SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ‘હવે જા... જા... તે ગામ વસાવવામાં શી મહેનત કરી છે ? મહેનત કર્યા વિના પોતાનું નામ લગાડવું છે ? એ કદી નહિ બને.' રાજેન્દ્રની વાત સાંભળી ત્રણેય જણ એક સાથે ઊકળી પડ્યા. ‘ના... મહેનત વિના તો નામ કેમ આવે ? પણ મારું માનતા હો તો નામ પાડવા અંગે મહેનત કરું.’ ત્રણેયને એટલું જ જોઇતું હતું. નામકરણ અંગે કોઇ ઊકેલ લાવનારો જ જો ઇતો હતો. તેમણે હા કહેતાં રાજેન્દ્ર બોલ્યો : તમારા ત્રણેયના નામનો પહેલો એકેક અક્ષર લઇ ગામનું નામ પાડો અને મારા નામનો “રા' અક્ષર પણ મહેનતાણા તરીકે સૌથી આગળ મૂકો. ગામનું નામ થશે : ‘રામનફ' (રાજેન્દ્ર, મહેન્દ્ર, નરેન્દ્ર, ફણીન્દ્રના પ્રથમ અક્ષરો લઇને બનેલું નામ.) આ સાંભળી તેઓ એકદમ છળી ઊઠ્યા. તારો અક્ષર સૌથી આગળ ? શા માટે ? અમે એક આંગળીની છૂટ આપી અને તેં તો આખો હાથ ઘાલી દીધો. ગમે તે થાય પણ “રા' આગળ તો કદી જ નહિ રહે.’ હવે ઝગડો એકની સામે ત્રણનો થઇ ગયો. ઝગડતા-ઝગડતા તેઓ એક ડાહ્યા માણસ પાસે ગયા. ત્યાં પણ રાજેન્દ્રની જીદ-પોતાનો અક્ષર આગળ રહે એ માટેની જીદ ચાલુ જ રહી. આ સાંભળી ડાહ્યા માણસે ફેંસલો આપતાં કહ્યું : મહાનુભાવો ! તમે જે નામ પસંદ કર્યું છે તે બરાબર છે પણ ‘રા'ને સૌથી છેલ્લે જવા દો. જે અભિમાની હોય તેને કદી અગ્રિમતા ન અપાય, તે તો પાછળ જ રહે. એટલે ગામનું નામ પાડો : “મનફરા'. આખરી ફેંસલો સાંભળી, પોતાનો “રા' સૌથી છેલ્લો ગયેલો જાણી રાજેન્દ્ર પોકે-પોકે રડવા લાગ્યો. એની પોકથી ઊંઘ ઊડી ગઇ, સ્વપ્ર પૂરું થયું. 8A%A88888A YAUAAAAAAAAA III
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy