SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ર૧. સર્વત્ર પર્વ મામ: પુરા : I બધે જ સ્થળે આગમને આગળ રાખવા” માં આત્મા, પરમાત્મા, પુણ્ય, પાપ, પરલોક, મોક્ષ - વગેરે પદાર્થો પર નિર્ણય કઇ રીતે કરવો ? આ બધા અતીન્દ્રિય પદાર્થો છે. અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય આપણા જેવા છદ્મસ્થો કરી શકે નહિ. કરવા જાય તો ઠોકરો જ ખાય. આથી જ સાધક માટે શાસ્ત્ર એ જ આધાર છે. દેવોને અવધિજ્ઞાનની આંખ છે. સિદ્ધોને કેવળજ્ઞાનની આંખ છે. સામાન્ય માણસને ચામડાની આંખ છે, પણ સાધુને શાસ્ત્રની આંખ છે : 'साधवः शास्त्रचक्षुषः' એમ પૂ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે. મૌલિકતાના નામે જે લોકોએ શાસ્ત્ર છોડ્યા તેઓના ભાગ્યમાં ઠોકરો જ ખાવાનું લખ્યું છે, એમ માનજો . માથા પાછળની માખી નહિ જાણી શકનારો છદ્મસ્થ માણસ અતીન્દ્રિય પદાર્થોમાં ગોટા જ વાળવાનો ! આગમો તો ભગવાનનું જ મંત્રમય રૂપ છે. ભગવાન અત્યારે આપણા પર બે રીતે ઉપકાર કરી રહ્યા છે : આગમ અને મૂર્તિથી. આ બંનેમાં મંત્ર અને મૂર્તિ સ્વરૂપે સાક્ષાત્ ભગવાન જ છે, એમ શ્રદ્ધાળને દેખાય છે. मन्त्रमूर्ति समादाय, देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः, सोऽयं साक्षाद् व्यवस्थितः ॥ મંત્ર અને મૂર્તિના રૂપમાં આ સાક્ષાત ભગવાન જ બિરાજમાન છે.” ૫. વીરવિજયજી કહે છે : ‘વિષમ કાળે જિન બિબ જિનાગમ, ભવિયણ કું આધારા.” વિષમકાળમાં જિનબિંબ અને જિનાગમ – આ બે જ આપણને સૌને આધારરૂપ છે. ભગવાનની મૂર્તિ આપણા હૃદયને ભક્તિથી ભીનુ-ભીનું બનાવે છે, જયારે ભગવાનના આગમ આપણા મગજને જ્ઞાનથી ભર્યું-ભર્યું બનાવે છે. હૃદય અને મગજ બંનેનો સમકક્ષી વિકાસ જીવનને સમતોલ અને આનંદપૂર્ણ બનાવે છે. મૂર્તિ ભક્તિપૂર્ણ જીવન માટે છે. આગમ જ્ઞાનપૂર્ણ જીવન માટે છે. અહીં ઉપાધ્યાયજી મહારાજ કહે છે : હે સાધક ! તું સર્વત્ર જિનાગમને આગળ રાખ. આગમ ભણીએ જ નહિ તો આગળ શી રીતે રાખી શકીએ ? સાધુ માટે પાંચ પહોર સ્વાધ્યાયનું વિધાન છે. પાંચ પહોર એટલે લગભગ ૧૫ કલાક. ૨૪માંથી ૧૫ કલાક સુધી સ્વાધ્યાયમાં રમમાણ રહે તે આગમમાંથી અર્ક કાઢી શકે. જે કદી ભણ્યો ન હોય, આગમ સાથે સ્નાન-સૂતકનોય સંબંધ ન હોય તે આગમને આગળ શી રીતે રાખવાનો ? ઉપદેશધારા * ૨૭૨ ઉપદેશધારા * ૨૭૩
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy