SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દો વાંચીએ તો આપણું હૃદય ઝંકૃત તો થઇ જ ઊઠે. ‘ખરેખર આ લોકોને કશીક દિવ્યતાની ઝલક મળી હશે' એવું લાગ્યા વિના ન રહે. જુઓ, પૂ. મોહનવિજય ‘લટકાળા' કહે છે ઃ પ્રીતલડી બંધાણી રે, અજિત જિણંદ શું, પ્રભુ પાખે ક્ષણ એક મને ન સુહાય જો;' ધર્મનાથ ભગવાનના સ્તવનમાં કહે છે : ‘હાં રે મારે ધર્મ જિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવલડો લલચાણો પ્રભુજીની ઓલગે રે લોલ.' પં. શ્રીવીરવિજયજીના ઉદ્ગારો જુઓ : ‘તન રીઝે મન ઉલ્લસે રે, દેખી પ્રભુની રીત; ઝૂરણ લાગી જીભડી રે, પૂરણ બાંધી પ્રીત.’ પ્રભુ ! તારા પ્રેમમાં મારા મન-વચન-કાયા તરબોળ બની ગયા છે. શરીર થનગની રહ્યું છે. મન ઉલ્લસિત થઇ રહ્યું છે. જીભ ઝૂરી રહી છે. પ્રભુ ! તારી સાથે મેં પૂરી પ્રીત બાંધી છે. જૈનેતર પ્રભુ-પ્રેમીઓના ઉદ્ગારો પણ કેવા વેધક છે ? આંડિયાં ઝાંઇ પડી, પંથ નિહાર-નિહાર; જીડિયા છાલા પડ્યા, રામ પુકાર પુકાર.’ ‘પ્રભુ ! તારા માર્ગની વાટ જોતાં-જોતાં આંખે ઝાંખપ આવી છે. પ્રભુ ! તારું નામ બોલતાં-બોલતાં જીભમાં છાલા પડ્યા છે. દયાળુ ! ક્યારે પધારશો ? ક્યાં સુધી ટટળાવ્યા કરશો આ સેવકને ?’ પ્રભુપ્રેમી કબીર તો ત્યાં સુધી કહે છે : મારા આ શરીરને સળગાવી દઉં, એમાંથી શાહી બનાવું. મારા હાડકામાંથી કલમ બનાવું અને તેનાથી રામનું નામ લખતો રહું... લખતો રહું... બસ, જીવનભર આ જ કામ કરતો રહું, ‘યહ તન જાલૌ મિસ કરું, લિખું રામકા નાઊં; લેખણી કરું કરક કી, લિખિ-લિખિ રામ પઠાઊં.' ઉપદેશધારા * ૨૪૮ રૈદાસ કહે છે : તારું દર્શન એ જ મારું જીવન છે, તારા દર્શન વિના શી રીતે જીવી શકું ? રિસન તોરા જીવન મોરા, બિન દરસન ક્યું જીયે ચકોરા ?’ કૃષ્ણના પ્રેમમાં મસ્ત મીરાં કહે છે : પ્રેમની પ્રેમની પ્રેમની રે... મને લાગી કટારી પ્રેમની, કાચે રે તાંતણે મને હરજીએ બાંધી, જેમ ચલાવે તેમ તેમની રે.' પ્રભુ-ભક્ત દરિયાજી કહે છે : પ્રભુના પ્રેમમાં તરફડતા ભક્તોની શી વાત કરવી ? તેનું શરીર પીળું હોય ! મન સૂકાઇ ગયું હોય ! રાત્રે ઊંઘ ન આવતી હોય ને દિવસે ભૂખ ન લાગતી હોય ! દરિયા વિરહી સાધુકા, તન પીલા મન સૂખ; રૈન ન આવે નિંદડી, દિવસ ન લાગે ભૂખ.’ પ્રભુપ્રીતિમાં ગળાબૂડ ડૂબેલા બુલ્લા સાહેબ કહે છે : ઓ જીવ ! આઠ પહોર, ચોસઠ ઘડી, સદા માટે તું પ્રભુનું ધ્યાન ધર. શી ખબર ? ભગવાન ક્યારે પધારે ? આઠ પહોર ચોસઠ ઘડી, જન ખુલ્લા ધર ધ્યાન; નહીં જાનો કોની ઘડી, આઇ મિલે ભગવાન.' પ્રભુ-ભક્તિમાં પાગલ બનેલી દયાબાઇ કહે છે : પ્રભુ-પ્રેમીઓનું વર્તન ઘણું વિચિત્ર હોય છે. ક્યારેક એ નાચે, ગાય અને કૂદે ! તો ક્યારેક એ ઝૂરે, તડપે અને રડે ! આપણને એમ થાય કે નાચે છે તે ઝૂરે કેમ છે ? ગાય છે તે રોવે કેમ છે? હસવું અને રડવું - એ બંને પરસ્પર વિરોધી છે. બંને એકીસાથે શી રીતે હોઇ શકે ? ઉપદેશધારા * ૨૪૯
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy