SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ २४. ध्येया आत्मबोधनिष्ठा । આત્મજ્ઞાનની નિષ્ઠાનો ધ્યેય રાખવો’ નીતિશાસ્ત્ર કહે છે : ત્રણનો વિશ્વાસ કદી નહિ કરતા : (૧) જોષીની ભવિષ્યવાણી (૨) લુચ્ચાનો સદાચાર અને (૩) શત્રુનો પ્રેમ. શત્રુને ઓળખવામાં જરાક થાપ ખાધી તો બધી બાજી ઊંધી વળી સમજો . પૃથ્વીરાજ ચૌહાણે મહંમદ ઘોરીને અનેકવાર હરાવ્યો ખરો, પણ દર વખતે જીવતો જવા દીધો. પૃથ્વીરાજ વિશ્વાસમાં રહ્યો : આ ઘોરી શું કરી લેવાનો છે? ક્યાં મારી તાકાત ? ક્યાં એ મગતરો ? છેલ્લે શું થયું ? તે આપણે બધા જાણીએ છીએ. પૃથ્વીરાજ હાય, મરાયો અને ભારત પર મુસ્લિમ શાસન આવી ચડ્યું. (જો કે પૃથ્વીરાજની હારમાં ઘરની ફુટ પણ કારણ હતું.) શત્રુ વિષે શિવાજી અત્યંત સાવધ રહ્યા એટલે જ એને ભેટી પડનાર મુસ્લિમ સેનાપતિ છરો ભોકે એ પહેલા જ શિવાજીએ વાઘનખથી એને ચીરી નાખ્યો. શત્રુ પર ગાફેલ રહેવાથી પૃથ્વીરાજ મરાયો. સાવધ રહેવાથી શિવાજી બચી ગયા. આપણે એ બધી વાતો નથી કરવી. માત્ર એટલું જ સમજવું છે : શત્રુ કેટલો ખતરનાક હોઇ શકે ! બહારનો શત્રુ બહુ-બહુ તો કદાચ આ શરીરને ખતમ કરી શકે, પણ પ્રમાદરૂપી આ શત્રુ તો આપણા ભાવપ્રાણોને ખતમ કરી નાખશે. પ્રમાદશત્રુથી ગાફેલ રહેવાના કારણે અનંતા ચૌદપૂર્વીઓ નિગોદમાં પડ્યા છે, એ સદા આંખ સામે રાખવા જેવું છે. જીવનનો ધ્યેય શું ? તમે આટલી બધી દોડધામ શા માટે કરો છો ? કોઇ આવો પ્રશ્ન પૂછે તો તમે શું કહેશો ? તમારા જેવા કદાચ કહેશે : આટલી બધી દોડધામ પૈસા માટે કરીએ છીએ. પ્રવૃત્તિ ન કરીએ તો પૈસા શી રીતે મળી શકે ? ‘પણ... પૈસા શા માટે કમાવ છો ?' અમારા જેવો કોઇ, આવો પ્રશ્ન પૂછે ત્યારે તમે શો જવાબ આપશો ? મહારાજ ! તમે કેવી વાત કરો છો ? પૈસા નહિ મેળવીએ તો ખાઇશું શું ? અમે ખાવા માટે કમાઇએ છીએ.' પણ... ખાવ છો શા માટે ?” અમારા પ્રશ્નો ચાલુ છે. ‘આ તે કંઇ પ્રશ્ન છે... મહારાજ ! ખાઇશું નહિ તો જીવીશું શી રીતે ? જીવવા માટે ખાવું તો પડે જ ને ?' (એટલી સારી વાત છે : તમે જીવવા માટે ખાવ છો, ખાવા માટે જીવતા નથી. ઘણા નબીરા તો એવો નફફટ જવાબ આપે છે : અમે ખાવા માટે જીવીએ છીએ. જવાબ જ નથી આપતા, તેઓ એમ જીવી પણ બતાવે છે !) અચ્છા... હવે એ બતાવો.. તમે શા માટે જીવો છો ?' અમારા પ્રશ્નની ધારા હજુ અટકી નથી. ઉપદેશધારા ૪ ૨૬૪ ઉપદેશધારા + ૨૬૫
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy