SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, પોતાની બડાઈ હાંકે, બીજાનો દ્રોહ કરે-વિશ્વાસઘાત કરે, ઝગડા વગર તો એને ચેન જ ન પડે, દંભ તો એના જીવનનું અંગ હોય, પોતાના દોષોને સિફતાઇપૂર્વક ઢાંકી રાખે, ઘણા જોનારા હોય ત્યારે ક્રિયા વગેરેમાં શક્તિથી પણ વધારે દેખાડો કરે, ગુણાનુરાગ તો હોય જ નહિ, કોઇએ કરેલા ઉપકાર કદી યાદ જ ન રાખે, પુણ્ય-પાપના અનુબંધની કાંઇ પડી જ ન હોય, મનની એકાગ્રતાના ઠેકાણા ન હોય, શ્રદ્ધામાં ઢીલાશ હોય, ઉદ્ધતાઇ પાર વગરની હોય, અધીરતાનો પાર ન હોય, વિવેકની સાથે બારમો ચંદ્ર હોય, ઉપા. શ્રીયશોવિજયજીએ આ બધા મોહગર્ભિત વૈરાગ્યના લક્ષણો કહ્યા છે. (૩) જ્ઞાનગર્ભિત વૈરાગ્ય : સૂક્ષ્મ અને નિર્મળ બુદ્ધિથી સંસારની નિર્ગુણતા જાણીને વૈરાગ્ય થવો તે. જેનું ચિંતન ખૂબ જ ઊંડાણભર્યું હોય, જેની બુદ્ધિ સ્વશાસ્ત્ર અને પરશાસ્ત્રમાં અખ્ખલિત ગતિ કરી શકતી હોય તેને આ વૈરાગ્ય હોય છે. ઉત્સર્ગ કે અપવાદ, વ્યવહાર કે નિશ્ચય, જ્ઞાન કે ક્રિયામાં ક્યાંય એક સ્થળે કદાગ્રહ બંધાઈ ગયો હોય તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. અબજો રૂપિયામાં સો રૂપિયા સમાઇ ગયેલા છે, તેમ અન્ય શાસ્ત્રોના પદાર્થો જિનાગમોમાં સમાઇ ગયેલા છે, એમ જેને શોધતાં ન આવડે તેનો વૈરાગ્ય જ્ઞાનગર્ભિત નથી, એમ સમજવું. પોતાના દૃષ્ટિકોણથી સાચા પણ બીજાના દષ્ટિકોણથી ખોટા - એવા બધા જ નયો (વિચારો) પર જો મધ્યસ્થતા ન આવી હોય તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. શ્રદ્ધગમ્ય પદાર્થોને શ્રદ્ધાથી (ભગવાનની આજ્ઞા પ્રમાણ) અને તર્કગમ્ય પદાર્થોને તર્કથી ન સમજાવતાં ઉર્દુ સમજાવે તો સમજવું કે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય નથી. આનો અર્થ એ થયો કે ગીતાથને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય હોઇ શકે. તેમની નિશ્રામાં રહેલા અગીતાર્થોને પણ ઉપચારથી આ વૈરાગ્ય ઘટી શકે, પણ જે સ્વયં ગીતાર્થ નથી, વળી ગીતાર્થની નિશ્રા પણ સ્વીકારી નથી, તેમને આ ન જ હોઇ શકે. જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો સૂક્ષ્મ ચિંતનવાળો હોય, મધ્યસ્થ હોય, સર્વત્ર હિતનું ચિંતન કરનારો હોય, ક્રિયામાં આદરવાળો હોય, ધર્મમાં લોકોને જોડનારો હોય, બીજાનું ખરાબ બોલવામાં મૂંગો, ખરાબ જોવામાં આંધળો અને ખરાબ સાંભળવામાં બહેરો હોય, ગરીબ માણસ જેમ ધન માટે પુષ્કળ મહેનત કરે તેમ ક્ષમાદિ ગુણો મેળવવા પુષ્કળ પ્રયત્ન કરનારો હોય. કામના ઉન્માદથી દૂર રહેનારો હોય, ઘમંડનું તો તેનામાં નામ પણ ન હોય, અસૂયા કે ઇર્ષ્યા તો હોય જ ક્યાંથી ? સદા સમતાના અમૃતમાં સ્નાન કરનારો હોય, ચિદાનંદ સ્વભાવથી કદી ચલિત થનારો ન હોય. ઉપાધ્યાયજી મહારાજ આવા આત્માને જ જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો કહે છે. વૈરાગ્યમાં આટલા સુધી ઊંડે ન જઇએ તો પણ આત્મસાધકમાં રાગની અલ્પતારૂપ વૈરાગ્ય તો હોવો જ જોઇએ. કોઇ વ્યક્તિ કે વસ્તુમાં આસક્ત બનેલો માણસ આત્મસાધનાના માર્ગે આગળ વધી શકતો નથી, પ્લેખમાં પડેલી માખી કઇ રીતે ઉડી શકે ? આસક્તિ એક એવી ચીકાશ છે, જે આપણી સાધનાની ગતિને ઝૂંટવી લે છે. જન્મ જેવો રોગ નથી. ઈચ્છા જેવું દુ:ખ નથી. સુખ જેવું પાપ નથી. સ્નેહ જેવું બંધન નથી. ઉપદેશધારા ૪ ૨૩૦ ઉપદેશધારા + ૨૩૧
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy