SearchBrowseAboutContactDonate
Page Preview
Page 616
Loading...
Download File
Download File
Page Text
________________ “મનફરા’ કલ્પનાની આંખ) शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 - પૂજ્ય મુનિરાજશ્રી મુનિચંદ્રવિજયજીના પ્રવચનોમાંથી (વિ.સં. ૨૦૪૫, મનફરા ચાતુર્માસ) મસ્તરામ, નરભેરામ, ફરતારામ અને રાજારામ નામના માણસો ફરતા-ફરતા એક જગ્યાએ જઈ પહોંચ્યા. ત્યાંની લીલી-લીલી ધરતી અને મીઠું-મીઠું પાણી જોઇ ગામ વસાવવાનું મન થઇ ગયું. ગામ તો વસાવ્યું પણ નામ શું પાડવું ? એ અંગે મોટી તકરાર ઊભી થઇ. મસ્તરામ કહે : “આ ગામનું નામ ‘મસ્તરામપુર' જ પડવું જોઇએ.’ નરભેરામ કહે, “નહિ.. નહિ... આ ગામનું નામ “નરભેરામ નગર’ જ પડવું જોઇએ. કારણ મહેનત તો બધી મારી જ છે.' ત્યાં જ ફરતારામ બોલી ઊઠ્યા, ‘જાવ... જાવ... હવે. આ ગામનું નામ તો ‘ફરતારામ ગ્રામ” જ પડવું જોઇએ. મહેનત ભલે તમે કરી પણ યોજના તો બધી મારી જ છે ને ?' હવે રાજારામ પણ શાના બાકી રહે ? એ પણ બરાડી ઊઠ્યા, ‘તમે બધા રહેવા દો. તમે લોકોએ માત્ર મહેનત કે યોજના જ કર્યા હશે. પણ આની પાછળ જો પ્રેરણા અને માર્ગદર્શન કોઇના હોય તો મારા જ છે. મેં કોઇ પ્રેરણા કે માર્ગદર્શન આપ્યાં જ ન હોત તો તમે શાની યોજના બનાવત? શાના પર મહેનત કરત ? એટલે આ ગામનું નામ “રાજારામ પરા' જ પડવું જોઇએ. ચારેય જણ પોતાને મહાન માનતા હતા. કોઇ પોતાને ઓછો માનવા તૈયાર ન હતો. ચારેયની એક જ ARRARAUAYA8A828282828282828 // ૨૮i
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy