી પૂછ્યું : ‘કેમ બેન ! આ તમારો નંદન છે ?' ‘હા જી મોઘીબેને ઉત્સાહિત ચહેરે કહ્યું. ‘આ બાળકના ચહેરા પર હું જૈનશાસનની મહાન પ્રભાવના જોઇ રહ્યો છું. બેન ! મારું માનતા હો તો આ બાળકને શાસનનાં શરણે સોંપી દો. એનું જીવન ધન્ય બની જશે. માત્ર એનું જ નહિ, પણ તમારું જીવન પણ ધન્ય બની જશે અને રત્નકુક્ષિ માતા તરીકે તમારું નામ ઇતિહાસ પર સુવર્ણાક્ષરે લખાઇ જશે. ‘ગુરુદેવ ! મારો પુત્ર શાસનને સમર્પિત બને એવા મારા ભાગ્ય ક્યાંથી ? હું તો પહેલેથી જ એવી કામના કરતી રહી છું કે મારો પુત્ર શાસનનો શણગાર બને. આપ મારા પુત્રને સ્વીકારો. એના પિતાની પણ આ અંગે મંજૂરી જ છે. તેઓ તો મારાથી પણ વધુ ધાર્મિક વૃત્તિવાળા છે. ગુરુદેવ ! એને ભણાવજો, ગણાવજો અને આપનો પટ્ટપ્રભાવક બનાવજો . જેથી મારું જીવન પણ ધન્ય બને.' મોંઘીબેને મધમીઠો જવાબ આપ્યો. પહેલે જ ધડાકે પોતાના તેજસ્વી બાળકને ઉલ્લાસભર્યા હૃદયે સોંપી દેતી મોંઘીબેનને જોઇને આચાર્યશ્રીનું હૃદય નાચી ઊઠ્યું. તેઓ મનોમન બોલી ઉઠ્યા : ધન્ય રત્નકલિ માતા ! ધન્ય ડભોઇની પુણ્યભૂમિ ! મોંઘીબેન અને ચિંતક શેઠે પોતાનો વ્હાલસોયો પુત્ર ગુરુ ચરણે સમર્પિત કર્યો... શુભ મુહૂર્ત બાળકની દીક્ષા થઇ... ગુરુએ તેનું નામ પાડ્યું : શ્રી મુનિચંદ્ર મુનિ ! હા... આ બાલમુનિ ખરેખર ‘મુનિચંદ્ર' જ હતા. કારણ કે તેઓ મુનિઓમાં ચંદ્રની જેમ શોભતા હતા. એમના દર્શન માત્રથી સૌની આંખડી ઠરતી હતી... બાલમુનિ મુનિચંદ્ર ઉંમરમાં જ માત્ર બાળ હતા, બુદ્ધિમાં નહિ. નાની ઉંમર... પણ બુદ્ધિ એવી હતી કે મોટા મોટા ખેરખાંઓ પણ સ્તબ્ધ બની જાય... બુદ્ધિની સાથે શુદ્ધિ પણ એટલી જ જોરદાર હતી. આત્મશુદ્ધિ અંગે તેમની પહેલેથી જ એટલી તકેદારી હતી કે દીક્ષાના દિવસથી જ છ વિગઇનો ત્યાગ કર્યો... અને વાપરવામાં બાર દ્રવ્યથી વધારે નહિ લેવા તેવી પ્રતિજ્ઞા કરી. મોટે ભાગે તેઓ આયંબિલ જ કરતાં રહ્યા. બાલ્ય અવસ્થામાં પણ કેવી અબાલ બુદ્ધિ ! (તેઓ પ્રાયઃ કાંજીનું પાણી પીતા, આથી તેઓ ‘સૌવીરપાયી’ તરીકે પણ ઓળખાયા છે.). તેઓ ઉપાધ્યાયશ્રી વિનયચંદ્રજી પાસે પોતાનો અભ્યાસ કરવા લાગ્યા. તીવ્ર બુદ્ધિના કારણે તપ સાથે જ્ઞાનમાં પણ તેઓ પ્રગતિ કરવા લાગ્યા... એમનામાં કેટલી તીવ્ર મેધા શક્તિ હતી તેનો હજુ ખાસ કોઇને પરિચય થયો હતો, પણ એક પ્રસંગ એવો બન્યો જેથી તેમની પ્રતિભાનો સૌને પરિચય થયો... વિ.સં. ૧૦૯૪માં તેઓ પોતાના ગુરુદેવ સાથે વિહાર કરતા કરતા પાટણ પાસે આવ્યા... પાટણ છોડીને આગળ વધતાં ગુરુદેવને કહ્યું : “ગુરુદેવ ! આપ પાટણ કેમ છોડી દો છો ?' બજે મધુર બંસરી * ૨૮૮ બજે મધુર બંસરી * ૨૮૯
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy