SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૭ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 ધીમે ધીમે પ્રમોદ ભાવના જેવી પર્વતની ઉપરની ભૂમિ પર ચડીને, માધ્યશ્ય ભાવનાની જેમ હૃદયમાં સ્વસ્થતામાટે શિલાતલનું દૃષ્ટિપડિલેહણ કરી નવકાર મંત્રના સ્મરણથી હાથ-પગ-માથું આ પાંચેય અંગોનું રક્ષણ કરી, સમસ્ત જીવોને કુટુંબની જેમ ખમાવીને ચાર કષાયોની જેમ ચારેય આહારોને સર્વ રીતે છોડીને તથા ચાર ગતિમાં લઇ જનારા ચારેય આંશસા-પ્રયોગોને પણ છોડીને પાદપોપગમન નામના અનશનને સ્વીકારી શારીરિક રીતે અને માનસિક રીતે પર્વતની જેમ નિષ્ક્રપ રહ્યા. // ૩૫ // ૩૬ // ૩૭ || ૩૮ // શ્રી ગૌતમ સ્વામીએ પણ ખરેખર ! સ્વર્ગના વૈદ અશ્વિનીકુમારદેવ જેવા મોહના રોગની ચિકિત્સા કરનાર | તે બે ઉત્તમ મુનિઓને શાબાશી આપી. || ૩૦ || ભગવાન પાસે જતી ભદ્રા : આ બાજુ પોતાને ઘેર હર્ષને વશ થયેલી ભદ્રાએ નોકરો પાસેથી પુત્રના આગમનના મંગળ કરાવ્યાં. / ૪૦ | તેના આંગણામાં તોરણોની હારમાળા શોભવા લાગી. જાણે પરમ-આનંદના આંબા પર હાલતા-ચાલતી કુંપળોની હારમાળા શોભવા લાગી ! || ૪૧ || શ્રી શાલિભદ્ર તરફ ભક્તિના રાગથી જાણે લાલ થયેલું લાલ વસ્ત્ર તોરણમાં શોભતું હતું. / ૪૨ //. ધન્ના અને શાલિભદ્રના ચરણનો સ્પર્શ પામેલી મોતીના સાથિયાના ગુચ્છાવાળી ધરતી, શાલિભદ્રનાં દર્શનથી પણ વંચિત રહેલી તેમની પત્નીઓનો જાણે ઉપહાસ કરતી હતી. || ૪૩ //. ARRARAUAYA8A82828282828282888 / ૪૬૮ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy