SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. અલ્સ: . નિર્દભતા રાખવી’ ૨૩૦) એ અપેક્ષાએ મનની અસ્થિરતા એ સારી વાત નથી ? જો આ મન સત્તા, સંપત્તિ કે કીર્તિમાં ક્યાંક સ્થિર બની ગયું હોત તો ? તો સાચે જ ‘પરમ’ માટેની આપણી શોધ અટકી પડત. અસ્થિર મન આપણને સતત સૂચવે છે : મને જે જોઇએ છે તે નથી મળ્યું. હજુ આગળ વધો. હજુ બીજું કાંઇક શોધો. જયાં સુધી મને પરમ તત્ત્વનું સિંહાસન મળવાનું નથી ત્યાં સુધી હું બેસવાનું નથી. મનની અસ્થિરતા પણ પ્રભુ તરફ લઇ જનારી છે, એમ આપણે સાપેક્ષભાવે વિચારી શકીએ. આવી વિચારણાથી અસ્થિરતા પણ આશીર્વાદરૂપ બને. ઘણી વખત તો માણસ મનની અસ્થિરતા અંગે વધુ પડતો વિચાર કરતો રહીને વધુને વધુ અસ્થિર બનતો જાય છે. એક તો મન અસ્થિર છે... તેમાં વળી તેની ચિંતા મનને વધુ અસ્થિર બનાવે છે. દર્દ કરતાં ઇલાજ ખતરનાક ન બને, એની કાળજી રાખવા જેવી છે. યોગશાસ્ત્રકારોએ યાતાયાત, સુશ્લિષ્ટ, સુલીન વગેરે મનની ચાર અવસ્થાઓ બતાવી છે. તેમાં યાતાયાતનો પણ સ્વીકાર કર્યો છે તે ભૂલવા જેવું નથી. ‘યાતાયાત' એટલે મનની આવન-જાવન, મનની અસ્થિરતા ! આ પણ એક તબક્કો છે. આ તબક્કો પસાર કર્યા પછી જ ‘સુલીન' અવસ્થા સુધી પહોંચી શકાય છે, તે ખ્યાલમાં રહેવું જોઇએ. દંભ સાધકનો મોટો શત્રુ છે. દંભ એટલે દેખાડો કરવાની વૃત્તિ. પોતાનામાં કાંઇ ન હોય છતાં બહુ જ બતાવવાની વૃત્તિ દંભને જન્મ આપે છે. હું યોગી ન હોઉં, પણ યોગી તરીકે મારે પ્રસિદ્ધ થવું હોય તો શું કરવું પડે ? યોગી જેવો દેખાવ કરવો પડે. અંદર ભલે બધું શૂન્ય હોય, પણ બહારથી યોગીનો આડંબર અપનાવવો પડે. લોકોમાં એવી હવા ફેલાવવાનો પ્રયત્ન કરવો પડે. જૂઠા પ્રચાર અને જૂઠા દેખાવ માટે સર્વસ્વ હોડમાં મૂકી દેવું પડે ! આનું જ નામ દંભ છે. આના જેવી બીજી કોઇ આત્મવંચના નથી. અધ્યાત્મસારના દંભત્યાગ અધિકારમાં પૂ. ઉપા. શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે – ‘બીજું બધું છોડવું સહેલું છે, પણ દંભીઓ માટે દંભ છોડવો મુશ્કેલ છે. દંભનો અંશ પણ તમારા બધા જ ધર્મને બગાડી મૂકે છે. મલ્લિનાથ જેવાને પણ થોડાક જ દંભના કારણે સ્ત્રી બનવું પડ્યું છે. દંભ કરીને જે મોક્ષે જવા ઇચ્છે છે, તે લોઢાની નાવડીમાં બેસી સમુદ્ર તરવા માંગે છે ! યશોવિ. કહે છે : દંભી બિચારો કેટલો બધો દુઃખી થાય ? કેટલા ક્લેશ અને દુ:ખો સહેવા પડે ? જે હોય તે છુપાવવું પડે ! ઉપદેશધારા + ૨૨૫ જે વખતે તમે સમસ્યાઓથી ઘેરાઈ જાવ, મન એકદમ મુંઝાઈ જાય, કોઈ ઉકેલ દેખાય નહિ, ત્યારે પરમાત્મા પાસે પહોચી જજો અને કહેજો : ‘અન્યથા શરણં નાસ્તિ' પ્રભુ ! તારા વિના મારે કોઇનું શરણ નથી. તું જ મને માર્ગ બતાવ અને ખરે ખર પ્રભુમાં ચિત્ત ચોંટતાં જ ઉપાયો જડવા લાગશે, સમસ્યાઓ ટળવા લાગશે. • કહે કલાપૂર્ણસૂરિ ઉપદેશધારા ૪ ૨૨૪
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy