SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 828282 8282828282828282828282828282 છે-એવી આશાપૂર્વક, હાય... હાય... અત્યારે તો કોઈ દાસ-દાસી નથી. સાવ ખાલી છે. એમ ઉદ્વેગપૂર્વક, આવો વૈભવભર્યો મહેલ અમે છોડ્યો છે-એમ અભિમાન પૂર્વક કે આવા કોઇ વિચારપૂર્વક શાલિભદ્ર મુનિએ પોતાનો ઉત્તમ મહેલ જોયો પણ નહિ. // ૧૨૮ || ૧૨૯ || અહીં રહેતા'તા. અહીં ફરતા'તા. અહીં બેસતા'તા. અહીં ખાતા'તા-આવા વિચારોથી નિર્જન વિલાસભૂમિ પણ રાગને પેદા કરતી જ હોય છે. || ૧૩૦ ||. પરંતુ આ શાલિભદ્ર મુનિને તો વાદળના વરસાદ જેવા આગમોના પુષ્કળ અભ્યાસથી પેદા થયેલી સમતારૂપી નદીથી બધું જ (ઊંચું નીચું) સરખું થઇ ગયેલું હતું. || ૧૩૧ // તે આંગણાનું સ્થાન ઓળંગી... અને સાથે અપરિમિત મમતાને પણ ઓળંગીને, બીજા યાચકોની મર્યાદાથી સ્વસ્થ મુનિઓ ત્યાં આગળ ઊભા રહ્યા. // ૧૩૨ // ધર્મલાભ આપ્યો, પણ મોટા અવાજથી કે આદરપૂર્વક નહિ. માત્ર દર્શનાચારની વિચારણામાં કુશળતા પ્રગટ કરી. // ૧૩૩ // ચિત્ર જેવા રોષ-તોષ રહિત, શરીરના રૂપ-રંગ વિનાના, લેપકારી (સ્નિગ્ધ) આહારમાં અનાસક્ત, ધર્મરૂપી મહેલની અદ્વિતીય સરખી બે ભીંત જેવા તેઓ બે ત્યાં ઊભા રહ્યા. ગૌણાર્થ : ચિત્રલિખિત છતાં રૂપાહીન, લેપથી નિર્મિત છતાં લેપહીન, તુલ્ય છતાં અતુલ એવી મહેલની બે ભીંત રહેલી હતી. / ૧૩૪ //. ARRARAUAYA8A82828282828282888 / ૪૮૦ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy