SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૭ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 પરાક્રમી આપે અતિદુર્ગમ મોહનો કિલ્લો ઓળંગ્યો છે. મારા જેવા કાયરોએ પણ અતિ પ્રૌઢ આપશ્રીનો આશ્રય લીધો છે. || ૨૦ || તો તરત જ સમિતિ-ગુક્તિરૂપ યુદ્ધ દ્વારા અંતરંગ-શત્રુઓ જીતાઇ ગયા ત્યારે આપણે બેઉનું દહીંના ભોજનથી | ‘વીરપાન' થયું. (યુદ્ધ થઇ ગયું હોય અથવા થવાનું હોય ત્યારે જે મધ વગેરેનું પાન કરવામાં આવે તે ‘વીરપાક' કહેવાય છે.) || ૨૧ || ભ. શ્રીમહાવીરદેવ પાસે શ્રીગૌતમ સ્વામીને આગળ કરીને (લગ્નમાં પુરોહિત બનાવીને) કષાયરૂપી શત્રુરાજાઓને હેઠે પાડી દઇને જય સુંદરી પરણી શકાય. // ૨૨ // ધન્ય મુનિ આનંદથી બોલી ઊઠ્યા : હે સત્ત્વશીલ મુનિવર ! તમે ‘શાલિ (ચોખા) ક્યાંય ખંડાતો નથી.' એવી લોકોની વાત સાચી ઠરાવી છે. || ૨૩ // પહેલા (ગૃહસ્થપણામાં) તમારા ગૌરવનું ખંડન કોઇથી થઇ શક્યું નહોતું અને હમણાં આંતર-શત્રુઓના પ્રહારરૂપ પરિષદો અને ઉપસર્ગોથી તમારા સંયમનું ખંડન થયું નથી. (ખરેખર તમે ‘શાલિ’ છો.) || ૨૪ / ખરેખર ! શૃંગાર માટે કલ્પવૃક્ષોની ઉત્તમ માળાઓ વડે ક્રીડા કરવાથી તમારા મનના માન-સરોવરમાં ગૌરવ ગ્લાનિ પામ્યું નહિ. || ૨૫ // સુવર્ણ-નિર્માલ્યના બહાનાથી ઘરમાં વારંવાર આવતી અશાશ્વત સ્વર્ગ-લથી તમે શાશ્વત લક્ષ્મી લેવા માટે છોડી દીધી. || ૨૬ | 828282828282828282828282828282828482 I ૬૬ |
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy