SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ અસત્ય વચનો ઉચ્ચારીએ છીએ ત્યારે-ત્યારે સરસ્વતીનું અપમાન કરીએ છીએ, વાચિક રીતે અપવિત્ર બનીએ છીએ. સર્વ જીવો સાથે મૈત્રીભાવ કેળવવાથી, ગુણીજનો પર પ્રમોદભાવ કેળવવાથી, દુઃખી જીવો પર કરણા–ભાવ લાવવાથી અને નિર્ગુણી-નીચ જીવો પર તટસ્થતા-ભાવ રાખવાથી માનસિક પવિત્રતા મેળવી શકાય છે. આત્મસાક્ષાત્કાર કરવા ઇચ્છનારે આવી પવિત્રતા પ્રાપ્ત કરવી જરૂરી છે. ભૂમિકાના યોગ્ય નિર્માણ વિના આત્મસાધનાના માર્ગે આગળ વધી શકાતું નથી. કદાચ કોઇ આગળ વધી જાય તો તેને કુદરત પાછા ધકેલે છે. ‘માત્મા નવી સંયમતો પૂif.. तत्राऽभिषेकं कुरु पाण्डुपुत्र । न वारिणा शुद्ध्यति चान्तरात्मा' હે પાંડુપુત્ર ! આત્મા એ જ નદી છે, સંયમના પાણીથી ભરેલી નદી ! ત્યાં જ તું સ્નાન કરે. બાહ્ય જળથી અંતરાત્મા શુદ્ધ થતો નથી. પં. વીરવિજયજીએ પણ સિદ્ધાચલના દૂહાઓમાં આ જ વાત કરી છે : અડસઠ તીરથ હાવતાં, અંતરંગ ઘડી એક; તુંબી જલ સ્નાન કરી, જાગ્યો ચિત્ત વિવેક. (ઘણા લોકો ‘તુંબી જલ-સ્નાન કરી’ આ પંક્તિનો ‘તુંબડી જેટલા પાણીથી સ્નાન કરવું' એવો અર્થ કરે છે, પણ એ બરાબર નથી. અહીં વીરવિજયજીએ અડસઠ તીર્થ સાથે સંલગ્ન કડવી તુંબડીવાળી વાત અભિપ્રેત છે.) મૂળ વાત છે : પવિત્રતાની. શારીરિક પવિત્રતા એ જ સંપૂર્ણ પવિત્રતા નથી. પવિત્રતા ત્રણ પ્રકારની છે : (૧) શારીરિક (૨) વાચિક અને ) માનસિક શારીરિક પવિત્રતા પ્રાપ્ત કરવી આસાન છે. માત્ર સ્નાનાદિથી કોઈ પણ પ્રાપ્ત કરી શકે છે, પણ બાકીની બે પવિત્રતા મુશ્કેલ છે. વાચિક પવિત્રતા પ્રિય, હિતકાર અને સત્ય વચનથી મેળવી શકાય છે. હવે વિચારો : આપણે કેવું બોલીએ છીએ ? આપણા વચનો અણગમતા નથી હોતા ને ? કોઇનું અહિત કરે તેવાં નથી હોતાં ને ? જુઠાણાથી ભરેલા નથી હોતા ને ? યાદ રહે કે જયારે-જ્યારે આપણે અપ્રિય, અહિતકર અને હું કોઈ પ્રક્રિયા (ધ્યાનની) શીખ્યો નથી. છતાં પ્રભુની પ્રસાદી મળી. તે ભવનયોગમાં કદાચ જઈ શકે, એમ હવે સમય છે. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં. ૧૮૦), આ.વ. ૨ નાનપણમાં કંઠસ્થ કરેલી આ કૃતિઓ આજે મારા માટે મૂલ્યવાન બની ગઈ છે. જેમ કોઈ ગૃહસ્થને સસ્તા ભાવે ખરીદેલું સોનું આજે મૂલ્યવાન બની જાય. - કહે કલાપૂર્ણસૂરિ-૪ (પા.નં.૧ ૧), તા. ૧૮-૦૯-૨000, ભા.વ.૫ પ્રભુ-સ્તુતિનો મને ઘણો લોભ છે. જ્યાંથી મળે ત્યાંથી લઈ લઉં ! હું આ અર્થમાં કંજૂસ છું. - કહે કલાપૂર્ણસૂરિ-૩ (પા. નં.૩૫), તા. ૧૬-૦૯-૨000 ઉપદેશધારા * ૨૧૮ ઉપદેશધારા * ૨૧૯
SR No.008975
Book TitleUpdesh Dhara
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2007
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy