SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 લેણ-દેણા ઋણ ઉપર રે, વર્ણવ્યો એહ સજઝાય; સંવત અઢાર એકાણું રે, દીપ વિજય કવિરાય રે. || ૧૨ / કોઇ જગ્યાએ આના કરતાં તદ્દન જુદી વાત પણ આવે છે. કોઇ નગરમાં એક ખૂબ જ કંજૂસ શેઠ રહેતો હતો. પાસે અઢળક પૈસા હોવા છતાં ખરચવાનું નામ નહિ. નગરમાં રહેલા બીજા બધા શેઠીયાઓ અવસર-અવસરે પૈસા ખરચતા. ગરીબોને આપતા. સાધર્મિકોને જમાડતા. પણ આ શેઠ ? એમની તો શી વાત કરવી ? જમવા બધે જ પહોંચી જાય... પણ કોઈને જમાડવનું નામ નહિ. લોકો એમના વિષે બોલતા : આ તે શેઠ છે કે કોણ છે ? સાક્ષાત્ કંજૂસાઇનો અવતાર છે. બધાનું જમવું પણ કોઇને જમાડવા નહિ. આ તે વળી ક્યાંની રીત ? પોતાના પિતાની, કુટુંબની લોકો દ્વારા થતી આવી નિંદા સાંભળી તે શેઠના પુત્રો અતિ ખિન્ન હતા... પણ કરે શું ? પિતા પાસે એમનું કશુંય ચાલતું નહિ. પણ એક દિવસે એમણે નક્કી કર્યું : ગમે તે થાય પણ એક દિવસ ગામ-જમણ રાખવું અને મહેણું ટાળવું અને આ વાતની પિતાને ગંધ પણ ન આવવા દેવી. નક્કી કરેલા દિવસે ગામ લોકોને આમંત્રણ આપ્યું. લોકો બધા તેમને ત્યાં જમવા આવ્યા. આ અવસરે પુત્રોએ કંજૂસ પિતાને મકાનની મેડી પર ચડાવી દીધા અને નિસરણી કાઢી લીધી. કારણ કે 82828282828282828282828282828282828 || ૮ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy