SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૭ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 મોટે ભાગે માણસોને બનેવી ઠઠ્ઠામશ્કરીમાં સહાયક થાય છે, પરંતુ તારા પ્રકૃષ્ટ પુણ્યશાળી ધન્ના બનેવી તો સુકૃતનાં કાર્યોમાં સહાયક થયા છે. || ૮૨ // જગતમાં માનવીય સૌજન્યવાળા ! તપોલશ્મીથી ધન્ય ઓ ધન્ય મુનિ ! તમેજ મારા પુત્રના સંયમમાં સહકારી થયા છો. || ૮૩ || - સ્ત્રીઓને પુત્રથી પણ જમાઇ વ્હાલો હોય છે. અરેરે ! પણ મેં ઘેર આવેલા તમને દાન, સન્માન કે ઉત્તરકાંઇ જ આપ્યું નહિ. / ૮૪ || હું માનું છું કે સુભદ્રા શાલિભદ્રની બહેન છે, પણ મારી પુત્રી નથી, કારણ કે તેણે ત્રણ રત્ન (જ્ઞાન-દર્શનચારિત્ર)ની જેમ ત્રણેય પક્ષો (માતા, પિતા અને પતિના) ઉજજવળ કર્યા છે. (મેં ક્યાં દીક્ષા લઇને ઉજજવળ કર્યા છે ? એ મારી પુત્રી શી રીતે ?) || ૮૫ // આ પ્રમાણે દીક્ષા, ભિક્ષાદાન આદિ સર્વ પ્રસંગોમાં પોતાને છેતરાયેલી માનતી ભદ્રા પોતાની જાતને ઠપકો આપી શાલિભદ્રની પૂર્વ જન્મની માતાની ખૂબ જ પ્રશંસા કરવા લાગી. || ૮૬ //. પતિ-પુત્ર વગરની, ધન વગરની અને લાંબા આયુષ્યવાળી હોવા છતાં તે ધન્યા સારી છે, જેણે દૂધે ધોયેલી હૃદયની આંખથી તને ઓળખી લીધો. || ૮૭ || ઓ વહાલા પુત્ર ! ઘરકામમાં જ ગૂંથાયેલી રહેનારી હું જીવતી છતાં મરેલી છું. હાય ! હાય ! મારા ખોળામાં તારું લાલનપાલન કરેલું હોવા છતાં હું તારા પર વાત્સલ્ય વહેવડાવી શકી નહિ. | ૮૮ // 8282828282828282828282828282828888 IIઉo
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy