SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ જયાં સુધી અંદર આળસ બેઠી છે ત્યાં સુધી ગમે તેટલો સારો કાળ આવે, આપણા માટે નકામો છે. આળસને જો ભગાડી દઇએ તો ગમે તેટલો ખરાબ કાળ પણ આપણું કાંઇ જ બગાડી ન શકે. એક વિચારકે બહુ જ સુંદર કહ્યું છે : ઊંઘ એટલે કળિયુગ. આળસ એટલે દ્વાપરયુગ. ઊભા થવું એટલે ત્રેતાયુગ. ચાલતા રહેવું એટલે સતયુગ. આનો અર્થ એ થયો કે ઊંઘ અને આળસ છોડી જો આપણે ચાલવા લાગીએ તો આપણા માટે સતયુગ જ છે. ઊંધી જઇએ તો આપણા માટે કળિયુગ છે. કળિયુગ અને સતયુગ ક્યાંય દૂર નથી. આપણી જ ઊંઘ અને આપણા જ ઉદ્યમમાં તે રહેલા છે. - યોગી એકલા રહેલા હોય તો પણ આળસમાં ન રહી સાધના જ કરે, પણ જો કોઇ આળસુ માણસ પોતાને યોગી માનીને એકાંતનું સેવન કરવા જાય તો તે ચોક્કસ ઊંઘ અને આળસમાં જ સરકી પડશે. આથી જ ‘આળસુએ એકલા ન રહેવું જોઇએ અને એકલા હોય તેણે આળસુ ન રહેવું જોઇએ” એમ કહેવાયું છે. એકાંતમાં આળસની પૂરી સંભાવના છે. એકાંતસેવનની અગાઉ કહેલી વાત તે પરિપકવ સાધકો માટે જ સમજવી. અપક્વ સાધકો માટે એકાંત પ્રમાદનું ઘર પણ બની શકે. સ્વભાવથી જ માણસને આળસ ખૂબ જ ગમે છે, પડ્યા રહેવું ગમે છે. કામ ન છૂટકે કરે છે. એમાં પણ જેટલું બચાય તેટલું બચે છે. કામચોરી કરતો રહે છે. કામ ન્હોતું મળતું ત્યારે ‘અમે બેકાર છીએ, અમને કામ જો ઇએ' એવી બૂમો પાડનારો માણસ કામ મળતાં જ ‘કામચોર' બની જાય, એ આળસનો જ પ્રભાવ ને ? ઘણીવાર એમ લાગે : આ બધા જ યંત્રોનો જન્મ માણસની આળસમાંથી થયો છે. ચાલવાની આળસમાંથી ગાડીઓનો, લખવાની આળસમાંથી પ્રેસનો, ધોવાની આળસમાંથી વોશિંગ મશીનનો, સૂતર વણવાની આળસમાંથી કાપડની મિલો વગેરેનો જન્મ થયો છે. યંત્રોનો જન્મ ભલે ગમે તે રીતે થયો હોય, પણ અત્યારે આ બધા જ યંત્રો માણસની આળસને પોષી રહ્યા છે, એ તો નક્કી જ છે. આ યંત્રોના કારણે અગાઉ કરતાં આજનો માણસ વધુ પંગુ, વધુ પરાધીન અને વધુ પ્રમાદી બની ગયો છે. એની પરાધીનતા, પંગુતા કે પ્રમાદ, આમ ખ્યાલમાં ન આવે, પણ યંત્રો બગડી જાય કે અચાનક લાઇટ ચાલી જાય ત્યારે તમે સ્પષ્ટ જોઇ શકશો. - ડાયાબિટીસ (મધુપ્રમેહ) રોગ અગાઉ માત્ર રાજપરિવાર પૂરતો સીમિત હતો... હવે એ સર્વવ્યાપી થઇ ગયો છે. ડાયાબિટીસ એટલે વધતી આળસ અને ઘટતો ઉદ્યમ ! મજુરોને કદી ડાયાબિટીસ થયો છે ? પ્રમાદ એટલે આળસ, ઉદ્યમનો અભાવ એવો અર્થ લૌકિક દૃષ્ટિએ ઠીક છે, પણ આપણે લોકોત્તર શાસન, પ્રમાદનો આથી પણ ઊંડો અર્થ કરે છે. દુનિયા કહે છે : પ્રમાદ એટલે પ્રવૃત્તિનો અભાવ. જૈનશાસન કહે છે : ધમધોકાર પ્રવૃત્તિમાં પણ પ્રમાદ હોઇ શકે. પ્રમાદ એટલે આત્મબોધનો, જાગૃતિનો અભાવ. આત્મબોધ વિના કરાતી કોઇ પણ પ્રવૃત્તિ પ્રમાદ જ ગણાય. શાસ્ત્રોમાં આ પ્રમાદ પાંચ પ્રકારે કહેવાયેલા છે : (૧). મદિરાપાન (૨) વિષય સેવન (૩) કષાય સેવન (૪) નિદ્રા અને (૫) વિકથા. | દારૂના સેવનમાં સ્પષ્ટ પ્રમાદ છે. ત્યાં આત્મબોધ હોતો નથી. ઇન્દ્રિયોના પાંચે પાંચ વિષયોમાં આસક્ત માણસ પણ આત્મબોધ ખોઇ બેસે છે, માટે એ પણ પ્રમાદ છે. ટી.વી. જોવું, રેડિયો ઉપદેશધારા * ૨૬૦ ઉપદેશધારા + ૨૬૧
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy