SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૭ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ભદ્રાનો વિલાપ : જાણે વજથી ઘડેલા કે જાણે ટાંકણાથી કોતરેલા... વૈભારગિરિની શિલા પર સૂતેલા તે બે મુનિઓને જોઇ પરિવાર સહિત ભદ્રા મૂચ્છ પામી. / ૬૦ | પહાડના પવનથી ફરી જાગૃત થયેલી ભદ્રા શાલિભદ્રનું મુખ જોઇ શોકથી વ્યાકુળ થયેલી વારંવાર વિલાપ કરવા લાગી. / ૬૧ || ઓ વહાલસોયા પુત્ર ! ઓ નિર્મળ બેટા ! ઓ પવિત્ર નંદન ! ઓ વીર ! ધીર ! ગંભીર ! ઓ સાધુઓમાં મુખ્ય હીરલા ! / ૬૨ // ઓ નિર્મમ નિઃસ્પૃહ ! કમળ જેવા નિરંજન ! સૌના લાડીલા ! સમતામાં ઝીલનારા ! ઓ સૌમ્યમૂર્તિ ! તત્ત્વમૂર્તિ ! સત્ત્વમૂર્તિ ! વત્સ ! // ૬૩ || તારા મુખ પર હું મરી ફીટું છું. તારા નેત્રનું હું લુછણું લઉં છું. તારા માટે હું મારું સર્વસ્વ ન્યોચ્છાવર કરું છું ! તારા નિર્મમત્વ પર હું ઓવારણાં લઉં છું. || ૬૪ || બત્રીશ તળાઇઓમાં સુનારા હે વહાલા પુત્ર ! ધગધગતી શિલા પર સૂવા છતાં ઓ સુકમાળ કુમાર ! તું કેમ પીગળી ગયો નથી ? || ૬૫ || હં... જાણ્યું. અહીં આ કારણ છે કે તું તે ભદ્રાથી જન્મ પામેલો છે, જેની કઠોરતા પાસે વજ પણ આવીને પાણી ભરે ! || ૬૬ // 82828282828282828282828282828282828 Iloil
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy