SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે પુસ્તકો હાથમાં લઇ લેજો ... તમને નવી જ તાજગી અને નવી ફૂર્તિનો અનુભવ થશે. તમારો કંટાળો ક્યાંય દૂર ભાગી જશે. એકવાર વાંચનમાં તમને રસ પડી ગયો તો તમને પુસ્તક વગરનું જીવન અસંભવ લાગશે. દુનિયાની બધી શાંતિ પુસ્તકમાં પડેલી છે, એવું લાગશે. જેમ વ્યાયામથી શરીર કસાય છે, ભક્તિથી હૃદય કસાય છે (ભાવિત બને છે) તેમ વાંચનથી આપણું મગજ કસાય છે. કસરતથી કસાયેલું શરીર ગમે છે તો વાંચનથી કસાયેલું મગજ નથી ગમતું ? વિ. સ. ૨૦૧૬માં સૌ પ્રથમ જીવલેણ માંદગી આવી. ડૉકટરે કહ્યું : ટી. બી. છે. સોમચંદ વૈદ કહે : ટી. બી., બી. બી. કાંઈ નથી. મારી દવા લો. કહેવું પડે. ભગવાને જ વૈદને તેવી બુદ્ધિ આપીને આઠ દિવસમાં છાશ કિંt૨. ઊભો કરી દીધો. બીજી માંદગી મદ્રાસમાં આવી. મેં રાત્રે ક૯૫તવિજયજીને કહી દીધું : ‘હું છું. બ૨વાની શક્યતા નથી. ' મુહરીના બોલ્ફ પક્ષ હું ભૂલી ગયેલો. વેદના ભયંકર ! પટ્ટ વખતે #તિ પણ બોલી શકું નહિ, પણ ભગવાન બેઠા છે ને ? એમણે મને બચાવી લીધો. આવા ઉપદ્રવોમાંથી બચાવનાર ભ૨વાન છે ને ? તે વખતે મને થયેલું : પ્રભાવનાના નામે આ ક્ષેત્રમાં હું ક્યાં અાવ્યો તે વખતે કહપના પણ ન હતી કે હું સાજો થઈ જઈશ અને ગુજરાત-કચ્છમાં અાવીને હું પાછો વાચના આપીશ. પસ ભગવાને મને બેઠો કર્યો. આજે તમે વાસના પન્ન સાંભળી રહ્યા છો. આવા ભગવાનને હું શી રીતે ભૂલી શકું ? હું તો મારા અનુભવથી કર્યું છું : બાહ્ય આતર આપત્તિોમાં ભગવાન રક્ષણ કરે જ છે. જીવનમાં ખૂટતી આધ્યાત્મિક શક્તિઓને પૂરતી કરે છે. જ્યારે જરૂર પડે ત્યારે તો વ્યક્તિ થી પંક્તિ મળી જાય. નવકાર #ીને હું પુસ્તક ખોલું. જે નીકળે તે માં ભગવાનનો આદેશ સમજી હું અમલ કરું અને સફળતા મળશે. અત્યારે ભગ્ગવાન સિવાય મને કોનો અ૪ ધાર છે ? અનુભવથી કહું છું : ભગ્યવાન સતત યોગક્ષેમ કરતા જ રહે છે. કેઠ મોક્ષ સુધી યોગક્ષેમ કરતા જ રહે છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા. નં. ૩૯), તા. ૨૨-૦૯-૨000, ભા.૩.૯ ર૬. વ્યા: વિન્યા: | કુવિકલ્પો છોડી દેવા’ કુવિકલ્પો સાધના-માર્ગમાં બહુ મોટું વિઘ્ન છે. કુવિકલ્પો એટલે કુવિચારો ! કુસંગ અને કુસાહિત્યની જેમ કુવિચારો પણ ખતરનાક છે. કદાચ કુસંગ અને કુસાહિત્યથી પણ વધુ ખતરનાક છે. કુસંગ અને કુસાહિત્ય પણ તો જ ખતરનાક બની શકે જો આપણી અંદર કુવિચાર પેદા થાય. કુવિચાર પેદા જ ન થાય તો કુસંગ કે કસાહિત્ય શું બગાડી શકવાના હતા ? જો કે સાહિત્ય કે સંગની ઉપેક્ષા કરી શકાય નહિ, કારણ કે આપણે વિચાર-વિશ્વ સાહિત્ય અને સંગથી જ ઘડાય છે. વિચાર પ્રમાણે જ આચાર બનતા રહે છે. અગાઉ વાંચનની વાત કરી, પણ ઘણું ઘણું વાંચ-વાંચ કરવાથી મન વિચારોથી ભરાઇ જાય છે. મનમાં એટલા બધા યોગ્ય-અયોગ્ય વિચારો ઘૂસી જાય છે કે માણસ ક્યારેક પોતાના જ વિચારોથી ત્રાસી જાય. આને વિચારોનું અજીર્ણ કહેવાય. ભોજનના અજીર્ણને તો હજુ પહોંચી વળાય, પણ વિચારોના અજીર્ણનું શમન કરવું એટલું સહેલું નથી. કુવિચારોને નાથવાનો એક અમોઘ ઉપાય છે : સુવિચારો ! ક્રોધને ક્ષમાથી, માનને નમ્રતાથી જીતી શકાય તેમ કુવિચારોને સુવિચારોથી જીતી શકાય. કુવિચારોને નાથવા ઘણા સુવિચારો જોઇએ જ, એવું નથી. એક પણ સુવિચાર... હૃદયના ઊંડાણ સુધી ગયેલો સુવિચાર, ઉપદેશધારા # ૨૭૭ ઉપદેશધારા ૪ ૨૭૬
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy